gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
કોઈના પિતા ડ્રાઈવર તો કોઈના પિતાની શાકભાજીની લારી, સંઘર્ષ કરી સફળતા મેળવતા વિદ્યાર્થીઓ | students ge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઓછી સગવડો અને મર્યાદિત સંસાધનો વચ્ચે પણ ઝળહળતી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બનતા હોય છે.બીજી તરફ ઓછી આવક હોવા છતા ગમે તેમ કરીને પણ બાળકો સારો અભ્યાસ કરે તેવુ વિચારનારા વાલીઓની સંખ્યા પણ વધી રહી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૦ના પરિણામમાં આજવા રોડ પર રહેતી ફોરમ ઠક્કરે આર્થિક અગવડો વચ્ચે પણ ૯૯.૯૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.

ફોરમના પિતા સ્ટેશનરીની ડિલિવરીનું કામ કરે છે.તેમણે સંસ્થાની, સાથે કામ કરતા કર્મચારીઓની અને ઓળખીતાઓની મદદ લઈને પોતાની દીકરીને ભણાવી છે.ફોરમ કહે છે કે, ઘર નાનુ હોવાથી હું લાઈબ્રેરીમાં મોટાભાગે વાંચતી હતી.મારે ભવિષ્યમાં સી એ કરવું છે.

આ જ રીતે ખોડિયાર નગર વિસ્તારમાં રહેતી દામિની ડાભીએ ૯૬ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.તેના પિતા શાકભાજીની લારી ચલાવે છે.દામિનીની ઈચ્છા આગળ અભ્યાસ કરીને ખ્યાતનામ વકીલ બનવાની છે.

દામિનાના પિતાનું કહેવું છે કે, મેં ૧૦ ટકા વ્યાજે લઈને પણ દીકરીને અને મારા બીજા બે સંતાનોને ભણાવી રહ્યો છું.કોરોનાના સમયમાં તો મારો ધંધો પણ પડી ભાંગ્યો હતો અને તે સમયે પણ સ્કૂલની ફી તો ભરવી જ પડતી હતી.

ટયુશન વગર ૯૯.૫૬ પર્સેન્ટાઈલ, પિતા ઈડલીની લારી ચલાવે છે

 ફેનિલ પંચાલે ટયુશન વગર ૯૯.૫૬ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.ફેનિલના પિતા અને માતા રાવપુરા વિસ્તારમાં ઈડલી- વડાની લારી ચલાવે છે.ફેનિલે કહ્યું હતું કે, મેં શરુઆતથી જ સેલ્ફ સ્ટડી પર ભાર મૂકયો હતો અને ટયુશન વગર જ અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું.હું આગળ સીએનો અભ્યાસ કરવા માગું છે.ફેનિલના માતા પિતાએ કહ્યું હતું કે, ધાર્યા કરતા પણ સારુ પરિણામ આવવાની અમને ખુશી છે.

બે પૈસા વધારે મળે તો ટયુશન કરાવી શકાય

દીકરીને ભણાવવા માટે પિતા ટેમ્પો ડ્રાઈવ કરવાની સાથે મજૂરી પણ કરે છે

શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતી હેતલ વણઝારાએ આજના ધો.૧૦ના પરિણામમાં ૯૬.૯૪ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.હેતલના પિતા હરીસિંહ વણઝારા ટેમ્પો ડ્રાઈવર છે.તેમનું કહેવું છે કે, હું ટેમ્પો ચલાવું છું અને સાથે ટેમ્પાનો સામાન ચઢાવવાની અને ઉતારવાની મજૂરી પણ કરું છું.જેથી બે પૈસા વધારે મળે અને દીકરાના ટયુશનનો ખર્ચ કાઢી શકાય.મારુ ઘર પણ એક રુમ-રસોડાનું છે.મારી બીજી બે દીકરીઓ પણ છે.જેમાંથી એક છઠ્ઠામાં અને અન્ય એક નવમા ધોરણમાં અભ્યાસ કરે છે.મેં મજૂરી કરી છે પણ હું મારી દીકરીઓ મજૂરી કરે તે ઈચ્છતો નથી.મારી મોટી દીકરી હેતલ ડોકટર બનવા માગે છે અને તેને ભણાવવા માટે હું કશું પણ કરીશ.

