gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor on West Bengal Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ દેશભરમાં ચર્ચા જગાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે એક ચોંકાવનારો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો છે. થરૂરના જણાવ્યા અનુસાર, બંગાળમાં જે રીતે મોટા પાયે મતદાર યાદીમાંથી નામો કાઢી નાખવામાં આવ્યા, તેનાથી ચૂંટણી પરિણામો પ્રભાવિત થયા હોઈ શકે છે.

91 લાખ નામ યાદીમાંથી ગાયબ, 34 લાખ લોકોએ કરી અપીલ

સ્ટેનફોર્ડ ઈન્ડિયા કોન્ફરન્સમાં બોલતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, બંગાળમાં SIR પ્રક્રિયા હેઠળ લગભગ 91 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. જે પૈકી 34 લાખ લોકોએ સત્તાવાર રીતે અપીલ દાખલ કરી હતી કે, તેઓ જીવિત છે અને સાચા મતદારો છે. નિયમ મુજબ દરેક કેસની અલગ તપાસ થવી જોઈએ, પરંતુ મતદાન પહેલા માત્ર ગણતરીના કેસોનો જ નિકાલ થઈ શક્યો. આજે પણ લગભગ 31-32 લાખ લોકો એવા છે જેમની સુનાવણી પેન્ડિંગ છે. આ લોકો કદાચ ભવિષ્યમાં સાચા મતદારો સાબિત થશે, પણ તેઓ 2026ની ઐતિહાસિક ચૂંટણીમાં વોટ આપવાની તક ગુમાવી ચૂક્યા છે.

આ પણ વાંચો : અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત

જીતનું અંતર અને ગાયબ મતદારોનું ગણિત

શશિ થરૂરે ભાજપની જીત અને બાકી રહેલી અપીલો વચ્ચે સીધો સંબંધ જોડતા સવાલ ઉઠાવ્યો હતો. બંગાળમાં ભાજપની જીતનું અંતર લગભગ 30 લાખ મતો છે, અને જે મતદારોની અપીલ વણઉકેલાયેલી રહી છે તેમની સંખ્યા પણ 34 લાખ છે. શું આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ અને લોકશાહી કહી શકાય? તેવો શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે 2026ની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે 207 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવીને મમતા બેનર્જીના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે, જ્યારે TMCને માત્ર 80 બેઠકો મળી છે.

આ પણ વાંચો : અમદાવાદના બાપુનગરમાં મોબાઈલ ચોરીની શંકાએ બે જૂથો વચ્ચે લોહિયાળ જંગ, પથ્થરમારામાં 3 ઈજાગ્રસ્ત

કેરળમાં પરિસ્થિતિ અલગ કોંગ્રેસને થયો ફાયદો

થરૂરે પશ્ચિમ બંગાળની સરખામણી કેરળ સાથે પણ કરી હતી. તેમણે દાવો કર્યો કે કેરળમાં ડુપ્લિકેટ મતદારોના નામ હટાવવાથી કોંગ્રેસ (UDF) ને ફાયદો થયો છે. થરૂરે આક્ષેપ કર્યો કે, કેરળમાં સત્તાધારી પક્ષ લાંબા સમયથી એક જ વ્યક્તિના નામ ચાર અલગ-અલગ બૂથ પર નોંધણી કરાવવાની પ્રક્રિયામાં માહેર હતો. આ વખતે કેરળમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 63 બેઠકો જીતી છે, જ્યારે ભાજપને 3 બેઠકો મળી છે. કેરળ અને તમિલનાડુમાં મતદાર યાદીમાંથી નામ હટાવવા સામે બહુ ઓછી અપીલો આવી હતી, જે બંગાળ કરતા સાવ વિપરીત સ્થિતિ દર્શાવે છે.

રાષ્ટ્રીય રાજકારણ પર અસર

શશિ થરૂરના મતે કેરળમાં UDFની જીત માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રાષ્ટ્રીય સ્તરે INDIA Blocની રણનીતિ અને ભવિષ્યની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જોકે, બંગાળમાં જે રીતે મતદારોના નામની અનિશ્ચિતતા વચ્ચે સત્તા પરિવર્તન થયું છે, તે આવનારા દિવસોમાં મોટો કાયદાકીય અને રાજકીય વિવાદ બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

Next Post
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લાના 91,823 ખેડૂતોને 180.63 કરોડની સહાય ચૂકવાઈ | Assistance of Rs 180 63 crores was paid to…

4 months ago
ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

1 week ago
કાચની લાઇબ્રેરી તરીકે ઓળખાતું સાર્વજનિક પુસ્તકાલય ડિજિટલ યુગ તેમજ સોશિયલ મીડિયા વચ્ચે પુસ્તકોના વાચક…

3 weeks ago
રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News