gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલા કેવી દેખાતી હતી મૃતક ફરજાના? પોલીસે AIની મદદથી તૈયાર કર્યો ફોટો | Vatv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vatva 34-year-old Murder Case Updates: અમદાવાદના વટવા મર્ડર કેસ મામલે પોલીસે 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠની ગત 9 મેના રોજ ધરપકડ કરી હતી. વર્ષ 1992માં વટવામાં થયેલી હત્યાની ચોંકાવનારી ઘટનાને લઈને પોલીસે મૃતક યુવતીના ભાઈના વર્ણનના આધારે ફરજાનાની AI તસવીર જાહેર કરી છે. 

પોલીસે ફરજાનાની AI તસવીર જાહેર કરી

મૃતક યુવતીની જાહેર કરાયેલા AI તસવીર અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIએ જણાવ્યું હતું કે, ‘ફરજાનાનો ફોટો બનાવવા માટે અમે ફોન પર જ તેના લક્ષણો વિશે તેમના ભાઈ અને બહેન સાથે વાતચીત કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, તે મંદાકિની હિરોઈન જેવી લાગતી હતી. તેઓએ કરેલા વર્ણનના આધારે અમે ગ્રોક, જેમિની અને ચેટજીપીટી જેવા અલગ-અલગ AI ટૂલ્સનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 10-12 ફોટા બનાવ્યા અને તેમને ફોન પર જ મોકલતા રહ્યા હતા. છેવટે તેમણે એક ફોટો સિલેક્ટ કર્યો જે અસલ ચહેરા સાથે 80થી 85 ટકા જેટલો મળતો આવતો હતો.’

પોલીસે આપેલા AI તસવીરને જોઈને મૃતકના ભાઈએ કહ્યું કે, ‘આવી જ લગતી હતી ફરજના.’ વધુમાં પોલીસે જણાવ્યું કે, ‘ફોટો માટે કરાયેલું વર્ણન 17થી 18 વર્ષની ઉંમરનું હતું. તેની ઊંચાઈ 5 ફૂટ 2 ઇંચ જેટલી, બાંધો મધ્યમ અને થોડો હેલ્થી અને રંગ એકદમ ગોરો હતો. અમને તેના જે દાંત મળી આવ્યા તે પણ એટલા બધા સફેદ અને વ્યવસ્થિત હતા કે તેના પરથી જ ખ્યાલ આવી જાય કે તે ખરેખર ખૂબ જ રૂપાળી અને ગુડ લુકિંગ હશે.’

આ પણ વાંચો: વિદેશ જવાનો અભરખો ભારે પડ્યો! અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ

ધરપકડ કરાયેલા આરોપીઓ

વર્ષ 1992માં વટવા વિસ્તારમાં ફરજાના નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ઘરમાં દાટેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ શરૂ કરી હતી. DNA સેમ્પલ મૃતકના ભાઈના DNA સાથે મેચ થયા હતા અને અન્ય પુરાવાઓના આધારે આ ગુનામાં કુલ 4 લોકોની સંડોવણી સામે આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઇલ કેસમાં મૃતક ફરજાનાનો પતિ સમસુદ્દીન ખેડાવાળા, ઈકબાલ ખેડાવાળા મૃતકનો જેઠની ધપકડ કરી છે. આ બંને આરોપીઓ હાલ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું કે, આ હત્યામાં સામેલ અન્ય બે આરોપીઓના અગાઉ મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં સાલિયા બીબીનું 14 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને અન્ય એક આરોપી અબ્દુલ કરીમનું પણ મૃત્યુ થઈ ગયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી (ACP) ભરત પટેલે જણાવ્યું હતું કે, ટેકનિકલ સોર્સ અને જૂના રેકોર્ડ્સના આધારે આ વણઉકેલાયેલા ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપીઓએ વર્ષો સુધી આ રહસ્ય છુપાવી રાખ્યું હતું, પરંતુ ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે સત્ય સામે આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની હતી. 1992ની સાલમાં જ્યારે તેની ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ તે એક વર્ષની અંદર પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારના લોકો માટે તેની આ જીવનશૈલીથી આબરૂને નુકસાન થતું હોવાથી, તેમને ફરજાના ક્યાં છે અને શું કરે છે તેમાં કોઈ જ રસ નહોતો અને તેમણે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં નોંધ કરાવી નહોતી. ફરજાના અમદાવાદ આવ્યા બાદ તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ ફરજાનાએ તેની લગ્ન પહેલાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી. 

આ પણ વાંચો: અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગળું દબાવી હત્યા કરી, બાદમાં ખાડામાં દફનાવી દીધી

ફરજાનાની આ બાબતોથી કંટાળીને સમસુદ્દીનની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તેણે પોતાના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને અન્ય લોકો સાથે મળીને ફરજાનાની હત્યાનું કાવતરું ઘડ્યું. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર નાણાકીય ઉપકાર હતો, તેથી સમસુદ્દીન અને ફરજાના સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ ઘરમાં ખાળકુવા માટે ખાડો ખોદાવીને તૈયાર રાખ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે બાકીના લોકોએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને તે ખાડામાં તેને દફનાવી દીધી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે અબ્દુલ કરીમે ત્યાં પ્લાસ્ટર પણ કરાવી દીધું હતું.

20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યા

આ બધી પ્રાથમિક માહિતીની ખરાઈ કર્યા પછી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL તેમજ મેડિકલ એક્સપર્ટની હાજરીમાં તે મકાનમાં ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન અમને 20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યો હતો, જેને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. આ કંકાલ ફરજાનાના જ છે કે કેમ તે નક્કી કરવા માટે તેના DNA લઈને તેના જીવિત ભાઈના DNA સાથે સરખામણી કરવામાં આવી હતી. જેમાં DNA રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

June 25, 2026
સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…
GUJARAT

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

June 25, 2026
Next Post
‘બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો’, જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં…

'બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે દેશના લોકોને હાશકારો થયો', જામનગરમાં હાલારી પાઘડી પહેરી PM મોદીનું સં...

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress…

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાની માગ ઉઠી | Demands for resignation of Vadodara City Congress...

નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48

નેશનલ હાઈવે નંબર ૪૮નો ઉપયોગ ટાળવા સૂચના | Advice to avoid using National Highway No 48

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

સોનામાં ઉછાળો જારી, રૂ.100500 બોલાયા: જો કે ચાંદી વધ્યા પછી ગબડી | Gold continues to rise Rs 100 500…

1 year ago
રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું | Baroda beat Odisha by 7 wickets in Ranji Tr…

રણજી ટ્રોફીના મેચમાં બરોડાએ ઓડિશાને ૭ વિકેટથી હરાવ્યું | Baroda beat Odisha by 7 wickets in Ranji Tr…

8 months ago
સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

3 months ago
વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

વારંવાર જાહેરમાં દવાનો જથ્થો ફેંકતા અજાણ્યા શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી | Demand for strict …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News