gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
દમણને મળશે મોટી ભેટ : જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને રૂ. 250 કરોડની હાઇટેક હોસ્પિટલનું થશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Daman New Civil Airport Launch Date : સંઘપ્રદેશ દમણ અને દીવ હવે પ્રગતિના એક નવા પંથે અગ્રેસર થવા જઈ રહ્યું છે. આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણને એક સાથે બે મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં નવનિર્મિત ભવ્ય સિવિલ એરપોર્ટ અને સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાથી સજ્જ સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણને પગલે પ્રશાસકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય જાહેર સમીક્ષા બેઠક યોજીને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રૂ. 100 કરોડના ખર્ચે તૈયાર થયું ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ એરપોર્ટ

પર્યટન સ્થળ તરીકે નામના મેળવી ચૂકેલા દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં દેશ-વિદેશના પ્રવાસીઓની અવરજવર સરળ બને તે માટે દમણના દેવકા રોડ પર અંદાજે રૂ. 100 કરોડના ખર્ચે આ ભવ્ય સિવિલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

એરપોર્ટ પર કેવી હશે સુવિધાઓ?

આ એરપોર્ટ અંદાજે 1 લાખ ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. એરપોર્ટ પર 5,460 ચોરસ મીટરનું અત્યાધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. અહીં 180 મુસાફરોની ક્ષમતા ધરાવતો વેઇટિંગ રૂમ અને 16 વ્યક્તિઓ માટે ખાસ વીવીઆઈપી (VVIP) લોન્જ તૈયાર કરાયો છે. હાલમાં 12 ચેક-ઇન કાઉન્ટર્સ તૈયાર છે, જે ભવિષ્યમાં વધારીને 16 કરાશે. આ ઉપરાંત, રનવે પર A-320 સાઇઝના બે મોટા એરક્રાફ્ટ પાર્ક થઈ શકશે અને મુસાફરો માટે 57 ગાડીઓનું પાર્કિંગ સ્ટેન્ડ પણ બનાવાયું છે. લોકાર્પણ બાદ આ એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) હસ્તક રહેશે.

આ પણ વાંચો : દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ: મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખસ ઝડપાતા થયો મોટો ખુલાસો

દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સાથે જોડાશે કનેક્ટિવિટી

પ્રાપ્ત માહિતી અનુસાર, લોકાર્પણના પ્રથમ દિવસે જ દમણ-દિલ્હી વચ્ચેની ફ્લાઈટ સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે. ત્યાર બાદ ટૂંક સમયમાં જ દમણ-મુંબઈ અને દમણ-અમદાવાદ વચ્ચેની એર કનેક્ટિવિટી પણ શરૂ થવાની સંભાવના છે. આ હવાઈ સેવા શરૂ થવાથી સ્થાનિક વેપાર અને પર્યટન ઉદ્યોગને જબરદસ્ત વેગ મળશે.

મરવડ હોસ્પિટલ સહિત રૂ. 250 કરોડથી વધુના વિકાસકાર્યો

એરપોર્ટ ઉપરાંત દમણવાસીઓને આરોગ્ય ક્ષેત્રે પણ મોટી સોગાદ મળવા જઈ રહી છે. મરવડ ખાતે રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થયેલી સેન્ટ્રલાઈઝ્ડ એસી સુવિધાવાળી સરકારી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સિવિલ એરપોર્ટ અને હાઇટેક હોસ્પિટલ સહિતના પ્રોજેક્ટ્સના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના પહેલા અઠવાડિયામાં દમણની મુલાકાતે આવે તેવી પ્રબળ સંભાવના છે. તેઓ અન્ય 25થી વધુ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.

આ પણ વાંચો : સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20…

નીટ ફિઝિક્સ પેપર લીક કેસમાં મુખ્ય મહિલા આરોપી ઝડપાઈ, CBIએ પુણેથી આરોપી પ્રોફેસરને દબોચી | neet ug 20...

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | …

રશિયાની લાલચમાં 49 ભારતીયોના મોત, કુલ 217 સેનામાં જોડાયા હતા ! SCમાં કેન્દ્રનો ચોંકાવનારો રિપોર્ટ | ...

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc…

ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ-રિક્ષા વચ્ચે ભયાનક ટક્કરઃ અકસ્માતમાં 6 લોકોના મોત | Odisha Ganjam Road Acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં શાંતિલાલ શાહ ઈજનેરી કોલેજની બે ટીમ ગ્રાન્ડ ફિનાલે માટે પસંદગી પામી | 2 te…

8 months ago
જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…

જનમાર્ગ લિમિટેડ સંચાલિત BRTSની બસોમાં પાંચ વર્ષમાં ૭૯ હજારથી વધુ બ્રેકડાઉન નોંધાયા | Managed by Janm…

6 months ago
ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

ભદ્રકાળી માતાની નગરયાત્રા જોવા આવેલી મહિલાનો દોરો તૂટયો

6 months ago
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News