gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટી 74267 | Sensex falls 508 points to 74267

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 508 પોઈન્ટ તૂટી 74267 | Sensex falls 508 points to 74267
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી હજુ અધ્ધરતાલ રહેતાં અને બન્ને દેશો વચ્ચે શરતો મામલે ગૂંચ વણઉકેલાયેલી રહેતાં અને ફરી હુમલાને લઈ ટેન્શન વધતાં તેમ જ બીજી તરફ ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ ચિંતા વધતા ફંડોએ એફએમસીજી, ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ-પાવર શેરો પાછળ કડાકો બોલાવી દીધા હતો. ફંડો, મહારથીઓએ ગત સપ્તાહના શુક્રવારે મોટું બાસ્કેટ સેલિંગ કરીને ત્રણ વાગ્યા બાદ બોલાવી દીધેલા અસાધારણ કડાકા બાદ આજે પણ ફંડોનું સેલિંગ પ્રેશર રહ્યું હતું. યુદ્વને લઈ અનિશ્ચિતતા કાયમ રહેતાં અને વિશ્વબજારમાં ક્રુડ ઓઈલના ભાવ આજે ફરી પાંચથી છ ટકા વધી આવી બ્રેન્ટ ક્રુડના સાંજે ૪.૫૪  ડોલર વધીને ૯૫.૬૬ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૫.૩૫ ડોલર જેટલા વધીને ૯૨.૭૧ ડોલર નજીક પહોંચી જતાં ફંડો ઓટો શેરો સાથે ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલ રહ્યા હતા. માત્ર આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી રહેતાં સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાડો મર્યાદિત રહ્યો હતો. સેન્સેક્સ ૫૦૮.૪૦ પોઈન્ટ ઘટીને ૭૪૨૬૭.૩૪ અને નિફટી ૫૦ સ્પોટ ૧૬૫.૧૫ પોઈન્ટ ગબડીને ૨૩૩૮૨.૬૦ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સ ૯૨૫ પોઈન્ટ ખાબક્યો : અશોક લેલેન્ડ, બાલક્રિષ્ન ઈન્ડ., ટીઆઈ, મધરસન, હ્યુન્ડાઈ ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધી આવતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાની અસરે ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણમાં ઘટાડો થઈ રહ્યાના અહેવાલોએ ફંડોની ઓટો શેરોમાં  મોટી વેચવાલી રહી હતી. અશોક લેલન્ડ રૂ.૫.૬૫ ઘટીને રૂ.૧૪૯.૮૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૪૫ ઘટીને રૂ.૧૮૮૩.૬૦, અપોલો ટાયર રૂ.૮.૯૦ ઘટીને રૂ.૩૮૫.૫૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૮.૩૫ ઘટીને રૂ.૩૮૪.૯૦, ઉનો મિન્ડા રૂ.૨૩.૩૦ ઘટીને રૂ.૧૦૭૯.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૨૪.૬૯ પોઈન્ટ તૂટીને ૫૭૦૫૮.૭૦ બંધ રહ્યો હતો.

નબળા ચોમાસાની ચિંતાએ એફએમસીજી શેરો તૂટયા : હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, નેસ્લે ઘટયા

