gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2026
in INDIA
0 0
0
Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Global Fuel Crisis 2026: કલ્પના કરો કે તમે પેટ્રોલ પંપ પર જાવ છો અને તમારી કારની ટાંકી ફૂલ કરાવવા માંગો છો, પરંતુ પંપ સંચાલક કહે છે, ‘સોરી સર, તમારો આ અઠવાડિયાનો ક્વોટા પૂરો થઈ ગયો છે!’ સાંભળવામાં કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે, પરંતુ વર્ષ 2026 માં વૈશ્વિક સ્તરે સર્જાયેલી ઊર્જા કટોકટીને કારણે વિશ્વના અનેક દેશોમાં આ વાસ્તવિકતા બની ચૂકી છે. મધ્ય-પૂર્વમાં ઈરાન યુદ્ધને કારણે તેલ પુરવઠામાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે. આ સંકટ વચ્ચે હવે સવાલ એ છે કે, શું ભારતમાં પણ શ્રીલંકા અને પાકિસ્તાનની જેમ ‘ફ્યુઅલ રેશનિંગ’ લાગુ થશે? તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ઈંધણના બગાડ અને બિનજરૂરી મુસાફરીમાં ઘટાડો કરવા માટે કરેલી અપીલ કઈ દિશામાં ઈશારો કરે છે?

ફ્યુઅલ રેશનિંગ એટલે શું?

કોઈ વસ્તુની ભારે અછત હોય ત્યારે સરકાર તેના વપરાશ પર નિયંત્રણ લાવે તેને ‘રેશનિંગ’ કહેવાય. ‘ફ્યુઅલ રેશનિંગ’ હેઠળ સરકાર દરેક નાગરિક અથવા વાહન માટે એક નિશ્ચિત ‘ક્વોટા’ નક્કી કરે છે. એટલે કે, તમે તમારી મરજી મુજબ ગમે તેટલું પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખરીદી શકતા નથી. આ માટે સરકાર QR કોડ, વાહનના નંબરના આધારે ‘ઓડ-ઈવન’ પદ્ધતિ અથવા ખાસ કૂપન્સનો ઉપયોગ કરી શકે છે.

દુનિયાના કયા દેશોમાં ફ્યુઅલ રેશનિંગ લાગુ કરાયું છે?

વૈશ્વિક સ્તરે અનેક દેશોએ પોતાની અર્થતંત્રને ડૂબતું બચાવવા કડક પગલાં લીધા છે. થોડા ઉદાહરણ જોઈએ.

– પાકિસ્તાન: અહીં સ્થિતિ અત્યંત ગંભીર છે. વાહનોને એક સમયે માત્ર 5 લિટર ઈંધણ આપવામાં આવે છે. ઊર્જા બચાવવા માટે સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું કહેવાયું છે.

– શ્રીલંકા: અહીં ‘નેશનલ ફ્યુઅલ પાસ’ (QR કોડ) સિસ્ટમ અમલમાં છે. કાર માટે અઠવાડિયે માત્ર 15 થી 25 લિટર અને મોટરસાયકલ માટે માત્ર 5 લિટર પેટ્રોલની મર્યાદા નક્કી કરાઈ છે.

– ફ્રાન્સ: વિકસિત યુરોપિયન દેશો પણ ફ્યુઅલ રેશનિંગમાંથી બાકાત નથી. ફ્રાન્સના અમુક વિસ્તારોમાં QR કોડ દ્વારા અઠવાડિયે 15-20 લિટરની મર્યાદા લાગુ કરાઈ છે.  

– જર્મનીઃ જર્મનીમાં એક સમયે માત્ર 10 લિટર ફ્યુઅલ મળી રહ્યું છે.

– મ્યાનમાર: મ્યાનમારમાં ‘ઓડ-ઈવન’ સિસ્ટમથી પેટ્રોલ અપાય છે.

