![]()
Badrinath Dham Glacier Collapse : ઉત્તરાખંડના બદ્રીનાથ ધામથી ચાર કિલોમીટર દૂર કંચનગંગા ઉપર ગ્લેશિયર તૂટ્યું હોવાની માહિતી મળી છે. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારના નુકસાનની માહિતી મળી નથી. ગરમીના કારણે તાપમાન વધવાથી દર વર્ષે ગ્લેશિયલ પીગળીને નીચે તરફ આવી રહ્યું છે. તાજેતરની ઘટના અંગે ચમોલીના પોલીસ અધિક્ષક સુરજીત સિંહ પવારે કહ્યું કે, તંત્ર ઘટના પર નજર રાખી રહ્યું છે.
હિમાલયમાં હિમવર્ષાની પેટર્ન બદલાઈ
વાડિયા હિમાચલ ભૂ-વિજ્ઞાન સંસ્થાનના વિજ્ઞાનીઓએ ચિંતા વ્યક્ત કરવાની સાથે કહ્યું છે કે, હિમાચલમાં હિમવર્ષાની પેટર્ન બદલાઈ રહી છે. અગાઉ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પડતી હિમવર્ષા હવે માર્ચ-એપ્રિલમાં પડી રહી છે, જેની સીધી અસર ગ્લેશિયલ પર પડશે. આ પેટર્નના કારણે ટ્રી લાઈન પણ સતત ઉપર ખસકી રહી છે.
આ પણ વાંચો : જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી!
શિયાળા કરતાં ઉનાળામાં વધુ બરફવર્ષા !
હિમાલયમાં શિયાળા કરતાં ઉનાળામાં વધુ બરફવર્ષા થવાનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં આવેલી અસમાનતા છે. શિયાળાની ઋતુમાં પશ્ચિમી વિક્ષોભ નબળો પડવાને લીધે વરસાદ અને બરફવર્ષામાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે ઉનાળામાં તેનું જોર વધવાને કારણે બરફવર્ષાની સાથે-સાથે ભારે વરસાદ, કરા પડવા અને કુદરતી આપત્તિઓનું જોખમ વધી ગયું છે. વાડિયા હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજીના વૈજ્ઞાનિક ડૉ. પંકજ ચૌહાણ જણાવે છે કે બાગેશ્વરના પિંડારી અને કફની ગ્લેશિયરની જેમ સમગ્ર મધ્ય હિમાલય હાલમાં આ મોટા બદલાવનો સામનો કરી રહ્યો છે.
આ પણ વાંચો : થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન










