![]()
મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચેના યુદ્વ વિરામ અંતે ટ્રમ્પે બિનશરતી લંબાવીને વિશ્વને આશ્ચર્યમાં મૂક્યું છે. આ યુદ્વ વિરામ લંબાવ્યા બાદ ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે સીઝફાયર ત્રણ સપ્તાહનું કરાવીને પણ યુદ્વ એક તરફ અંત તરફ આગળ વધી રહ્યાનો સંકેત આપનારા ટ્રમ્પ, બીજી તરફ હોર્મુઝ સ્ટ્રેટ થકી થતાં જહાજોના વહનની નાકાબંધી માટે બીજું યુદ્વ જહાજ મોકલીને ઈરાનને આર્થિક ભીંસમાં લાવીને શરણે આવવા મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ નાકાબંધી લાંબા ચાલવાના અંદાજો વચ્ચે વિશ્વનો ક્રુડ ઓઈલના પુરવઠો ખોરવાઈ જવાની દહેશતે વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલના ભાવ વધીને ૧૦૫ ડોલરની સપાટીએ પહોંચી ગયા છે. જે સારો સંકેત નથી. આ જીઓપોલિટીકલ ટેન્શનની સતત અનિશ્ચિતતા અને બીજી તરફ કોર્પોરેટ પરિણામો પર યુદ્વની નેગેટીવ અસર અને એઆઈને લઈ આઈટી ઉદ્યોગની માઠી બેસી હોઈ એમ સપ્તાહના અંતે આઈટી શેરો પાછળ કડાકાએ પાછલા સપ્તાહમાં સતત શેરોમાં ઈન્ડેક્સ બેઝડ કડાકાની હેટ્રિકે સેન્ટીમેન્ટને ડહોળ્યું છે. ઈરાન પર દબાણ વધારી રહેલા ટ્રમ્પ શાસનના વ્યુહને જોતાં અને પાકિસ્તાનના બન્ને પક્ષોને યુદ્વના અંત માટે ફરી મંત્રણા માટે રાજી કરવાના પ્રયાસ અને ઈરાનના પ્રતિનિધિ મંડળ દ્વારા સંભવિત આ માટેની તૈયારીની સંજોગોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટેની કોઈ ડિલ થવાના સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેટ માર્ગે વિશ્વ વેપારનું જોખમ હળવું થવાની સ્થિતિમાં આગામી સપ્તાહમાં બજાર રિબાઉન્ડ થઈ શકે છે. અન્યથા બજારની સ્થિતિ હજુ આગામીઅઠવાડિયે હજુ ડામાડોળ રહી શકે છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પણ પાછલા સપ્તાહમાં શેરોમાં ખરીદદાર બન્યા બાદ ફરી સપ્તાહના અંતે મોટાપાયે વેચવાલ બનતાં બજારમાં મોટી ખાનાખરાબી જોવાઈ છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની નેટ ખરીદી જોવાઈ છે, પરંતુ આ ખરીદી ધીમી પડી રહ્યાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. બજારના સુધારા માટે એફપીઆઈ-એફઆઈઆઈઝની વેચવાલી અટકવી અને ફરી ખરીદી થવી આવશ્યક છે. ઈરાન અને અમરિકા વચ્ચે આજકાલમાં કોઈ ડિલ થઈ જવાના સંજોગોમાં નવા સપ્તાહમાં બજાર ગેપઅપ ખુલી શકે છે. અન્યથા અફડાતફડીમાં આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૭૦૦ થી ૨૪૫૦૦ વચ્ચે અને સેન્સેક્સ ૭૭૦૦૦ થી ૭૯૫૦૦ વચ્ચે અથડાતો જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : EFC (I) LIMITED
બીએસઈ (૫૩૨૦૬૭), એનએસઈ (EFC IL) લિસ્ટેડ, રૂ.૨ પેઈડ-અપ, ઈએફસી (આઈ) લિમિટેડ(EFC (I) LIMITED) (અગાઉ અમાની ટ્રેડિંગ એન્ડ એક્ષપોર્ટસ લિમિટેડ તરીકે ઓળખાતી કંપની, પૂના સ્થિત ઈન્ટીગ્રેટેડ વર્કસ્પેસ પ્લેટફોર્મ : મેનેજ્ડ ઓફિસ લીઝિંગ તેમ જ ઈન્ટીરિયર ડિઝાઈન અને બિલ્ડ (વ્હાઈટફિલ્સ નવેમ્બર ૨૦૨૫માં મર્જડ) તેમ જ ફર્નિચર મેન્યુફેકચરિંગ (ઈકે ડિઝાઈન ઈન્ડસ્ટ્રીઝ, ૮૦.૫ ટકા માલિકી) ધરાવતી કંપની છે. કંપનીની સ્થાપના ઉમેશ કુમાર સહાય (સીએમડી) અને અભિષેક નાર્બરિયા દ્વારા કરાઈ છે. કંપની ૨૦, ઓગસ્ટ ૨૦૨૫થી એનએસઈ પર લિસ્ટેડ છે. ૭૨૦થી વધુ ગ્રાહકો ધરાવતી કંપનીના ગ્રાહકોમાં બજાજ ફિનસર્વ, ગોદરેજ, જે એન્ડ જે, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ટેક મહિન્દ્રા, ફ્લિપકાર્ટ, ક્રિસિલ, કેનન, રેડ બુલ અને અન્યોનો સમાવેશ છે. કંપનીના ૫૦ ટકા લીઝિંગ ગ્રાહકોમાં આઈટી/આઈટીઈએસ છે.
બિઝનેસ સેગ્મેન્ટ્સ :
(૧) લીઝિંગ : આવકના ૫૨ ટકા મેળવતી : ૯૧ સેન્ટરો, ૩૬.૯ લાખ ચોરસ ફૂટ, ૧૧ શહેરોમાં છે. કુલ સીટ્સની સંખ્યા ૭૩,૯૩૨ (બિલ્ડ-૫૮,૬૧૦), ઓક્યુપેન્સી : ૯૦ ટકા ઓપરેશનલ/૭૯ ટકા કુલ સીટ ધોરણે, સરેરાશ રેન્ટ-ભાડુ : સીટ/માસિક રૂ.૭૦૦૦થી ૭૩૦૦. એન્ટરપ્રાઈસ : આવકના ૬૫ ટકા, ૪૮ મહિનાની સરેરાશ મુદ્દત. નાણા વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં ૪૦ ટકા વધીને રૂ.૧૩૫ કરોડ. પોતાની એસેટ્સ : ૨.૭૯ લાખ ચોરસ ફૂટ ૩૦થી ૩૨ ટકા સેન્ટર લેવલે માર્જિન (મેનેજમેન્ટે જણાવ્યા મુજબ). બ્રાન્ડ્સ : ઈએફસી, બિગબોક્સ, સ્પ્રિન્ટ.
(૨) ડિઝાઈન અને બિલ્ડ : આવકના ૪૨ ટકા મેળવતી : વ્હાઈટહિલ્સ બ્રાન્ડ ( ૨૮,નવેમ્બર ૨૦૨૫થી મર્જડ, ૧૨, નવેમ્બર ૨૦૨૫ના એનસીએલટી દ્વારા મંજૂર ) ૫૧ લાખ ચોરસ ફૂટ ડિઝાઈન્ડ કરેલ, ૪૦થી વધુ ગ્રાહકો, ૮૦થી વધુ ડિઝાઈનરો ધરાવે છે. નાણા વર્ષ ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે ૭૬ ટકા વધીને રૂ.૧૧૯ કરોડ, ઓર્ડર બુક રૂ.૧૬૦ કરોડથી વધુ અમલી હેઠળ, ચોખ્ખા નફાનું માર્જિન ૧૮થી ૨૦ ટકા.
(૩) ફર્નિચર : આવકના ૬ ટકા મેળવતી : ઈકે ડિઝાઈન ઈન્ડસ્ટ્રીઝ. ક્ષમતા : સંપૂર્ણ ક્ષમતા વપરાશે રૂ.૨૭૫ કરોડથી રૂ.૩૦૦ કરોડ. વર્તમાન :૩૫થી ૪૦ ટકા (ફેકટરી-ફ્લોર બેઝિઝ), ૫૦,૦૦૦થી વધુ યુનિટો, ૧૨૦૦થી વધુ એસકેયુઝ.
ભૌગોલિક : સ્થાનિક બજારમાં ૯૫ ટકાથી વધુ. પશ્ચિમમાં ૭૦ ટકા (પૂના-મુંબઈ), ઉત્તરમાં ૧૫ ટકા (દિલ્હી-એનસીઆર), દક્ષિણમાં ૧૩ ટકા (બેંગ્લુરૂ-હૈદરાબાદ-ચેન્નઈ), પૂર્વમાં બે ટકા છે.
પ્રમુખ કોર્પોરેટ ડેવલપમેન્ટ :
(૧) ૧:૫ શેર વિભાજન (૨૦૨૩) : ૧:૧ બોનસ (ફેબુ્રઆરી ૨૦૨૫, ૪.૯૮ કરોડથી વધીને ૯.૯૬ કરોડ શેરો) – વ્હાઈટહિલ્સ મર્જર (૨૮, નવેમ્બર ૨૦૨૫થી અમલી, ૭૭:૧ સ્વોપ થકી શેર દીઠ રૂ.૭૦૮.૮૩ ભાવે ૩.૭૭ કરોડ વધીને કુલ ૧૩.૭૩ કરોડ શેરોની થઈ છે.)
(૨) રૂ.૨૪૨.૪૪ કરોડ પ્રેફરન્શિયલ ઈસ્યુ(મોટાભાગનું થઈ ગયું છે.).
