gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
લગ્નના માત્ર બે જ મહિનામાં પત્નીની હત્યા કરતો પતિ | Husband kills wife just two months into marriage
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,લગ્નના માત્ર બે જ મહિનામાં પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા  પતિને નંદેસરી  પોલીસે ઝડપી પાડી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ તાલુકાના ખડોલ ગામે રહેતી તેજલ સોલંકીના લગ્ન ગત તા.૧૨ – ૦૩ – ૨૦૨૬ ના રોજ ફાજલપુર ધોળાકુવા ખાતે રહેતા હર્ષદભાઇ ચંદુભાઇ ગોહિલ સાથે થયા હતા. તેજલના ભાઇ જયદિપે નંદેસરી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે વહેલી સવારે  પાંચ વાગ્યે મારા બનેવી  હર્ષદભાઇએ મને કોલ કરીને કહ્યું કે,અમારી લાશો લઇ જજો. ત્યારબાદ તેમણે ફોન કટ કરી  દીધો હતો. પછી તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોઇ મેં તેમના બનેવી જીતેન્દ્રકુમારને કોલ કરીને સઘળી  હકીકત જણાવી હતી. તેમણે પણ તપાસ કરીને ફોન કરવાનું કહ્યું હતું.પરંતુ,તેમનો કોલ નહીં આવતા મેં સામેથી કોલ કરતા જીતેન્દ્રકુમારે કહ્યું કે,તેજલને ગભરામણ જેવું થાય છે અને તેને વાસદ ખાતે દવાખાને લઇ જઇએ છીએ. હું તથા મારા પરિવારજનો ત્યાં  પહોંચ્યા હતા. ત્યાં મારી બહેનને બેડ પર સુવડાવેલી હતી. તેના ગળા પર ઇજાના નિશાન હતા. પી.એમ. રિપોર્ટમાં તેનું ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. મારા બનેવી મારી બહેન તેજલ પર ખોટા વહેમ રાખી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું અગાઉ મારી બહેને મને જણાવ્યું હતું. મારા બનેવીએ જ ગળું  દબાવી મારી બહેનની હત્યા કરી છે. 

હત્યા  કર્યા પછી  પત્નીને ખાટલા પર સૂવડાવીને  પતિ ભાગી ગયો

વડોદરા,

બનાવની રાત્રે પતિ પત્ની વચ્ચે ફરીથી બોલાચાલી  થઇ હતી. આરોપીના માતા ફળિયામાં લગ્ન પ્રસંગ  હોઇ ત્યાં ગયા હતા. જ્યારે તેના પિતા નાઇટ ડયૂટિ પર હતા. તે દરમિયાન તેઓ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૃપ ધારણ કરી લીધું હતું. ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ પત્નીને ખાટલા પર સૂવડાવીને આરોપી પાછળના દરવાજેથી ફરાર થઇ ગયો હતો.

પત્નીની હત્યા  કરનાર પતિની ઉંમર ૨૧ વર્ષ પણ નથી

વડોદરા,

પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, હર્ષદના એક મિત્ર સાથે સંબંધ નહીં રાખવા માટે પત્ની તેને સતત કહેતી હતી. તેના કારણે પતિ હર્ષદ પત્ની પર શંકા કરતો હતો. ઉલ્લેખનીય છે કે, મરનાર તેજલબેનની ઉંમર દવાખાના રજિસ્ટર પર ૨૨ વર્ષની દર્શાવવામાં આવી  છે. જ્યારે તેજલબેનની હત્યા કરનાર તેના પતિ હર્ષદની ઉંમર માત્ર ૨૦ વર્ષની છે. જ્યારે લગ્ન માટેની ઉંમર ૨૧ વર્ષ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…
GUJARAT

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

June 18, 2026
રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…
GUJARAT

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

June 18, 2026
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
Next Post
ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p…

ઉ.ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી તાપમાન ઘટતાં ગરમીથી આશિંક રાહત | Rains in several northern states p...

આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી | After the death of three in Aji Dam the body …

આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી | After the death of three in Aji Dam the body ...

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

‘પગ કપાવો… નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ, રાજ્યસભામાં ગુંજ્યો મુદ્દો | AMC SVP Hospital Ayushman Card Misuse Allegations Issue echoed in Rajya Sabha

1 year ago
‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા | Vijay reactio…

‘મને અસહનીય દુઃખ થઈ રહ્યું છે…’ કરુરમાં નાસભાગ અંગે એક્ટર વિજયની પહેલી પ્રતિક્રિયા | Vijay reactio…

9 months ago
ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલો ૮ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 8 lakh seized after …

ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલો ૮ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 8 lakh seized after …

5 months ago
નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

નમો ટુરિસ્ટ સેન્ટર બનાવ્યા તો તોડી નાખીશું, રાજ ઠાકરેની શિંદેને ખુલ્લી ધમકી | If NaMo Centre is buil…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News