gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ: ₹28.94 લાખની નકલી નોટો સાથે છ લોકોની ધરપકડ | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ: ₹28.94 લાખની નકલી નોટો સાથે છ લોકોની ધરપકડ | Ahmedabad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Police Bust Fake Currency Racket: અમદાવાદના વટવામાં પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-8ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એક મોટા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય કનેક્શન ધરાવતા આ કૌભાંડમાં 28.94 લાખ રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે અને દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.

વટવાના મકાનમાં ચાલતું હતું નકલી નોટોનું કારખાનું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાઈત કાવતરાનો મુખ્ય સૂત્રધાર ઈમરાન સબ્બીર સિંધા હતો. તેણે આ વર્ષે માર્ચ મહિનાથી વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય હાઈટેક સાધનો વસાવીને 500 રૂપિયાના દરની નકલી નોટો છાપવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે 60 લાખ રૂપિયાની ફેસ વેલ્યૂવાળી નકલી નોટો છાપી હોવાના પુરાવા મળ્યા છે.

મુખ્ય આરોપીના મોત બાદ સાગરીતો અન્ય રાજ્યોમાં ભાગ્યા

આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે મુખ્ય આરોપી ઈમરાન સિંધાનું કોઈ કારણોસર મોત થયું હતું. તેના મોત બાદ ગેંગના અન્ય સભ્યો પોલીસ પકડથી બચવા માટે પ્રિન્ટિંગના મશીનો, કમ્પ્યુટર અને છાપેલી નકલી નોટો લઈને અન્ય રાજ્યોમાં ભાગી ગયા હતા. વટવા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ટોળકીને દબોચી લીધી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્ય કારણ

ઝડપાયેલા આરોપીઓની યાદી

પોલીસે આ કેસમાં અલગ-અલગ રાજ્યોના કનેક્શન ધરાવતા શંકાસ્પદોની ધરપકડ કરી છે. જેમાં  મૂળ બિહારના 20 વર્ષીય સૂરજ સહાની, બિહારના 23 વર્ષીય રવિકુમાર શાહ, ઉત્તર પ્રદેશના 25 વર્ષીય વિરુ બઘેલ, ઉત્તર પ્રદેશના 23 વર્ષીય ચંદ્રમોહન શર્મા, અને એક કિશોરનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી 49 વર્ષીય મેરાજ રબારી (49)ની પણ ધરપકડ કરી છે.

આરોપીઓના ગુનાઈત ઈતિહાસ 

પોલીસ રેકોર્ડ તપાસતા સામે આવ્યું હતું કે, આ ગેંગમાં સામેલ લોકો અગાઉ પણ આવા ગુનામાં પકડાઈ ચૂક્યા છે. મૃતક આરોપી ઈમરાન સિંધા અગાઉ સુરતમાં નકલી નોટોના કેસમાં સંડોવાયેલો હતો. જ્યારે બનાસકાંઠાનો મેરાજ રબારી અગાઉ ફેક કરન્સીના કેસમાં કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલો આરોપી છે.

બજારમાં કેટલી નોટો ઘૂસાડી? તપાસ ચાલુ

આરોપીઓ 500 રૂપિયાની નકલી નોટો છાપીને સામાન્ય વ્યાપારી વ્યવહારો અને અજાણ્યા લોકો મારફતે બજારમાં અસલી તરીકે વટાવી દેતા હતા. પોલીસે જણાવ્યું કે, આ નેટવર્કના આંતરરાજ્ય તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે, આ ગેંગ સાથે અન્ય કયા લાભાર્થીઓ સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો બજારમાં અર્થતંત્રની અંદર ઘૂસાડી દેવામાં આવી છે, તેની તપાસ ચાલુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્...

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i...

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

ફરી મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરની સપાટી સ્પર્શી શકે, વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો…

1 month ago
સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

6 months ago
લવ જેહાદઃ હિન્દુ નામ ધારણ કરી મુસ્લીમ યુવકનું વિધવા સાથે દુષ્કર્મ | Än emön säräfö Muslim tongei emö…

લવ જેહાદઃ હિન્દુ નામ ધારણ કરી મુસ્લીમ યુવકનું વિધવા સાથે દુષ્કર્મ | Än emön säräfö Muslim tongei emö…

4 months ago
દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues …

દેશના હવામાને મૂડ બદલ્યો! 18 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ! ચોમાસાને લઈને પણ ગુડ ન્યૂઝ | imd issues …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News