gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી, ચાર તાલુકામાં ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત | Heavy Rainfall Cools …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Heavy Rainfall In Valsad-Vapi: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો દોર શરૂ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આગ ઝરતી ગરમી અને અસહ્ય ઉકળાટથી સેકાતા લોકો માટે મેઘરાજા આશીર્વાદ બનીને વરસ્યા છે. જિલ્લાના વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડા સહિતના ચાર તાલુકાઓમાં વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદી માહોલને કારણે અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકોએ થોડે અંશે રાહત અનુભવી છે.

વાપી-વલસાડમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પાણી-પાણી

શનિવારે (30મી મે) મધરાતે જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ વાપી, વલસાડ અને ધરમપુરમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વાપી શહેરમાં રાત્રિના સમયે અંદાજે 15 મિનિટ સુધી મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ટૂંકા ગાળાના પરંતુ જોરદાર વરસાદી ઝાપટાને લીધે નીચાણવાળા વિસ્તારો અને ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. બીજી તરફ, રવિવારે (31મી મે) સવારના સમયે પણ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહ્યો હતો. જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા કપરાડા તાલુકામાં આજે સવારે બે કલાકના સમયગાળામાં સત્તાવાર 7 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચકાસણી’-DRM વડોદરા

વરસાદ વચ્ચે વરવી વાસ્તવિકતા અને ચિંતા

કપરાડા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં રેકોર્ડબ્રેક વરસાદ પડે છે, પરંતુ વહીવટી તંત્રના આયોજનના અભાવે ચોમાસું પૂરું થતાં જ ઉનાળાના દિવસોમાં સ્થાનિક લોકોને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. બીજી તરફ, આ અચાનક આવેલા પ્રિ-મોન્સૂન વરસાદને કારણે આંબાવાડીઓમાં લટકતી કેરી પાક પર પાણી પડતાં ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ પણ વર્તાઈ રહી છે.

અસહ્ય ગરમી અને બીમારીના માહોલ વચ્ચે કુદરતી રાહત

ઉલ્લેખનીય છે કે, મે મહિનાના અંતિમ સપ્તાહમાં વલસાડ જિલ્લામાં રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. કાળઝાળ ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા અને અસહ્ય બફારાને લીધે સ્થાનિકો બીમારીની ઝપેટમાં પણ સપડાયા હતા. આ કપરા સમય વચ્ચે ગઈકાલ મધરાતથી શરૂ થયેલા વરસાદે વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરાવી દીધી છે, જેનાથી જનજીવનને મોટી શાંતિ મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
Next Post
નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada…

નર્મદામાં ચોમાસા પહેલાં જ કુદરતનો પ્રકોપ: વાવાઝોડામાં મકાન ધરાશાયી, 11 વર્ષની બાળકીનું મોત | Narmada...

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr…

મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી | Pr...

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha…

1 જૂનથી બદલાશે નિયમો : દેશમાં 5 મોટા ફેરફારો, કાર ખરીદવી પણ બનશે મોંઘી | Five Big Financial Rule Cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

કપડવંજની દાણા ચોકડીએથી રૃપિયા 7.45 લાખની મત્તા સાથે 2 ઝડપાયા

7 months ago
ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ મામલતદારની માંગ કરી

ગઢડાનાં ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ મામલતદારની માંગ કરી

12 months ago
ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

ડભોઇરોડ અને હરણીમાં બે ઇમારતોની છત ધરાશાયીઃઅંબિકાધામ ફ્લેટ્સમાં ફસાયેલા પરિવારોનું રેસ્ક્યુ | parts …

4 months ago
CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

CM નીતિશ કુમાર PM મોદીને પગે લાગ્યા… શપથગ્રહણ બાદ પટના એરપોર્ટનો Video Viral | nitish kumar bows t…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News