ધો.૧ થી ૧૦ સુધી ટયુશન વગર અભ્યાસ, ૯૮.૫૦ પર્સેન્ટાઈલ મેળવ્યા

સાધન સંપન્ન પરિવારોમાં બાળકો માટે  સ્કૂલના અભ્યાસની સાથે ટયુશન અનિવાર્ય થઈ ગયું છે ત્યારે વાઘોડિયા રોડ પર રહેતી પ્રિન્સી શાહે ટયુશન વગર ૯૮.૫૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.તેના પિતા શિક્ષક છે એટલે તેમનું પણ માર્ગદર્શન મળતું હતું.પ્રિન્સી કહે છે કે, મેં  ધો.૧૦ સુધી ક્યારેય ટયુશન કર્યું નથી.

સિક્યુરિટી ગાર્ડની પુત્રીના ૯૪ પર્સેન્ટાઈલ શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ કર્યો

શિક્ષણ સમિતિની સ્કૂલમાં અભ્યાસ કરીને ૯૪ પર્સેન્ટાઈલ મેળવનાર મેઘના ઠક્કર ખોડિયાર નગરમાં રહે છે અને તેના પિતા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.૧૨૦૦૦ રુપિયાના પગારમાં પણ ઘર ચલાવીને તેના પિતા મનોજભાઈએ દીકરીને ભણાવી છે.

તેઓ કહે છે કે, હું પહેલા પગરીક્ષા ચલાવતો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો.ગત વર્ષે હાર્ટ એટેક આવ્યા બાદ પગ રીક્ષા ચલાવવાનું બંધ થઈ ગયું છે.આર્થિક સંકડામણ તો છે પણ અમારા સમાજ તરફથી ઘર ચલાવવા મદદ મળી રહી છે.મેઘનાને  આગળ અભ્યાસ કરીને ડોકટર બનવાની ઈચ્છા છે. આ માટે ગમે તે જગ્યાએથી  મદદ લેવાનો પ્રયાસ કરીશ.

શર્ટ સીવવાનુ કામ કરનારાના પુત્રના ૯૯.૭૨ પર્સેન્ટાઈલ 

ગાજરાવાડી વિસ્તારમાં રહેતા મિહિર કાયસ્થે ૯૯.૭૨ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કર્યા છે.મિહિરના પિતા પરેશભાઈ કાયસ્થ રેડીમેડ ગાર્મેન્ટની ફેક્ટરીમાં શર્ટ સીવવાનું કામ કરે છે.મિહિરનું કહેવું છે કે, મારા પિતા ધો.૧૨ પાસ છે પણ તેમણે મને ઉચ્ચાભ્યાસ માટે પ્રેરણા આપી હતી.તેમણે મને આર્થિક સંકડામણ અનુભવવા દીધી નથી.હું ધો.૧૧-૧૨ સાયન્સનો અભ્યાસ કરીને આગળ એન્જિનિયર બનવા માગું છું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…
GUJARAT

અમદાવાદમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકોએ એક સાથે યોગ કર્…

June 21, 2026
છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…
GUJARAT

છોટા ઉદેપુરમાં આમ આદમી પાર્ટીની મોટી કાર્યવાહી, કદવાલ તાલુકા પંચાયત સદસ્ય સહિત 6 કાર્યકરો સસ્પેન્ડ |…

June 21, 2026
ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
GUJARAT

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

June 21, 2026
Next Post
ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak...

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final...

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

ગોબલજ પાસે ટ્રકમાંથી રૂપિયા 93.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 93 95 l…

7 months ago
અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba…

અમદાવાદમાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં ત્રણના મોત, ભૂયંગદેવ નજીક BRTS બસે બાઈકચાલકનો લીધો ભોગ | Ahmedaba…

6 months ago
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

8 months ago
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News