gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે | 1 25…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2025
in Business
0 0
0
1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે | 1 25…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PF Account Holders: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશને તેના સભ્ય માટેના ફોર્મ નંબર 13માં સુધારો કર્યો છે. જેમાં એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાતી વ્યક્તિ માટે પ્રોવિડન્ટ ફંડનું ખાતું એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવવાની વિધિ અત્યંત સરળ બની જશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ સુધારેલા આ ફોર્મને કારણે પ્રોવિડન્ટ ફંડનો વેરાપાત્ર વ્યાજનો હિસ્સો અને બિનવેરાપાત્ર વ્યાજનો હિસ્સો અલગથી જોઈ શકાશે. હવે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરી કંપનીઓના માલિકોને એક જ સાથે અનેક કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ જનરેટ કરવાની કામગીરીમાં પણ મદદ કરશે. તેને માટે અલગથી આધાર કાર્ડનું સીડિંગ કરાવવું પડશે નહીં. આમ સમગ્ર કાર્યવાહી અત્યંત સરળ બની જશે. આ નવી વ્યવસ્થાનો દેશના અંદાજે 1.25 કરોડ પ્રોવિડન્ટ ફંડ ખાતાધારકોનો ફાયદો થશે.

પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની કામગીરીને વધુ સરળ બની 

ફોર્મ નંબર 13 ભરીને નોકરિયાત નોકરી બદલે ત્યારે તેનું પ્રોવિડન્ટ ફંડ એક કંપનીમાંથી બીજી કંપનીમાં ઝડપથી ટ્રાન્સફર કરાવી શકશે. જૂની સિસ્ટમમાં નોકરિયાતે જૂની અને નવી બંને કંપનીઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડની ટ્રાન્સફર માટે મંજૂરી લેવી પડતી હતી. ફોર્મ 13 ભરી દેવાથી જૂની કંપનીમાં જમા પડેલું પ્રોવિડન્ટ ફંડ આપોઆપ જ નવી કંપનીમાં ટ્રાન્સફર થઈ જશે.

હવે પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમ પર ચૂકવવામાં આવતા વ્યાજની રકમમાંથી વેરાપાત્ર વ્યાજ કેટલું છે અને બિનવેરાપાત્ર વ્યાજ કેટલું છે તે પણ અલગથી દર્શાવશે. પરિણામે ખાતાંધારક માટે વેરાની જવાબદારી અદા કરવી સરળ બની જશે. આ વ્યવસ્થાને પરિણામે વ્યાજની રકમ પર ટીડીએસ કેટલો કરવો તે પણ સરળતાથી ગણી શકાશે. ભવિષ્યમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ ન થાય તેવી આ વ્યવસ્થા હોવાનું એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીના સૂત્રોનું કહેવું છે.

આ પણ વાંચો: 14 બોલમાં ઝડપી ફિફ્ટી, 4 ચોગ્ગા, 6 છગ્ગા…. રોમારિયો શેફર્ડે CSKના બોલરોનો ઉધડો લીધો

આ સાથે જ પ્રોવિડન્ટ ફંડના ખાતાને સેટલ કરી આપવાની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવી દેવામાં આવી છે. નોકરીમાંથી નિવૃા થયા બાદ પોતાના પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટને ઝડપથી સેટલ કરી દેવાની અને પ્રોવિડન્ટ ફંડની રકમ પોતાના ખાતામાં લઈ લેવા માગનારાઓને તેનાથી ખાસ્સો લાભ થશે.

બલ્કમાં એટલે કે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર પણ નવું ફોર્મ 13 ભરીને જનરેટ કરી શકાશે. પ્રોવિડન્ટ ફંડના સભ્ય અને તેમાંય ખાસ કરીને એક્ઝમ્પ્ટેડ પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટોએ ઈપીએફઓમાં જોડાઈ જવું પડશે અથવા તો પછી તેમને મળતી માફી પાછી ખેંચી લેવી પડશે. તેમ જ અર્ધન્યાયિક કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા કેસોમાં પણ ઇપીએફોમાં જોડાઈ જવાનો કે વેરામાફીના લાભ જતાં કરવાનો વિકલ્પ મળશે. કંપનીમાં કામ કરતાં કર્મચારીઓના ડેટા-વિગતોને આધારે એક સાથે અનેક કર્મચારીઓના યુનિફાઈડ એકાઉન્ટ નંબર જનરેટ કરી શકશે. તેને માટે આધાર કાર્ડ પણ તત્કાળ આપવો પડશે નહીં. જોકે આધાર કાર્ડનું સીડિંગ કે અપલોડ કરવાની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી યુનિફાઈડ એકાઉન્ટ નંબરને ફ્રોઝન રાખવામાં આવશે.