દેશમાં ચોમાસું આ વખતે સામાન્યથી નબળું રહેવાના હવામાન ખાતાના અંદાજો અને એ સંજોગોમાં કૃષિ ક્ષેત્રે સંકટ અને ગ્રામીણ ખરીદશક્તિ ઘટવાના અંદાજો સાથે મોંઘવારી ભડકે બળવાના અંદાજોએ આજે એફએમસીજી શેરોમાં ફંડોએ તીવ્ર વેચવાલી કરી હતી. હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૬૦.૮૦ ઘટીને રૂ.૨૦૮૫.૧૫, જીલેટ ઈન્ડિયા રૂ.૨૨૦.૨૦ ઘટીને રૂ.૭૮૨૧.૯૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૩૧.૭૫ ઘટીને રૂ.૧૩૯૧.૧૦, આઈટીસી લિમિટેડે રૂ.૭.૨૫ ઘટીને રૂ.૨૭૯.૭૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૩૬૮.૧૦ પોઈન્ટ ઘટીને ૧૭૮૯૬.૫૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૭૦ પોઈન્ટ તૂટયો : આઈનોક્સ વિન્ડ, સુઝલોન, પાવર ઈન્ડિયા ગબડયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ મોટાપાયે વેચવાલી કરતાં કડાકો બોલાયો હતો. આઈનોક્સ વિન્ડ રૂ.૯.૧૩ તૂટીને રૂ.૮૨.૯૨, સિમેન્સ રૂ.૧૨૯.૬૫ ઘટીને રૂ.૩૭૦૯.૧૫, સિમેન્સ એનજીૅ ઈન્ડિયા રૂ.૧૪૮.૭૫ ઘટીને રૂ.૩૭૧૮.૨૦, એસ્ટ્રલ રૂ.૫૨.૮૫ ઘટીને રૂ.૧૫૩૨.૮૦, ભેલ રૂ.૧૧.૮૦ ઘટીને રૂ.૪૦૪.૭૫, ઝેનટેક રૂ.૪૬.૯૫ ઘટીને રૂ.૧૬૧૯.૧૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૯૬૯.૯૧ પોઈન્ટ ગબડીને ૭૮૮૪૮.૮૩ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની એક્ઝિટ : કલ્યાણ જવેલર્સ, હવેલ્સ, બ્લુ સ્ટાર, ક્રોમ્પ્ટન, વોલ્ટાસ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે  એક્ઝિટ લેવાની શરૂઆત કરી હતી. મોંઘવારીના પરિબળે માંગ ધીમી પડી હોવાના અહેવાલોની અસર શેરો પર જોવાઈ હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૧૦ ઘટીને રૂ.૩૪૪.૨૫, વોલ્ટાસ રૂ.૨૨.૦૫ ઘટીને રૂ.૧૨૨૭.૩૦, ટાઈટન રૂ.૪૯.૩૫ ઘટીને રૂ.૪૦૨૫.૩૦, ડિક્સન રૂ.૫૦.૬૦ ઘટીને રૂ.૧૧,૪૬૬.૭૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૮૦૦.૬૮ પોઈન્ટ તૂટીને ૫૬૮૮૫.૨૮ બંધ રહ્યો હતો.

બેંકેક્સ ૭૦૭ પોઈન્ટ ઘટયો : યુનિયન બેંક, કેનેરા બેંક, પીએનબી, કોટક બેંક, એયુ સ્મોલ બેંક ઘટયા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ ધિરાણ વૃદ્વિ મંદ પડવાના અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની શુક્રવારે ધિરાણ નીતિ સમીક્ષામાં મોંઘવારીને લઈ રેપો રેટમાં વધારો થવાના અંદાજો મૂકાઈ રહ્યા હોઈ ફંડો વેચવાલ રહ્યા હતા. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૬૨.૬૫, કેનેરા બેંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૧૨૮, પીએનબી રૂ.૨.૨૫ ઘટીને રૂ.૧૦૩.૮૦, કોટક બેંક રૂ.૭.૫૦ ઘટીને રૂ.૩૭૭.૨૦, એયુ સ્મોલ બેંક રૂ.૧૭.૯૫ ઘટીને રૂ.૯૬૯.૧૫, બેંક ઓફ બરોડા રૂ.૪.૧૫ ઘટીને રૂ.૨૬૪.૪૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૭૦૭.૦૧ પોઈન્ટ ઘટીને ૬૦૪૨૪.૨૫ બંધ રહ્યો હતો.

હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડો હળવા થયા : વેનબરી રૂ.૩૯, થ્રીબી બ્લેકબાયો રૂ.૧૩૯, નાટકો રૂ.૮૪ તૂટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો આજે  હળવા થયા હતા. વેનબરી રૂ.૩૯.૪૫ તૂટીને રૂ.૨૬૬.૧૦,  થેમીસ મેડી રૂ.૪.૬૪ ઘટીને રૂ.૧૦૫.૩૦, સેનોરીસ રૂ.૫૦.૨૦ ઘટીને રૂ.૧૦૬૭.૭૫, કોપરાન રૂ.૧૦.૩૦ ઘટીને રૂ.૧૯૬.૦૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૪૨.૯૪ પોઈન્ટ ઘટીને ૪૬૪૬૩.૪૮ બંધ રહ્યો હતો.

