gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in Business
0 0
0
ત્રણ વાગ્યા બાદ મંદીનું વાવાઝોડું, સેન્સેક્સમાં 1092 પોઈન્ટનું ગાબડું | A storm of recession after 3…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નબળા ચોમાસાના અંદાજો અને ઇરાન ફરીથી મિસાઈલ હુમલા કરવાની તૈયારીમાં હોવાના અહેવાલોની અસર

મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વ વિરામના  પાછલા દિવસમાં ઉલ્લંઘને બન્ને પરસ્પર હુમલા બાદ ફરી બન્ને દેશો વચ્ચે ડિલને ટ્રમ્પની અંતિમ મહોર બાકી હોવાના અને ટૂંક સમયમાં ડિલ થવાના અહેવાલોએ અને અમેરિકી ડોલર સામે  રૂપિયો ૬૭ પૈસા સુધરીને ૯૫.૦૩ થઈ જતાં અને ક્રુડ ઓઈલના ભાવ પણ બે ટકા જેટલા ઘટી આવતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આરંભિક કલાકોમાં શેરોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોની આગેવાનીએ તેજી રહી હતી. આ તેજીમાં એકાએક ત્રણ વાગ્યા બાદ ફ્રન્ટલાઈન-બ્લુચીપ કંપનીઓના શેરોમાં વેચવાલીનું વાવાઝોડું ત્રાટકતાં શેરોમાં                 ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ ગયો હતો. આ કડાકા પાછળ ફોરેન ફંડોનું બાસ્કેટ સેલિંગ થયાનું અને ઈરાન ફરી અમેરિકા અને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરવા તૈયારી કરી રહ્યાના અહેવાલો વહેતાં થતાં તેમ જ આઈએમડીના ચાલુ વર્ષે સામાન્યથી નબળા ચોમાસાના અંદાજો અને બીજી તરફ દેશમાં અસહ્ય ગરમીના કારણે અને અન્ય ઈંધણની અછતને લઈ વીજળીની માંગમાં ધરખમ વધારો થતાં હવે પાવરની પશ્ચિમ ભારત સહિત ઘણા વિસ્તારોમાં અછત સર્જાવા લાગી હોવાના અહેવાલે આજે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ તેજીનો મોટો વેપાર ખંખેરતા કડાકો બોલાયો હતો.

બાસ્કેટ સેલિંગનું દબાણ

પાવર-કેપિટલ ગુડઝ શેરો સાથે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, બેંકિંગ, ઓઈલ-ગેસ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો પણ તૂટયા હતા. માત્ર આઈટી શેરોમાં આરંભથી મજબૂતી રહી હતી. સેન્સેક્સ આરંભમાં ૩૫૨.૨૨ પોઈન્ટ વધીને ૭૬૨૨૦.૦૨ સુધી પહોંચ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં એકાએક કડાકામાં વધ્યામથાળેથી ૧૬૩૦.૯૧ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૪૫૮૯.૧૧ સુધી પટકાઈ અંતે ૧૦૯૨.૦૬ પોઈન્ટ તૂટીને ૭૪૭૭૫.૭૪ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ આજે આરંભમાં વધીને  ૨૪૦૦૦ની સપાટી કુદાવી ૯૫.૬૫ પોઈન્ટ વધીને ૨૪૦૦૨.૮૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ૫૧૮.૦૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૪૮૪.૭૫ સુધી પટકાઈ અંતે ૩૫૯.૪૦ પોઈન્ટ ગબડીને ૨૩૫૪૭.૭૫ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સ ૧૧૨૨ પોઈન્ટ તૂટયો

ઈરાન અને અમેરિકા વચ્ચે ડિલની તૈયારીના અહેવાલે ક્રુડ ઓઈલના ભાવ આજે ફરી દોઢથી બે ટકા તૂટી જવા છતાં ફરી યુદ્વની ઈરાનની તૈયારીના અહેવાલ અને ઈંધણનો પુરવઠો અનિશ્ચિત બનવાના અંદાજોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં ફરી કડાકો બોલાઈ ગયો હતો. અશોક લેલેન્ડ  રૂ.૮.૧૦ તૂટીને રૂ.૧૫૫.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૧૭૫.૯૦ તૂટીને રૂ.૪૮૯૮.૪૦, બજાજ ઓટો રૂ.૩૪૯.૮૦ તૂટીને રૂ.૧૦,૪૬૦.૪૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪.૮૦ તૂટીને રૂ.૩૦૩૪.૮૦, એમઆરએફ રૂ.૩૨૩૬.૪૦ તૂટીને રૂ.૧,૨૩,૭૯૫.૨૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૭.૫૦ ઘટીને રૂ.૩૯૩.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૨૧.૮૩ પોઈન્ટ તૂટીને ૫૭૯૮૩.૩૯ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં કડાકો

