gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
ઉ.પ્રદેશમાં આંધી વ્યાધિ ઉપાધી : 120નાં મોત | Thunderstorm outbreak in Uttar Pradesh: 120 deaths
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોમાસાના આગમન પહેલાં 16 રાજ્યોમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદની ચેતવણી

– 10 રાજ્યોમાં 20 મે સુધી તાપમાનમાં પાંચ ડીગ્રીના વધારાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ ઃ મહારાષ્ટ્રનું અકોલા ૪૫.૯ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર

લખનઉ: ભારતમાં હજુ ચોમાસાના આગમનને થોડી વાર છે ત્યારે ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાન, કમોસમી વરસાદ, કરાં અને આકાશી વિજળીએ ભારે હાહાકાર મચાવ્યો હતો. રાજ્યના ૨૬ જિલ્લામાં ખરાબ હવામાનના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૬ જિલ્લામાં ૧૨૦ લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સિવાય ૧૭૦ પશુઓનાં મોત થયા અને ૨૨૭થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. 

બીજીબાજુ ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૫.૨ ડિગ્રી સે. તાપમાન સાથે કાળઝાળ ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત પહેલાં ૧૬ રાજ્યોમાં ભારે વરસાદની એલર્ટ આપી હતી. બીજીબાજુ દેશના અન્ય ભાગોમાં ગરમીનો કેર યથાવત્ રહ્યો હતો. મહારાષ્ટ્રનું અકોલા ૪૫.૯ ડિગ્રી સે. તાપમાન સાથે ગુરુવારે દેશનું સૌથી ગરમ શહેર હતું. હવામાન વિભાગે ૧૦ રાજ્યોમાં ૨૦ મે સુધીમાં તાપમાન પાંચ ડિગ્રી સુધી વધવા સાથે હીટવેવની ચેતવણી આપી છે.

ઉત્તર પ્રદેશમાં કમોસમી વરસાદ, આંધી-તોફાન અને કરાંએ ભારે હાહાકાર મચાવ્યો છે. આંધી, તોફાન, મૂશળધાર વરસાદના કારણે રાજ્યમાં સૌથી વધુ જાનહાનિ પ્રયાગરાજમાં થઈ છે, જ્યાં ૨૧ લોકોનાં મોત થયા હતા. આ સિવાય મિર્ઝાપુરમાં ૧૯, ભદોહીમાં ૧૬ અને ફતેહપુરામાં ૧૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખરાબ હવામાનના કારણે થયેલા મોત અને દુર્ઘટનાઓની નોંધ લેતા સરકારી તંત્રને ૨૪ કલાકમાં અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા નિર્દેશો આપ્યા હતા.

હવામાન વિભાગે દિલ્હી, એનસીઆર સહિત ૧૬ રાજ્યોમાં આંધી સાથે મૂશળધાર વરસાદની ચેતવણી આપી છે. ઉત્તરમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશષ ઉત્તરાખંડથી લઈને પૂર્વોત્તર ભારતમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા તેમજ પૂર્વ ભારતમાં ગંગાના મેદાની વિસ્તારોમાં આગામી દિવસોમાં આંધી સાથે મુશળધાર વરસાદની આગાહી કરી છે. 

બીજીબાજુ હવામાન વિભાગે દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસાની પ્રગતિ અંગે રાહતના સમાચાર આપ્યા હતા. હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડીમાં બનેલા વેલ-માર્ક્ડ ઓછા દબાણના ક્ષેત્રના કારણે ચોમાસાની ગતિ ઝડપી થઈ છે અને આ સપ્તાહના અંત સુધીમાં તે અંદામાન-નિકોબારમાં પહોંચવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ ૧૬ મેને શનિવારે ચોમાસુ દક્ષિણ બંગાળની ખાડીના કેટલાક ભાગો, અંદામાન સાગર અને અંદામાન-નિકોબાર ટાપુ સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે ચોમાસુ ૨૦ મેએ અંદામાનમાં પહોંચે છે, પરંતુ આ વખતે ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા છે.

જોકે, આ પહેલાં દેશના ઉત્તર-પશ્ચિમ ભારતમાં કાળઝાળ ગરમી લોકોને પરેશાન કરશે. ઉત્તર પ્રદેશમાં આંધી, તોફાન અને મૂશળધાર વરસાદના કેર વચ્ચે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. પૂર્વીય ઉત્તર પ્રદેશનું બાંદા ૪૫.૨ ડિગ્રી સે. સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. જોકે, મહારાષ્ટ્રનું અકોલા ૪૫.૯ ડિગ્રી સે. સાથે દેશનું સૌથી ગરમ શહેર હતું.

હવામાન વિભાગે ૨૦ મે સુધી ૧૦ રાજ્યોમાં હીટવેવની એલર્ટ આપવા સાથે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી સુધી વધવાની ચેતવણી આપી હતી. પશ્ચિમ રાજસ્થાનમાં ૧૯ મે સુધીમાં અનેક જગ્યાઓ પર હીટવેવ અને કેટલાક વિસ્તારોમાં ભયાનક હીટવેવની સ્થિતિ રહેશે. રાજસ્થાનમાં ગુરુવારે ફલોદી ૪૫.૧ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર હતું. આ સિવાય બારમેર અને જેસલમેરમાં પણ તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ હતું. મધ્ય ભારતમાં પણ તાપમાન ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે. મધ્ય પ્રદેશ ત્રણ દિવસ સુધી રેેડ ઝોનમાં રહી શકે છે, જ્યાં કેટલાક વિસ્તારમાં તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર રહેશે. ઈન્દોર, ઉજ્જૈન તથા અન્ય જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રી ઉપર રહેશે. દિલ્હીમાં ગુરુવાર ૪૦.૬ ડિગ્રી સાથે આ મહિનાનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. 

રાજ્યમાં ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

ઉત્તર પ્રદેશના બરેલીમાં આંધીમાં યુવક ઉડયાનો વીડિયો વાયરલ

ઉત્તર પ્રદેશમાં ભારે આંધી, તોફાન અને મૂશળધાર વરસાદના કારણે લોકો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા. આંધી-તોફાનના કારણે પ્રતિ કલાક ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે અનેક સ્થળે વૃક્ષો ઊખડી ગયા હતા અને વીજળીના થાંભલા પડી ગયા હતા. રાજ્યમાં આ આપદાના સમયમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બરેલીમાં આંધીથી બચવા માટે ટીન શેડને પકડીને ઊભેલો એક યુવક હવામાં ઊડયો હોવાનું જોવા મળ્યું હતું. એક યુઝરે આ વીડિયો શેર કરતા લખ્યું કે બરેલીના ભમૌરા વિસ્તારમાં નન્હે નામનો એક યુવક આંધીમાં ઊડી ગયો હતો. આ વીડિયો ખૂબ જ વાયરલ થયા પછી અંતે બરેલી પોલીસે ખુલાસો કરતા આ વીડિયોને ફેક ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, વાયરલ વીડિયો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. વીડિયોને નાટકીય અને ડરામણો બનાવવા માટે તેમાં એડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…
INDIA

દિલ્હીમાં બ્રિક્સની બેઠકમાં ઇરાને અમેરિકા માટે કહ્યું : ‘એક સામ્રાજ્ય પતનના આરે’ | At the BRICS meet…

May 15, 2026
જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…
INDIA

જે.ડી.વાન્સને પ્રમુખ ટ્રમ્પ ચીન શા માટે ન લઇ ગયા ? વાન્સે કહ્યું : ‘હું વ્હાઇટ હાઉસમાં એકલતા અનુભવું…

May 15, 2026
કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…
INDIA

કરોડોના જાન લેનારો અલનીનો પાછો આવી રહ્યો છે : ભારત માટે તે કેટલો ભયરૂપ બની શકશે ? | El Nino which cl…

May 15, 2026
Next Post
ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h…

ડોલર સામે રૂપિયો વધુ તૂટી 96ની નજીક 95.97 સુધી પટકાયો | Rupee falls further against dollar near 96 h...

ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou…

ક્રૂડમાં ઘટાડો: સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી ડિસ્કાઉન્ટ વધ્યા | Crude prices fall: Discou...

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G…

ક્રૂડ તેલના 100 ડોલર ઉપર ભાવથી જીડીપીમાં અડધા ટકાનો ફટકો પડશે | Crude oil price above 100 will hit G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

2 months ago
નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

નવા વર્ષમાં યુવા વર્ગ બે ભાગમાં વહેંચાયો : એક ડાન્સ-ડિનર-ડ્રિન્કમાં અન્યએ ગરબે ઘૂમી પ્રભુ ભક્તિ કરી …

4 months ago
પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ | China supports Pakist…

1 year ago
છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…

છોટા ઉદેપુર: નાની પીપલેજ પાસે બંધ હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં શખસનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાનો આક્…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News