(૩) એસએમ રેઈટ :એમ્બરસ્ટોન એસએમ રેઈટને સેબી રજીસ્ટ્રેશન ૨૯, ઓકટોબર ૨૦૨૪ના મળ્યું (ઈનિશિયલ ઓફર રૂ.૫૦૦ કરોડ સુધી). જાહેર માહિતી મુજબ ડીઆરએચપી ફાઈલિંગ હજુ પેન્ડિંગ છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ :
કુલ આવક રૂ.૬૫૬ કરોડ મેળવીને ઈબીટા માર્જિન ૫૦ ટકા થકી ઈબીટા રૂ.૩૨૮ કરોડ મેળવી, ૩૦ ટકા નફાના માર્જિન થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૨૦૦ કરોડ હાંસલ કરી ચોખ્ખો નફો રૂ.૧૪૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૪.૧૪ હાંસલ કરી છે.
(૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત કુલ આવક રૂ.૧૦૫૦ કરોડ મેળવી અપેક્ષિત ૪૩ ટકા ઈબીટા માર્જિન થકી અપેક્ષિત ઈબીટા રૂ.૪૫૦ કરોડ અને અપેક્ષિત માર્જિન ૩૧ ટકા થકી અપેક્ષિત કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૨૫ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૩૫ કરોડ થકી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૭.૧૦ અપેક્ષિત છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ :
અપેક્ષિત કુલ આવક રૂ.૧૫૨૦ કરોડ મેળવી અપેક્ષિત ઈબીટા માર્જિન ૪૧ ટકા થકી અપેક્ષિત ઈબીટા રૂ.૬૨૦ કરોડ અને અપેક્ષિત માર્જિન ૨૯ ટકા થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૪૪૫ કરોડ અને અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૩૩૦ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨.૫૦ અપેક્ષિત છે.
બુક વેલ્યુ : (શેર દીઠ એનસીઆઈ સહિત) : માર્ચ ૨૦૨૪ના રૂ.૩૧, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૮૯
શેર હોલ્ડિંગ પેટર્ન : માર્ચ ૨૦૨૬ મુજબ પ્રમોટર્સ હસ્તક ૬૦.૪૪ ટકા, એફઆઈઆઈઝ પાસે ૨.૧૭ ટકા, સ્થાનિક સંસ્થાઓ પાસે ૬.૩૫ ટકા, પબ્લિક પાસે ૩૧.૦૫ ટકા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ માર્ચ ૨૦૨૫ના ૪૫.૫૫ ટકા હતું એ વધીને માર્ચ ૨૦૨૬ના અંતે ૬૦.૪૪ ટકા થયું છે. જે મુખ્યત્વે ડિસેમ્બર ૨૦૨૫ના ત્રિમાસિકમાં વ્હાઈટહિલ્સ મર્જર સ્વોપને કારણે થયું છે.
શેર ભાવ સીએજીઆર : ત્રણ વર્ષમાં ૨૪ ટકા, ટીટીએમ માઈનસ૩૦ ટકા.
ઈક્વિટી પર વળતર : નાણા વર્ષ ૨૦૨૩માં પાંચ ટકા, નાણા વર્ષ ૨૦૨૪માં ૧૫ ટકા, નાણા વર્ષ ૨૦૨૫માં ૨૪ ટકા.
સીએજીઆર નફા વૃદ્વિ : બે વર્ષમાં ૫૦૦ ટકા, ટીટીએમ ૫૮ ટકા
સીએજીઆર વેચાણ વૃદ્વિ : બે વર્ષમાં ૧૫૨ ટકા, ટીટીએમ ૭૭ ટકા
પીઅર્સ પી/ઈ : એફિસ સ્પેસના ૫૫, વીવર્ક ઈન્ડિયા ૪૭
ડેબટર્સ દિવસો : ૨૦૨૩માં ૫૨, ૨૦૨૪માં ૧૦૮, ૨૦૨૫માં ૫૫
ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન : વર્ષ ૨૦૨૩માં ૪૭ ટકા, વર્ષ ૨૦૨૪માં ૪૪ ટકા, વર્ષ ૨૦૨૫માં ૫૨ ટકા, ટીટીએમ ૪૪ ટકા
આરઓસીઈ : ૨૦૨૩માં ૬ ટકા, ૨૦૨૪માં ૧૪ ટકા, ૨૦૨૫માં ૧૮ ટકા
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) બીએસઈ, એનએસઈ લિસ્ટેડ, ઈએફસી (આઈ) લિમિટેડ, પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૨૨.૫૦, અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૮૯ સામે એનએસઈ, બીએસઈ પર શેર રૂ.૨૦૪ ભાવે ઉદ્યોગના સરેરાશ ૩૭ના પી/ઈ સામે ૯ના પી/ઇએ ઉપલબ્ધ છે.










