gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in Business
0 0
0
રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયા  યુદ્ધના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ અપેક્ષા પ્રમાણે જ રેપો રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ સતત બીજી બેઠકમાં રેપો રેટ ૫.૨૫ ટકા જાળવી રાખ્યો છે. એમપીસીના દરેક સભ્યોએ સર્વાનુમતે  આ નિર્ણય લીધો હતો.

ક્રુડ તેલના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષના ફુગાવાના પોતાના અંદાજમાં રિઝર્વ બેન્કે વધારો કર્યો છે જ્યારે મધ્ય પૂર્વના યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી આર્થિક વિકાસ દર (જીડીપી)નો અંદાજ ઘટાડયો છે. રેપો રેટ યથાવત રખાતા રહેઠાણ સહિતની લોન પરના ધિરાણ દર તથા ઈએમઆઈમાં વધારો હાલમાં નહીં થાય તેવી અપેક્ષા છે. 

છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ઊર્જા પૂરવઠા ખોરવાઈ જવા સાથોસાથ તેના ભાવમાં પણ જોરદાર વધારો થયો છે જેને પગલે ભારત જેવા આયાત પર નિર્ભર દેશ  સામે રાજકોષિય તથા ફુગાવાજન્ય દબાણ ઊભુ થયું છે. 

ત્રણ દિવસની બેઠકના અંતે એમપીસીના નિર્ણયની જાહેરાત કરતા રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, રેપો રેટ ૫.૨૫ ટકા જાળવી રાખવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે અને પોલિસી સ્ટાન્સ પણ ન્યુટ્રલ જાળવી રખાયું છે.

એપ્રિલમાં ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક પહોંચી ૩.૪૮ ટકા રહ્યો છે અને તેમાં વધારો થવાનું પણ જોખમ રહેલું છે.  અલ નિનોની અસરને  પગલે વર્તમાન વર્ષમાં ચોમાસુ સામાન્ય કરતા નબળુ રહેવાની ધારણાં તથા ક્રુડ તેલના ભાવમાં ઉછાળાથી ફુગાવો વધવાની શકયતા રહેલી છે. 

આ ઉપરાંત રૂપિયા પર આવેલા દબાણને કારણે રાજકોષિય ખાધ તાણ હેઠળ આવવાની પણ ચિંતા રહેલી છે. આ હકીકતને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષ માટેના ફુગાવાનો અંદાજ ૪.૬૦ ટકા પરથી વધારી ૫.૧૦ ટકા કરાયો છે. 

દરમિયાન પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ઊભી થયેલી પૂરવઠા ખલેલ, ઊર્જા તથા કોમોડિટીના ભાવમાં વધારાને ધ્યાનમાં રાખી વર્તમાન નાણાં વર્ષના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ જે એપ્રિલમાં ૬.૯૦ ટકા મુકાયો હતો તે ઘટાડી ૬.૬૦ ટકા કરાયો હોવાનું પણ એમપીસીની બેઠક બાદ જારી કરાયેલા નિવેદનમાં મલ્હોત્રાએ જણાવ્યું હતું. 

વૈશ્વિક પૂરવઠા સાંકળમાં લાંબા ગાળાની ખલેલ, વૈશ્વિક નાણાંકીય બજારોમાં વોલેટિલિટી તથા હવામાનને લગતા આંચકાથી  દેશના ગ્રોથ આઉટલુક સામે ઘટાડા તરફી જોખમ રહેલું છે. 

દેશના ઉત્પાદન, સેવા, માગ તથા નિકાસ જેવા હાઈ ફ્રીકવન્સી ઈન્ડિકેટરો સૂચવે છે કે ઘરઆંગણે આર્થિક પ્રવૃત્તિ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હાલમાં સ્થિર છે, પરંતુ  આગળ જતા ઊર્જા તથા કાચા માલના ભાવ તથા પૂરવઠા ખલેલ દેશની આર્થિક પ્રવૃત્તિ પર અસર કરી શકે છે, તેમ પણ ગવર્નરે વધુમા ંજણાવ્યું હતું. જો કે યુદ્ધ કેટલું લાંબુ ચાલે છે, તેના પર સ્થિતિ નિર્ભર રહેશે. 

આરબીઆઈની પોલિસીના મુખ્ય મુદ્દા

* બેન્ચમાર્ક ધિરાણ દર ૫.૨૫ ટકા જાળવી રખાયો

*  વર્તમાન નાણા ંવર્ષ માટે  ફુગાવાનો અંદાજ ૪.૬૦ ટકા પરથી વધારી ૫.૧૦ ટકા કરાયો

* યુદ્ધની અસરને પગલે જીડીપી ધારણાં ૬.૯૦ ટકા પરથી ઘટાડી ૬.૬૦ ટકા કરાઈ

*દેશમાં વિદેશી મૂડી આકર્ષવા વિવિધ પગલાં જાહેર કરાયા

*૨૯મીમેના સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૬૮૨.૩૦ અબજ ડોલર 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…
Business

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Pr…

June 6, 2026
સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243 | Dismal weekend: Sensex falls 117 points to…
Business

સપ્તાહના અંતે નિરસતા : સેન્સેક્સ 117 પોઈન્ટ ઘટીને 74243 | Dismal weekend: Sensex falls 117 points to…

June 6, 2026
ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…
Business

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…

June 6, 2026
Next Post
તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app…

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app...

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI's various measures to ease the pressu...

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2…

જીકાસનાં પ્રથમ રાઉન્ડમાં 13000 રજીસ્ટ્રેશન અને 2200 પ્રવેશ કન્ફર્મ કરાયા | 13000 registrations and 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

અમદાવાદ: લૂંટના ઈરાદે લસ્સીમાં ઝેર ભેળવી વૃદ્ધની હત્યા કરનાર ‘લતા’ ઝડપાઈ | Ahmedabad Crime Branch Ar…

1 month ago
વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

વડોદરાના વોર્ડ નં.14માં જૂની જર્જરિત ડ્રેનેજ લાઈનના મુદ્દે હોબાળો : નવી ડ્રેનેજ લાઇન નાખવા, પેવર બ્લ…

6 months ago
ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી મહિલાની 108 એમ્બ્લુન્સમાં ડિલિવરી કરાવઇ | A woman working in a brick kiln w…

3 months ago
રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

રોડ પર શટડાઉન લક્ઝરી બસની પાછળ બીજી બસ ઘૂસતા 3ના મોત | 3 killed as another bus rams into the back of…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News