gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા ન…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
વડોદરા : હોદ્દા મેળવવા ગોડફાધરો સુધી પહોંચી શકેલા અનેક કોર્પોરેટર વોર્ડ કચેરી કે વડી કચેરીએ ફરક્યા ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા ચૂંટાયેલા કોર્પોરેટરો વિકાસના મોટા મોટા વચનો સાથે જનતાના આશીર્વાદથી સત્તાના દરવાજા સુધી પહોંચ્યા છે. પરંતુ ચૂંટાયા બાદના શરૂઆતના દિવસોમાં જ અનેક નગરસેવકોની કામગીરી અને હાજરી અંગે સવાલો ઉભા થવા લાગ્યા છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાંથી એવી ચર્ચાઓ ઉઠી રહી છે કે, અનેક કોર્પોરેટરોએ હજુ સુધી પોતાના વોર્ડ કચેરીની નિયમિત મુલાકાત શરૂ કરી નથી અને કેટલાક તો ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની મુખ્ય કચેરી સુધી પણ પહોંચ્યા નથી. ચૂંટણી દરમિયાન રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, સફાઈ અને દબાણ જેવી સ્થાનિક સમસ્યાઓ ઉકેલવાના વચનો આપનાર પ્રતિનિધિઓ હવે લોકોની નજરે શોધવા મુશ્કેલ બન્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ગટરના પ્રશ્નો, સફાઈનો અભાવ અને ટ્રાફિક જેવી સમસ્યાઓ દિવસે દિવસે વધી રહી છે. નાગરિકો પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે પરંતુ ઘણા સ્થળોએ લોકોમાં એ વાતની નિરાશા છે કે કોર્પોરેટરો હવે માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત બની ગયા છે.

સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, ચૂંટણી જીત્યા બાદ હવે મોટાભાગના નગરસેવકોનું ધ્યાન વિકાસકાર્ય કરતાં હોદ્દા મેળવવાની રાજનીતિ તરફ વધુ વળી ગયું છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અન્ય મહત્વના હોદ્દા મેળવવા માટે ગોડફાધરોના શરણે જવાની રાજકીય દોડધામ તેજ બની છે. શહેરના રાજકીય વર્તુળોમાં મીટીંગો, ભલામણો અને આંતરિક લોબીંગની ચર્ચાઓ જોર પકડી રહી છે.

લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, જો ચૂંટાયા બાદના શરૂઆતના દિવસોમાં જ જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે જોવા ન મળે તો આગામી પાંચ વર્ષ દરમિયાન સામાન્ય નાગરિકોના પ્રશ્નો કેવી રીતે ઉકેલાશે? વોર્ડ કચેરીઓમાં લોકો ફરિયાદ લઈને પહોંચી રહ્યા છે પરંતુ અનેક જગ્યાએ કોર્પોરેટરોની ગેરહાજરીના કારણે તંત્ર પર જ નિર્ભર રહેવાની સ્થિતિ સર્જાઈ રહી છે.

ખાસ કરીને શહેરના મધ્ય અને પશ્ચિમ વિસ્તારોમાં રસ્તાઓની હાલત, ગટર ઓવરફ્લો, પીવાના પાણીની અનિયમિતતા અને દબાણોની ફરિયાદો વધી રહી છે. ચૂંટણી પહેલાં “દરવાજે દરવાજે સેવા”ના દાવા કરનાર કેટલાક પ્રતિનિધિઓ હવે લોકો માટે અપ્રાપ્ય બની ગયા હોવાની લાગણી મતદારો વ્યક્ત કરી રહ્યા છે. જાહેર જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે માત્ર હોદ્દા મેળવવા પૂરતું રાજકારણ પૂરતું નથી. લોકો એ આશા સાથે મત આપે છે કે તેમનો પ્રતિનિધિ પ્રશ્નોની વચ્ચે ઉભો રહેશે, તંત્ર સાથે સંકલન કરશે અને વિકાસના કામોને ગતિ આપશે. જો શરૂઆતથી જ લોકો અને પ્રતિનિધિઓ વચ્ચે અંતર વધશે તો વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે નવા ચૂંટાયેલા નગરસેવકો જનતાની વચ્ચે ફરી સક્રિય બને છે કે પછી હોદ્દાની રાજનીતિમાં જ વ્યસ્ત રહી શહેરના પ્રશ્નોને પાછળ ધકેલી દે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે …

વડોદરામાં હોટલ રોયલ પેલેસમાંથી પરપ્રાંતિય પિસ્તોલ અને કારતૂસ સાથે ઝબ્બે : રૂ.3 લાખનો મુદ્દામાલ કબજે ...

વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p…

વડોદરામાં લોકોનો ફરી હોબાળો, સ્માર્ટ મીટર લગાવવા ગયેલી વીજ કંપનીની ટીમને પાછા જવું પડ્યું | People p...

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa…

નસવાડીમાં બારદાન ખૂટી પડતાં ટેકાના ભાવે મકાઈની ખરીદી બંધ, ગોડાઉનને તાળાં વાગતા ખેડૂતો પરેશાન | naswa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ | Bus Stolen from Bal…

સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ: બાલાસિનોર એસટી ડેપોમાંથી આખે આખી બસ ચોરાઈ ગઈ | Bus Stolen from Bal…

2 months ago
ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…

ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત | Candidates beware: Sp…

3 months ago
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

8 months ago
અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે …

અકસ્માતની દુઘટના બાદ તંત્ર જાગ્યું વુડા સર્કલ પાસે ચારે બાજુ સ્પ્રિંગ પોસ્ટ મૂકી ટ્રાફિક હળવો કરાશે …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News