પ્રોવિડન્ટ ફંડનું કયું વ્યાજ વેરા પાત્ર ગણાશે

•પગારની રકમ પર સંપૂર્ણ વેરો ચૂકવી દીધા બાદ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવામાં આવતી રકમ પર મળતા વ્યાજની આવક પર કોઈ જ વેરો લેવામાં આવશે નહિ.

•કંપનીના માલિક પગારની આવકના ૧૨ ટકા રકમ પ્રોવિડન્ટ ફંડના ફાળા તરીકે જમા કરાવે તો તે રકમ પરની વ્યાજની આવક વેરાપાત્ર બનશે નહીં.

•કંપનીના માલિક દ્વારા પ્રોવિડંટ ફંડમાં વરસ દરમિયાન આપવામાં આવતા ફાળાની રકમ 2.5 લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની રકમ પર થતી વ્યાજની આવક પર વેરો લાગશે.

•જો કંપનીના માલિકનો હિસ્સો પ્રોવિડન્ટ ફંડમાં જમા ન થતો હોય તો તેવા કિસ્સામાં વાર્ષિક વ્યાજની આવક ૫ લાખ રૂપિયાથી વધી જાય તો તે વધારાની વ્યાજની આવક પર આવકવેરો લાગે છે. 2021-22ના વર્ષમાં નવા દાખલ કરવામાં આવેલા નિયમ હેઠળ પ્રોવિડન્ટ ફંડના ખાતામાં વરસે 5 લાખ રૂપિયાથી વધારેની વ્યાજની જમા થતી રકમ આવકવેરાને પાત્ર બને છે.

•પાંચ વર્ષની નોકરી પછી પ્રોવિડન્ટ ફંડની રકમનો ઉપાડ કરવામાં આવે તો તે પ્રોવિડન્ટ ફંડની સંપૂર્ણ રકમ વેરામુક્ત ગણાય છે.

•પ્રોવિડન્ટ ફંડના ખાતામાં જમા પડેલી રકમનો પાંચ વર્ષ પહેલા ઉપાડ કરવામાં આવે તો તેવા સંજોગોમાં કંપનીના માલિક દ્વારા આપવામાં આવેલા ફાળાની રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ આવકવેરાને પાત્ર બની જાય છે. આવકવેરાની કલમ 80 સી હેઠળ મેળવેલો લાભ પણ આ પ્રકારના કિસ્સાઓમાં પાછો ખેંચાઈ જશે અને કંપનીના માલિકે જમા કરેલી રકમ અને તેના પર મળેલા વ્યાજની રકમ વેરાને પાત્ર બનશે.

1.25 કરોડ PF ખાતાધારકોને ફાયદો, એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં કરપાત્ર વ્યાજ હવે અલગથી દર્શાવાશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…
Business

સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

May 12, 2026
સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…
Business

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

May 12, 2026
Next Post
પદ્મશ્રી સન્માનિત 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ | yoga guru …

પદ્મશ્રી સન્માનિત 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું નિધન, વારાણસીમાં લીધા અંતિમ શ્વાસ | yoga guru ...

14 લાખ કરોડની સંપત્તિ ધરાવતા વૉરન બફેટનું મોટું એલાન, કહ્યું -‘ હવે સમય આવી ગયો છે..’ | Big announce…

14 લાખ કરોડની સંપત્તિ ધરાવતા વૉરન બફેટનું મોટું એલાન, કહ્યું -' હવે સમય આવી ગયો છે..' | Big announce...

મોદી સરકારે અચાનક IMFમાંથી કાર્યકારી નિર્દેશકને પદથી હટાવ્યાં, પાક. અંગે બેઠક પહેલા મોટો નિર્ણય | In…

મોદી સરકારે અચાનક IMFમાંથી કાર્યકારી નિર્દેશકને પદથી હટાવ્યાં, પાક. અંગે બેઠક પહેલા મોટો નિર્ણય | In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

‘ભૂતકાળ’ના હથિયારોની મદદથી ‘વર્તમાન’ના યુદ્ધ જીતવા મુશ્કેલ, CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન | cant wi…

10 months ago
પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

પાણશીણા નજીક એકટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતાં 2 વ્યક્તિના મોત | 2 people die after Activa hits un…

8 months ago
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો માહોલઃજિ.પંચાયતના પ્રમુખ SEBC મહિલા હશેઃ8માંથી 4 તાલુકામાં સામાન્ય વર્ગના …

1 month ago
ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

ગાંધીનગરના રાયસણમાં શ્રમિકની હત્યા કરી મૃતદેહ ઝાડ પર લટકાવી દેવાયો, પોલીસમાં દોડધામ | Labourer Found…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News