gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચકચારી બનેલું જમીન કૌભાંડઃ ચાર ફરાર શખ્સોની શોધખોળ

ખેડૂત દંપતીના નામે બોગસ આધારકાર્ડ અને ડમી માલિકો ઊભા કરી દસ્તાવેજ નોંધાવવાનું છળઃ સૂત્રધાર સહિતની ટોળકી પકડાઈ 

ગોંડલ: ગોંડલ તાલુકાના મોવિયા ગામે જમીનનાં  માલિકોની જાણ બહાર બોગસ દસ્તાવેજો ઉભા કરી બારોબાર જમીન વેંચી નાંખી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવા અંગે ગુનો નોંધાયા બાદ ગોંડલ તાલુકા પોલીસે મહિલા વકીલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બીજા ચાર આરોપીઓના પણ નામ ખુલતાં તમામની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર જમીન કૌભાંડના મુખ્ય સુત્રધાર તરીકે મૂળ મેંદરડાના અને હાલ રાજકોટનાં મનહર પ્લોટ શેરી નં.૭માં શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતાં ઉત્તમસિંહ અભેસિંહ રાઠોડ (ઉ.વ.૩૨)નું નામ ખુલ્યું છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મોવિયા ગામે સર્વે નં. ૧૦૦ પૈકીની અંદાજે ૧-૮૪-૯૬ હેક્ટર જમીન કાન્તીલાલ પાઠક અને મધુબેન પાઠકના નામે આવેલી છે. આ દંપતી હાલ અમેરિકા રહેતું હોવાથી આરોપી ઉત્તમસિંહ રાઠોડ અને તેના સાગરીતોએ જમીન હડપવાનું કાવતરું ઘડયું હતું. આરોપીઓએ તેમના નામના બોગસ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. જેના આધારે ગોંડલની કો-ઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવ્યું હતંુ. ત્યાર પછી રજિસ્ટ્રાર કચેરીમાં ડમી વ્યક્તિઓને તેમના વતી રજૂ કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો હતો. આ રીતે અલગ-અલગ ખરીદદારો પાસેથી કુલ રૂા.૭૯ લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હતી.

આ સમગ્ર કારસ્તાનમાં મુખ્ય સૂત્રધાર ઉત્તમસિંહ રાઠોડે બોગસ દસ્તાવેજો બનાવી બેંકમાં ખાતું ખોલાવ્યું હતુ જયારે વકીલ ભાવનાબેન ચાવડાએ ડમી વ્યક્તિઓ શોધી આપી રજિસ્ટ્રાર કચેરીમાં તેમની જમીનનાં માલિક તરીકે ઓળખ કરાવી હતી. વિપુલગિરિ ગોસ્વામીએ લેપટોપમાં એડિટિંગ કરી ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવી આપ્યા હતા. તુષાર દુદાણીએ દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહીઓ કરી ડમી વ્યક્તિઓની ઓળખ આપી હતી. પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ગીતાબેન કાપડી, દિનેશ નિમાવત, નિશાંત ભેટારિયા અને ગોવિંદરામ કાપડીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

– મુખ્ય સૂત્રધાર રાજકોટનો, બાકીના આરોપીઓ ગોંડલના

ગોંડલ: મુખ્ય સુત્રધાર ઉત્તમસિંહે પોતે વેપાર કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે, બીજો આરોપી વિપુલગીરી ગોંડલનાં મોવિયા ગામે રહે છે અને વીડિયો શુંટીંગનું કામ કરે છે. આરોપી ભાવનાબેન મૂળ દેરડીકુંભાજીનાં વતની છે હાલ ગોંડલ રહે છે. આરોપી તુષાર પણ હાલ ગોંડલ રહે છે. મૂળ મોવિયા  ગામનો વતની છે. વોન્ટેડ આરોપી દિનેશ ધોરાજી, ગીતાબેન ગોંડલ, નિશાંત રાજકોટ અને ગોંવિદરામ ગોંડલ રહે છે. 

– વોન્ટેડ આરોપીઓમાં કોની શું-શું ભૂમિકા 

ગોંડલ: વોન્ટેડ આરોપી દિનેશ છે. જમીન માલિક કાન્તીલાલ પાઠકનો સ્વાંગ રચી વેચાણ દસ્તાવેજમાં ખોટી સહીઓ કરી હતી. દરેક દસ્તાવેજ દીઠ તેને રૂા.૧.૨૫ લાખ મળ્યા હતા. આરોપી ગીતાબેને જમીન માલિક મધુબેનનો સ્વાંગ રચી વેંચાણ દસ્તાવેજમાં ખોટી સહીઓ કરી હતી. તેને પણ દરેક દસ્તાવેજ દીઠ રૂા.૧.૨૫ લાખ મળ્યા હતા. આરોપી નિશાંતે વેંચાણ દસ્તાવેજમાં સાક્ષી તરીકે રહી ડમી વ્યક્તિઓની ઓળખ આપી હતી. જ્યારે આરોપી ગોવિંદરામે ડમી વ્યક્તિઓની વ્યવસ્થા કરી આપી હતી. બદલામાં તેને રૂા.૩૫ હજાર મળ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo...

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

તરસામીયા રોડ પાસેથી દારૃ - બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor...

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ડક્કા ઓવારાનું કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ, ગણેશ વિસર્જન પહેલા તંત્રની ચિંત…

1 year ago
દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

દામનગરથી ટીંબીની બસનો રૃટ ફેરવવામાં આવે તો તંત્રને વધુ ટ્રાફિક મળે | If the bus route from Damnagar …

3 months ago
કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

4 months ago
નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ

નેપાળમાં ફરી રમખાણો : Gen-Zના યુવાનો રસ્તા પર, અનેક શહેરોમાં કરફ્યુ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News