gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in Business
0 0
0
શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ બંગાળમાં ટીએમસીને મોટી પછડાટ આપીને ભાજપે ઐતિહાસિક જીત  મેળવતાં અને આસામમાં પણ મોટી જીત સાથે પોંડિચેરીમાં જીતનો ઉન્માદ આજે ભારતીય શેર બજારોમાં આરંભિક કલાકોમાં જોવાયો હતો. જીતના આ પરિબળને છેલ્લે ડિસ્કાઉન્ટ કરીને બજારેે મર્યાદિત મજબૂતી બતાવી હતી. પશ્ચિમ બંગાળ, આસામમાં ભાજપની જીત સાથે કેરળ અને તમિલ નાડુમાં પણ ટીવીકે અને યુડીએફની જીતે સત્તા પરિવર્તનને લઈ ભારતના સર્વાંગી વિકાસ માટેનો માર્ગ મોકળો બની રહ્યો હોવાના પોઝિટીવ પરિબળે ફંડો શેરોમાં આરંભમાં આક્રમક લેવાલ બન્યા હતા. રાજયોની ચૂંટણીના પરિણામોની પોઝિટીવ અસર સાથે ઈરાન-અમેરિકા યુદ્વનો અંત લાવવા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ડિલ શરતો પર વિચારણા કરવાનો  અને ઈરાને પણ ન્યુક્લિયર મામલે અમેરિકાની શરતને સ્વિકારી લીધાના અહેવાલોએ યુદ્વનો અંત આવવાની અપેક્ષાએ ફંડોએ આજે ફંડો, મહારથીઓ શેરોમાં ખરીદદાર બન્યા હતા. શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ થતાં અડધોઅડધ ઉછાળો ઓસરતો જોવાયો હતો. હેલ્થકેર-ફાર્મા, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં તેજી થઈ હતી. જ્યારે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં વેચવાલી રહી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે  ૧૬ પૈસા નબળો પડીને ૯૫.૦૮ થઈ જતાં  અને વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ ત્રણ ડોલર જેટલા વધી આવતાં શેરોમાં  ઉછાળે  સાવચેતીમાં વેચવાલી થઈ હતી. સેન્સેક્સ આરંભમાં ૯૯૭.૨૫ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૭૭૯૧૦.૭૫ સુધી જઈ પાછો ફરી અંતે ૩૫૫.૯૦ પોઈન્ટ વધીને ૭૭૨૬૯.૪૦ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૪૨૯૦.૨૦ સુધી જઈ પાછો ફરી અંતે ૧૨૧.૭૫ પોઈન્ટ વધીને ૨૪૧૧૯.૩૦ બંધ રહ્યો  હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૬૫૪ પોઈન્ટ ઉછળ્યો : આરતી ફાર્મા, બ્લુજેટ, ન્યુલેન્ડ લેબ., એમ્ક્યોર, એસ્ટરડીએમ વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ આજે મોટી ખરીદી કરી હતી. આરતી ફાર્મા રૂ.૬૩.૭૫ વધીને રૂ.૮૦૮, બ્લુજેટ રૂ.૩૧.૪૫ વધીને રૂ.૪૭૫, ન્યુલેન્ડ લેબ રૂ.૧૦૩૭.૩૦ વધીને રૂ.૧૬૦૩૬, એમ્ક્યોર રૂ.૧૧૨.૫૫ વધીને રૂ.૧૭૯૨.૫૦, એસ્ટરડીએમ રૂ.૪૩.૩૦ વધીને રૂ.૭૪૪.૭૦, લૌરસ લેબ રૂ.૬૭.૪૦ વધીને રૂ.૧૧૬૬.૫૦, એચસીજી રૂ.૩૩.૯૦ વધીને રૂ.૬૦૬.૪૫, લક્ષ્મી ડેન્ટલ રૂ.૧૧.૬૫ વધીને રૂ.૨૧૦.૬૫, પોલીમેડ રૂ.૨૯.૨૦ વધીને રૂ..૧૫૪૦.૨૫, સિપ્લા રૂ.૨૪.૯૫ વધીને રૂ.૧૩૩૪.૮૫, મેક્સ હેલ્થ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૧૦૧૧.૪૫,  ટારસન્સ રૂ.૪ વધીને રૂ.૨૨૩.૫૫, દિવીઝ લેબ. રૂ.૧૧૨.૮૫ વધીને રૂ..૬૬૧૮.૨૦, એપીએલ લિ. રૂ.૧૨.૫૫ વધીને રૂ.૭૬૭.૦૫, એફડીસી રૂ.૫.૯૫ વધીને રૂ.૩૭૦.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૫૪.૨૪ પોઈન્ટ ઉછળીને ૪૫૨૬૯.૦૨ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૬ પોઈન્ટ ઉછળ્યો : ભેલ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, કેઈઆઈ, કાર્બોરેન્ડમ વધ્યા

પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની આક્રમક તેજી થઈ હતી. ભેલ રૂ.૨૪.૫૫ વધીને રૂ.૩૭૬.૯૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૨૧.૪૦ વધીને રૂ.૪૫૫૮.૧૦, કેઈઆઈ રૂ.૨૦૨.૧૫ વધીને રૂ.૫૦૫૮.૮૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૯૮૧, પોલીકેબ રૂ.૨૪૧.૧૦ વધીને રૂ.૮૩૫૨, થર્મેક્સ રૂ.૧૦૩.૧૦ વધીને રૂ.૪૧૮૨.૭૦, એસ્ટ્રલ રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૫૫૮.૫૦, પ્રીમિયર એનજીૅ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૧૦૩૪.૬૦, ટીમકેન રૂ.૫૦.૫૦ વધીને રૂ.૩૪૮૦.૯૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૮૫૫.૯૫ પોઈન્ટ વધીને ૭૮૦૬૬.૧૮ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફંડોની ખરીદી : જિન્દાલ સ્ટેનલેસ, અદાણી, નાલ્કો, લોઈડ્સ મેટલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી થઈ હતી. જિન્દાલ  સ્ટેનલેસ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૧૨૬૫.૭૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૯.૫૦ વધીને રૂ.૨૪૮૩.૫૫, નાલ્કો રૂ.૮.૩૦ વધીને રૂ.૪૦૭.૭૫, લોઈડ્સ મેટલ દ્વારા રેકોર્ડ સમયમાં પ્લાન્ટ શરૂ કરાતાં આકર્ષણે રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૭૯૭.૭૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૯.૯૫ વધીને રૂ.૬૦૫.૪૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૮૦  વધીને રૂ.૭૮૦, સેઈલ રૂ.૧.૪૫ વધીને રૂ.૧૮૬.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૫૨.૯૮ પોઈન્ટ વધીને ૪૨૫૪૮.૨૪ બંધ  રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ફરી આક્રમક તેજી : એમ્બેસી ડેવલપમેન્ટ, અનંતરાજ, ગોદરેજ પ્રોપર્ટી વધ્યા

પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરીમાં ભાજપના જંગી બહુમતે વિજય થવા તરફી મતગણતરીની રૂખને લઈ હવે આ રાજયોમાં પ્રોપર્ટી માર્કેટમાં તેજીની અપેક્ષાએ આજે ફંડોએ રિયાલ્ટી શેરોમાં મોટી ખરીદી કરી હતી. એમ્બેસી ડેવલપમેન્ટ રૂ.૨.૩૦ વધીને રૂ.૪૮.૩૩, અનંતરાજ રૂ.૨૨.૬૫ વધીને રૂ.૫૧૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૬૫ વધીને રૂ.૧૮૯૯.૮૦, ડીએલએફ રૂ.૨૦ વધીને રૂ.૬૦૭.૧૫, લોઢા ડેવલપર્સ રૂ.૨૫.૪૦  વધીને રૂ.૯૨૩.૧૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૦.૪૫ વધીને રૂ.૧૪૪૩.૪૦, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૯.૪૦  વધીને રૂ.૧૬૯૮.૨૫, ફિનિક્સ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૧૭૮૫ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૫૩.૬૫ પોઈન્ટ વધીને ૬૨૮૧.૩૨ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ તેજી : આઈશર મોટર્સ રૂ.૨૧૯, મારૂતી સુઝુકી રૂ.૨૬૯ ઉછળ્યા

ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ તેજી થઈ હતી. આઈશર મોટર્સ રૂ.૨૧૯.૧૫ વધીને રૂ.૭૩૨૯.૫૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૭.૭૦ વધીને રૂ.૨૨૦૮, મારૂતી સુઝુકી રૂ.૨૬૯ વધીને રૂ.૧૩,૫૮૧.૮૫, બજાજ ઓટો રૂ.૧૪૪.૧૦ વધીને રૂ.૧૦,૧૪૧.૮૫, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૮૪૩.૩૦, ટાટા મોટર્સ પેેસેન્જર રૂ.૧.૩૫ વધીને રૂ.૩૪૨.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૪૬.૫૩ પોઈન્ટ વધીને ૫૭૪૧૭.૫૨ બંધ રહ્યો હતો.

ડીબી રિયાલ્ટી રૂ.૨૧, સેમ્પ્રો રૂ.૧૪૦, ઈસબ રૂ.૮૪૬, આરઆર કાબેલ રૂ.૨૦૭ ઉછળ્યા

એ ગુ્રપ કંપનીઓના શેરોમાં આજે સિલેક્ટિવ મોટી ખરીદી થઈ હતી. ડીબી રિયાલ્ટી રૂ.૨૦.૬૩ વધીને રૂ.૧૨૩.૯૦, સેમ્પ્રો રૂ.૧૪૦.૪૦ વધીને રૂ.૯૫૪.૯૫, ઈસબ ઈન્ડિયા રૂ.૮૪૬ વધીને રૂ.૭૧૨૦.૯૫, આરઆર કાબેલ રૂ.૨૦૭.૬૦ વધીને રૂ.૧૭૭૭.૬૦,  બોમ્બે ડાઈંગ રૂ.૧૩.૪૭ વધીને રૂ.૧૨૬.૬૦, વેદાન્તા રૂ.૨૩.૨૦ વધીને રૂ.૨૯૪.૮૦, ચૌલા હોલ્ડિંગ રૂ.૧૨૭.૫૫ વધીને રૂ.૧૬૮૪, પીટીસી રૂ.૯.૪૦ વધીને રૂ.૨૧૬.૭૫, પૂનાવાલા રૂ.૧૮.૮૦ વધીને રૂ.૪૩૫.૮૦,, જીએચસીએલ રૂ.૨૨.૭૦ વધીને રૂ.૫૨૯.૩૫, મોતીલાલ ઓસ્વાલ ફાઈ. રૂ.૩૪.૯૦ વધીને રૂ.૮૩૬.૨૦  રહ્યા હતા. 

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ફંડોની ખરીદી વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૦૭ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓની  ખરીદી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૪૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૦૭ અને ઘટનારની સંખ્યા ૧૭૩૫ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૨૪ લાખ કરોડ

શેરોમાં આજે ફરી સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૯ લાખ કરોડ વધીને રૂ.૪૬૭.૨૪  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ...

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas…

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas...

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f…

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિયે ઃ વૃદ્ધાને વાતોમાં ભોળવી દાગીના પડાવ્યા | Iwe ra soläni pisekin f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank

ધોળકાના કાઠ નજીક કાળિયાર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યું | Blackbuck found injured near Dholka riverbank

1 year ago
સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

5 months ago
સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…

સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ | Satya Na…

8 months ago
દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાનના શહીદ પાયલટનો છેલ્લો વીડિયો સામે આવ્યો | Tejas Jet Crash in Du…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News