– સ્લોવેનિયા: અહીં ફોર વ્હીલ વાહનો માટે 50 લિટરનો સાપ્તાહિક ક્વોટા નક્કી કરાયો છે.

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુઅલ રેશનિંગ? 2 - image

ભારતમાં શું સ્થિતિ છે? 

ભારત સરકારે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ક્વોટા સિસ્ટમ લાગુ કરી નથી. જોકે, ઓડિશાના રૂરકેલા અને મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જેવા કેટલાક શહેરોમાં પેટ્રોલ પંપ સંચાલકોએ પોતાની રીતે મર્યાદા નક્કી કરી દીધી છે. ઘણાં સ્થળોએ બાઈક સવારોને ₹200 થી વધુ અને કાર ચાલકોને ₹2,000 થી વધુનું પેટ્રોલ આપવામાં આવતું નથી. ગ્રાહકોને ‘ટાંકી ફૂલ’ કરવાની ના પાડીને પરત મોકલવામાં આવી રહ્યા છે, જે સૂચવે છે કે ભવિષ્યના સંકટને ધ્યાનમાં રાખીને અઘોષિત રીતે ક્વોટા સિસ્ટમ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે.

ફ્યુઅલ બચાવવા માટેના અન્ય આકરા પગલાં

વિશ્વના અન્ય દેશો ઈંધણ બચાવવા અવનવા પ્રયોગો કરી રહ્યા છે.

– વર્ક ફ્રોમ હોમ: ફિલિપાઈન્સ અને લાઓસ જેવા દેશોએ મુસાફરીનો ખર્ચ ઘટાડવા ઘરેથી કામ કરવા પર ભાર મૂક્યો છે.

– કાર-લેસ ડે: ન્યુઝીલેન્ડ અઠવાડિયામાં એક દિવસ વાહન ન ચલાવવાનો (Car-less day) નિયમ ફરી લાગુ કરવા વિચારી રહ્યું છે.

– જાહેર પરિવહનનો આગ્રહ: વિયેતનામ જેવા દેશોમાં 30% પેટ્રોલ પંપ બંધ થઈ જતા લોકો હવે ફરજિયાતપણે બસ કે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે.

– ઓનલાઈન શિક્ષણઃ બાંગ્લાદેશે ઊર્જા બચાવવા માટે શાળાઓને ઓનલાઈન કરી દીધી છે અને લોડ શેડિંગ લાગુ કર્યું છે. 

જાગૃત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નાગરિકોને ઈંધણના બગાડ અને બિનજરૂરી મુસાફરીમાં ઘટાડો કરવા અપીલ કરી છે. જો મધ્ય-પૂર્વમાં યુદ્ધ લાંબુ ચાલશે, તો ભારતમાં પણ QR કોડ આધારિત સિસ્ટમ આવવાની શક્યતા નકારી શકાય નહીં. અત્યારે આપણી પાસે શ્રેષ્ઠ માર્ગ એ જ છે કે આપણે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટાડીએ, કાર પુલિંગ (એટલે કે કારશેરિંગ) કરીએ અને ફ્યુઅલની બચતને આપણી જવાબદારી સમજીએ. આજે બચાવેલું એક લિટર પેટ્રોલ આવતીકાલની કટોકટીમાં મોટી રાહત બની શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ...

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને 'દોસ્ત' દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-'ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ' | ru...

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ | jagdish panchal bjp worker …

પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ | jagdish panchal bjp worker …

7 months ago
જામનગર નજીક સિક્કામાં રહેતા યુવાન પર વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાર | Controversy over overtaking …

જામનગર નજીક સિક્કામાં રહેતા યુવાન પર વાહન ઓવરટેક કરવાના પ્રશ્ને તકરાર | Controversy over overtaking …

5 months ago
ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh…

ગાંધીનગરમાં વધુ એક આંદોલન યોજાશે, ગુજરાતભરની આંગણવાડીની બહેનો પડતર પ્રશ્નો મુદ્દે રેલી યોજશે | gandh…

10 months ago
લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News