gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
‘કોકરોચ જનતા પાર્ટી’ ને પડકારવા હવે ‘ઓગી જનતા પાર્ટી’ મેદાને, અભિજિતને કર્યા કાઉન્ટર સવાલ | CJP vs O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CJP vs OJP: સુપ્રીમ કોર્ટના સીજેઆઈ સૂર્યકાંત દ્વારા યુવાઓ પર કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયેલો વિવાદ હવે એક નવા જ સ્તરે પહોંચી ગયો છે. ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ને ટક્કર આપવા માટે હવે તેની વિરોધી પાર્ટી ‘ઓગી જનતા પાર્ટી’ (OJP)નો જન્મ થયો છે. જાણીતી કાર્ટૂન સિરીઝ ‘ઓગી એન્ડ ધ કોકરોચેઝ’ પરથી પ્રેરણા લઈને બનેલી આ ઓજેપીએ હવે સોશિયલ મીડિયા પર સીજેપી સામે મોરચો ખોલી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ‘કોકરોચ જનતા પાર્ટી’એ છેલ્લા ત્રણ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોને પણ પાછળ છોડીને ભારે લોકપ્રિયતા મેળવી છે, જોકે ભારતમાં તેનું X હેન્ડલ બંધ કરી દેવામાં આવ્યું છે.

‘ઓગી જનતા પાર્ટી’એ સીજેપીના ફાઉન્ડર પર સાધ્યું નિશાન

ઓગી જનતા પાર્ટી (OJP) મેદાનમાં આવતાની સાથે જ તેણે સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. ઓજેપીએ સવાલ ઉઠાવ્યો છે કે સીજેપીના ફાઉન્ડરનો આમ આદમી પાર્ટી (AAP) સાથે શું સંબંધ છે? ઓજેપીએ પુરાવા તરીકે વર્ષ 2024ની એક પોસ્ટ શેર કરી છે, જેમાં અભિજીત દીપકે બોસ્ટન જતા પહેલા મનીષ સિસોદિયાનો આભાર માન્યો હતો. તે પોસ્ટમાં દીપકેએ લખ્યું હતું કે, ‘હું તમારી સાથે કામ કરવાની તક મળવા બદલ આભારી છું. હવે હું તમારા માર્ગદર્શન હેઠળ બોસ્ટન જઈ રહ્યો છું. અંતર વધવાથી આપ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ક્યારેય ઓછી નહીં થાય.’ આ પોસ્ટને આગળ ધરીને ઓજેપી હવે સીજેપીને ઘેરી રહી છે.

શું છે ઓજેપીનો મુખ્ય નારો અને લક્ષ્ય?

ઓજેપીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ પ્રતિકાત્મક પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ પ્રકારના કોકરોચનો નાશ કરવાનો છે. પાર્ટીએ સ્પષ્ટ નારો આપ્યો છે કે, ‘કોઈપણ રોચ (કોકરોચ), ગમે તે સાઈઝનો કે ગમે તે પ્રજાતિનો હોય, તેને ખતમ કરવામાં આવશે.’ આ સાથે જ ઓજેપીએ સીજેપીની તીખી આલોચના કરતા ઇન્સ્ટાગ્રામ પર સ્વતંત્રતા સેનાનીઓની તસવીરો શેર કરી છે. ઓજેપીએ લખ્યું છે કે, ‘તલવારની ધાર પર બનેલી આ ભૂમિના યુવાઓ આજે પોતાને કોકરોચ કહેવડાવવામાં ગર્વ અનુભવી રહ્યા છે, જે વાસ્તવમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી હોવાના લક્ષણો છે.’

એનિમલ વેલફેર અને NEET પેપર લીક મુદ્દે નવો એજન્ડા

‘ઓગી જનતા પાર્ટી’એ માત્ર વિરોધ કરવાને બદલે પશુઓની સુરક્ષા માટે પોતાનો એક અલગ ઢંઢેરો (મેનિફેસ્ટો) પણ જાહેર કર્યો છે. જેમાં પશુઓ માટે ફ્રી હેલ્થકેર, કડક કાયદા, વધુમાં વધુ શેલ્ટર હોમ અને એડોપ્ટેશન કેમ્પેઈન ચલાવવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત, દેશમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવીને ઓજેપીએ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ પણ કરી છે. હાલમાં ઇન્સ્ટાગ્રામ પર ઓજેપીના 10 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે.

આ પણ વાંચો: 46.4 ડિગ્રી તાપમાન સાથે યુપીનું બાંદા દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂરની સ્થિતિ

વિવાદો વચ્ચે સીજેપીને મળ્યો કોંગ્રેસ અને ડાબેરીઓનો સાથ

બીજી તરફ, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ને રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. કેરળના સત્તાધારી પક્ષ કોંગ્રેસ, તેના સહયોગી પક્ષ IUML અને વિપક્ષ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના કેટલાય યુવા નેતાઓએ આ વ્યંગાત્મક સોશિયલ મીડિયા એકાઉન્ટને પોતાનો ટેકો જાહેર કર્યો છે. નવનિર્વાચિત ધારાસભ્ય અબિન વર્કી (કોંગ્રેસ), પી કે નવાસ અને ટી પી અશરફઅલી (IUML) તેમજ વી કે સનોજ (માકપા) એ સીજેપીના અભિયાનને યોગ્ય ગણાવ્યું છે. આ ઉપરાંત ‘સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા’ (SFI)ના પ્રદેશ અધ્યક્ષ એમ શિવપ્રસાદ સહિતના વિદ્યાર્થી નેતાઓ પણ આ કેમ્પેઈનની તરફેણમાં આવ્યા છે. યુવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્કીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સામે વાજબી સવાલો ઉઠાવતા કોઈપણ આંદોલનને સમર્થન આપવામાં કંઈ ખોટું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…
INDIA

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

May 23, 2026
‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…
INDIA

‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…

May 23, 2026
કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…
INDIA

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…

May 23, 2026
Next Post
મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be…

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો, જાણો નવી કિંમત | CNG Price Hike: CNG Be...

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા...

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા | 45 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

આસામમાં હિમંતની હેટ્રિક: ‘મિયાં પોલિટિક્સ’ અને ‘મામા’ની લોકપ્રિયતા, ભાજપની જીતના 5 કારણો | himanta b…

3 weeks ago
વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit…

વડોદરા કોર્પોરેશનના અંદાજપત્ર અંગે શ્વેત પત્ર જાહેર કરવા પૂર્વ વિપક્ષના નેતાની માંગ | Former Opposit…

3 months ago
લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present

લોનના દર તથા EMIમાં હાલ કોઇ રાહત નહીં | There is no relief in loan rates and EMIs at present

8 months ago
બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …

બોડેલી નજીક અલીપુરા ચાર રસ્તા પાસે કરુણાંતિકા: પતંગના ઘાતક દોરાએ બાઈક ચાલકનો ભોગ લીધો | bodeli bike …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News