એઆઈનો હાઉ ઓસરવા લાગ્યો : ડાટામેટિક્સ, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ, ઈન્ફોસીસ, કોફોર્જ વધ્યા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-એઆઈ ક્ષેત્રે ઝડપી ડેવલપમેન્ટને લઈ પાછલા દિવસોમાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે તકો ઘટવાના અંદાજોની ચિંતાએ ફંડોની આઈટી શેરોમાં વેચવાલી બાદ હવે આ ક્ષેત્રે એઆઈની પણ મર્યાદા હોવાના અને એઆઈનો ફુગ્ગો ફૂટવાના અંદાજોએ  આઈટી શેરોમાં ફંડો ફરી લેવાલ બન્યા હતા. ટેક મહિન્દ્રા રૂ.૬૦.૫૫ વધીને રૂ.૧૫૪૩.૭૫, ઈન્ફોસીસ રૂ.૪૨.૯૫ વધીને રૂ.૧૨૦૨.૭૦, કોફોર્જ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૧૪૬૧.૧૫, કેપીઆઈટી રૂ.૧૩.૪૫ વધીને રૂ.૭૮૫.૮૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૬.૦૫ વધીને રૂ.૩૭૮.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૭૫૩.૫૩ પોઈન્ટ વધીને ૨૮૮૩૮.૬૪ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૩૮૨ પોઈન્ટ વધ્યો : એનએમડીસી, નાલ્કો, જિન્દાલ સ્ટેનલેસ, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની વેચવાલી અટકીને આજે ઘટાડે પસંદગીની ખરીદી રહી હતી. એનએમડીસી રૂ.૪.૭૦ વધીને રૂ.૯૨.૬૦, નાલ્કો રૂ.૧૦.૩૫ વધીને રૂ.૪૩૪.૩૦, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૩.૨૦ વધીને રૂ.૬૯૫.૬૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૧૨૯૮.૯૫, હિન્દાલ્કો રૂ.૧૪.૪૫ વધીને રૂ.૧૧૪૧.૦૫, ટાટા સ્ટીલ રૂ.૧.૬૫ વધીને રૂ.૨૧૦.૫૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૮૧.૬૩ પોઈન્ટ વધીને ૪૪૧૪૭.૪૧ બંધ રહ્યો હતો.

ક્રુડના ભાવ વધતાં ઓઈલ-ગેસ શેરોમાં સેલિંગ : અદાણી ગેસ, એચપીસીએલ, આઈઓસી ઘટયા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધી આવીને સાંજે બ્રેન્ટ ક્રુડના સાંજે ૪.૬૭ ડોલર વધીને ૯૫.૭૯ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૫.૪૭ ડોલર જેટલા વધીને ૯૨.૮૩ ડોલર નજીક પહોંચી જતાં  ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ રૂ.૩૮.૭૦ ઘટીને રૂ.૭૩૩.૮૫, એચપીસીએલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૩૮૮.૭૦, આઈઓસી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૧૩૮.૮૫, ઓએનજીસી રૂ.૧.૮૦ ઘટીને રૂ.૨૬૪.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૨૮.૬૫ પોઈન્ટ ઘટીને ૨૬૬૧૨.૩૮ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૩૯૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૦૯ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૯૧૧.૬૮ કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૦૯.૧૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. 

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૨૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૭૦ લાખ કરોડ રહી

સેન્સેક્સ, નિફટીમાં આજે નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ગભરાટરૂપી વેચવાલીએ રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૨૭  લાખ કરોડ ઘટીને રૂ.૪૬૦.૭૦  લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…
Business

અનિલ અગ્રવાલની મુશ્કેલીઓ વધી! વેદાંત ગ્રુપ પર EDના દરોડા, FEMA કેસમાં મુંબઈ-દિલ્હીમાં તપાસ | ed raid…

June 2, 2026
તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…
Business

તાઈવાન બાદ દક્ષિણ કોરિયાએ ભારતને પછાડ્યું: AI અને આ બે કંપનીઓના જોરે બન્યું છઠ્ઠું સૌથી મોટું શેર મા…

June 2, 2026
મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…
Business

મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…

June 2, 2026
Next Post
મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l…

મેમાં જીએસટી કલેક્શન 3.2 ટકા વધીને રૂ. 1.94 લાખ કરોડ | GST collection in May rises 3 2% to Rs 1 94 l...

ભાવનગરમાં 25થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કરાયાં | 25 small illegal encroachments removed in Bhavnag…

ભાવનગરમાં 25થી વધુ નાના ગેરકાયદે દબાણ દૂર કરાયાં | 25 small illegal encroachments removed in Bhavnag...

એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના ખાતામાંથી રૃ.1.98 લાખ ઉપડી ગયા | Rs 1 98 lakhs were withdrawn fro…

એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના ખાતામાંથી રૃ.1.98 લાખ ઉપડી ગયા | Rs 1 98 lakhs were withdrawn fro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…

પોલીસના ત્રાસથી આપઘાત કર્યાના પરિવારના આક્ષેપો રાજપીપળાના યુવાનનો પોલીસ તપાસ બાદ ફાંસો ખાઇ આપઘાત | y…

10 months ago
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

6 months ago
માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં રૃા. ૩.૯૩ લાખની ચોરી | Rs 3 93 lakh ra soläni seni imw…

માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં રૃા. ૩.૯૩ લાખની ચોરી | Rs 3 93 lakh ra soläni seni imw…

2 months ago
આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

આજથી ચૈત્રી નવરાત્રિ : આ વખતે બીજું અને ત્રીજું નોરતું એક જ દિવસે, અંબાજી-પાવગઢમાં ભક્તો ઉમટશે | Cha…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News