એલ્યુમીનિયમના વૈશ્વિક ભાવ ચાર વર્ષની નવી ટોચે પહોંચ્યા સાથે અન્ય નોન-ફેરસ મેટલના ભાવોમાં વધારાને લઈ મેટલ-માઈનીંગ શેરોમાં આજે એકાએક છેલ્લી ઘડીમાં કડાકો બોલાઈ ગયો હતો. ટાટા સ્ટીલ રૂ.૫.૮૫ ઘટીને રૂ.૨૦૮.૯૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૪૫ ઘટીને રૂ.૬૩૨.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૧.૮૫ ઘટીને રૂ.૧૨૭૭.૭૦, હિન્દાલ્કો રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૧૨૬.૬૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૧૨૦૫.૭૫  રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૨૯.૫૨ પોઈન્ટ તૂટીને ૪૩૭૬૫.૭૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નવો કડાકો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફરી દેશમાં વધતાં આર્થિક-ઔદ્યોગિક પડકારો અને મોંઘવારીના પરિબળે આગામી દિવસોમાં લોન ડિફોલ્ટરો વધવાની આશંકાએ ફંડોએ નવેસરથી વેચવાલી કરતાં નવા કડાકો બોલાયો હતો. એચડીએફસી બેંક રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૭૪૪.૭૫, એયુ બેંક રૂ.૧૭.૮૦ ઘટીને રૂ.૯૮૭.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬.૮૦ ઘટીને રૂ.૧૨૫૬, એક્સિસ બેંક રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૧૨૮૭.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૬૫.૩૩ પોઈન્ટ તૂટીને ૬૧૧૩૧.૨૬ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બે ટકા ઘટીને બ્રેન્ટ ક્રુડ ૯૧.૧૩ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૮૭.૫૯ ડોલર નજીક રહ્યાના અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૬૭ પૈસા સુધરીને ૯૫.૦૩ થઈ જવાના પોઝિટીવ પરિબળ છતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં આજે વેચવાલી રહી હતી. બીપીસીએલ રૂ.૯.૫૫ ઘટીને રૂ.૨૯૭.૫૦, ઓએનજીસી રૂ.૭.૯૫ ઘટીને રૂ.૨૬૬ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૭૫૬.૧૮ પોઈન્ટ ઘટીને ૨૬૭૪૧.૦૩ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૬૬૭ પોઈન્ટ તૂટયો

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોએ ફરી મોટું હેમરિંગ કર્યું હતું. ગુજરાત થેમીસ રૂ.૨૯.૪૦ ઘટીને રૂ.૪૦૪.૧૦, એફડીસી રૂ.૨૩.૯૫ ઘટીને રૂ.૪૦૩.૬૦, બ્લુ જેટ રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૪૪૮.૪૦, કોન્કોર્ડ બાયો રૂ.૫૦.૫૫ ઘટીને રૂ.૧૦૪૮.૮૫, ગ્લેનમાર્ક રૂ.૧૦૮.૪૦ ઘટીને રૂ.૨૨૭૪.૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૬૬૭.૧૩ પોઈન્ટ તૂટીને ૪૬૮૦૬.૪૨ બંધ રહ્યો હતો.

આઈટી શેરો ઉછળ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે આરંભથી જ ખરીદી રહી હતી. કોફોર્જ રૂ.૩૫.૧૦ વધીને રૂ.૧૪૨૨, ટેક મહિન્દ્રા રૂ.૨૮.૫૦ વધીને રૂ.૧૪૮૩.૨૦, પર્સિસ્ટન્ટ રૂ.૯૭.૯૫ વધીને રૂ.૫૧૯૫.૩૦, એમ્ફેસીસ રૂ.૩૭.૫૦ વધીને રૂ.૨૨૬૯, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૯.૨૦ વધીને રૂ.૧૧૮૪.૩૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૯.૧૭ પોઈન્ટ વધીને ૨૮૧૬૫.૧૧ બંધ રહ્યો હતો.

રોકાણકારોની સંપતિમાં ધોવાણ

સેન્સેક્સ, નિફટીમાં આજે છેલ્લા અડધા કલાકમાં કડાકા સાથે  ઘણા શેરોમાં ગભરાટરૂપી વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૭૮  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૪.૯૭  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | …

અમદાવાદમાં PCBનો સપાટો: દાસ્તાન સર્કલ નજીક ₹ 1.19 કરોડથી વધુનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | ...

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક | Rain Hits Araval…

હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક | Rain Hits Araval...

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese…

ઈંધણની અછત વચ્ચે હાઈવે પર ગેરકાયદે બાયો ડીઝલનું ધૂમ વેચાણ, તંત્રએ આંખો મીચી લીધી! | Illegal Biodiese...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

અટવાઈ પડેલા હાઉસિંગ પ્રોજેકટસને કારણે રૂ.10 લાખ કરોડની મૂડી જોખમમાં | Capital worth Rs 10 lakh crore…

10 months ago
રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …

રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …

1 year ago
અલ નિનોથી શેરડીના ઉત્પાદન પર જોખમ, ખાંડની નિકાસ ખોરવાશે | El Nino threatens sugarcane production dis…

અલ નિનોથી શેરડીના ઉત્પાદન પર જોખમ, ખાંડની નિકાસ ખોરવાશે | El Nino threatens sugarcane production dis…

3 weeks ago
ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા! | Gujarat police declare alert after…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News