gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ferozepur Road Accident: પંજાબના ફિરોઝપુરમાં ફાઝિલ્કા રોડ પર આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. જંગા વાળા વળાંક નજીક એક પિકઅપ ગાડી અને ટ્રક વચ્ચે થયેલી સામસામે ભીષણ ટક્કરમાં 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીનો કુરચો બોલી ગયો હતો.

સ્વજનની અસ્થિઓ વિસર્જન કરવા જતો હતો પરિવાર

પ્રાપ્ત વિગતો અનુસાર, આ પિકઅપ ગાડીમાં સવાર તમામ લોકો એક જ પરિવાર અને સગા-સંબંધીઓ હતા. તેઓ પરિવારના એક મૃતક સભ્યની અસ્થિઓ વિસર્જન કરવા માટે જલાલાબાદથી અમૃતસરના બિયાસ તરફ જઈ રહ્યા હતા. ગાડી જ્યારે જંગા વાળા વળાંક પાસે પહોંચી, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

વહેલી સવારે 3.30 વાગ્યે નીકળ્યા અને સર્જાયો કાળોકેર

પિકઅપ ગાડીમાં સવાર અંશપ્રીત નામના યુવકે જણાવ્યું કે, સવારે 3:30 વાગ્યે તેઓ ઘરની બહાર અસ્થિઓ લઈને નીકળ્યા હતા. ગાડીમાં આશરે 30 જેટલા લોકો સવાર હતા. રસ્તામાં એક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ભરાવ્યા બાદ તેઓ જેવા જ જનગાંવ વાળા વળાંક પાસે પહોંચ્યા, ત્યારે રસ્તાની વચ્ચે ઉભેલી ટ્રક સાથે તેમની પિકઅપ ધડાકાભેર અથડાઈ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી પલટી મારી ગઈ હતી. પિકઅપની ઉપર લોખંડના પતરાની છત બનાવેલી હતી, જેની નીચે બેઠેલા લોકો અંદર જ ચગદાઈ ગયા હતા.

સ્થાનિક લોકોએ શરૂ કર્યું રાહત કાર્ય

અકસ્માત થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી અને પિકઅપ ગાડીના લોખંડના ભાગોને કટર વડે કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારી (CMO) ડૉ. નિખિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે ફરીદકોટની ‘ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ’ ખાતે રેફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી

ક્રેન વડે વાહનો હટાવી ટ્રાફિક ક્લિયર કરાયો

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી, મૃતકોની ઓળખ કરવા સહિત અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ભયાનક અકસ્માતના સમાચાર મળતા જ પીડિત પરિવારોના ગામમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક | Khan Sir Surrenders at …
INDIA

FIR બાદ ખાન સર સરેન્ડર કરવા કોર્ટ પહોંચ્યા, પટણા ગોળીબાર કેસમાં મોટો વળાંક | Khan Sir Surrenders at …

June 6, 2026
સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat…
INDIA

સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન જિંદાબાદ’ના સૂત્રોચ્ચારથી હોબાળો, ભિંડરાનવાલેના પોસ્ટર લહેરાવાયા | Operat…

June 6, 2026
મમતાના ગઢમાં ગાબડુંઃ તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ! 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા | TM…
INDIA

મમતાના ગઢમાં ગાબડુંઃ તૃણમૂલ સામે અસ્તિત્વનું સંકટ! 16 સાંસદના ફોન બંધ, શુભેન્દુ દિલ્હી પહોંચ્યા | TM…

June 6, 2026
Next Post
ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F…

ગાંધીનગર સેક્ટર-6માં મહેસાણાના યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ ઘટનાસ્થળે | Youth F...

‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police …

'કોકરોચ જનતા પાર્ટી' ના સ્થાપક અમેરિકાથી દિલ્હી પહોંચ્યા, પોલીસે દેખાવોની મંજૂરી આપી | Delhi Police ...

ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh…

ચીનના કોમન કિચનમાં જમવાનું ફરજિયાત, કૈલાસ માનસરોવર જતાં યાત્રાળુઓ રોષે ભરાયા | Kailash Mansarovar Sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

ગૌણ સેવા મંડળની બે પરીક્ષા મોકૂફ, GPSC પરીક્ષા સાથે તારીખ ટકરાતાં લેવાયો નિર્ણય | GPSC exam postpone…

10 months ago
બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…

8 months ago
BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

BHIM 3.0 લોન્ચ: ધીમા ઇન્ટરનેટમાં પણ થશે UPI પેમેન્ટ, જાણો 5 ખાસિયત | NPCI launch BHIM 3 0 with new f…

1 year ago
ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes…

ઉંદેલ ગામની પરિણીતા પુત્ર સાથે રહસ્યમય રીતે ગુમ | Married woman from Undel village mysteriously goes…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News