![]()
ગારીયાધારની બે અને નવસારી એક ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગર – ગારિયાધારના ગાંધીચોકમાં બે દુકાનો અને નવસારીમાં ચોરીને
અંજામ આપનારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ગારિયાધાર બાયપાસ
રોડ પાસેથી ઝડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે..
લોકલ ક્રાઈમ બ્રાંચે રોકડ, મોબાઈલ, બાઈક
મળી રૃા.૧.૧૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો
ગારિયાધારના ગાંધીચોક વિસ્તારમાં સાબુ-શેમ્પુની હોલસેલ દુકાન ધરાવતા
ચેતનભાઈ કનુભાઈ જીવરાજાણીની દુકાનમાંથી રૃ.૨૫,૧૪૭ની મત્તાની અને જયસુખભાઈ
જયંતીલાલ પારેખની કરિયાણાની દુકાનમાંથી રૃ.૧૫ હજાર ચોરી ગયા હતા. તેમજ નવાગામ રોડ પર અનવરહુસૈન સબ્બીરહુસૈન માકડાની
મશીનરીની દુકાનમાંથી પણ રોકડા રૃ.૩ હજાર ચોરી ગયા અંગેની અલગ-અલગ બે પોલીસ ફરિયાદ
ગારિયાધાર પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે અનુસંધાને ભાવનગર, ગ્રામ્ય
વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં રહેલી લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે
ગારીયાધાર બાયપાસ રોડ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસે જાહેર રોડ ઉપર અગાઉ ચોરીમાં
પકડાયેલ વિજય ઉર્ફે કાદર હિંમતભાઇ મકવાણાને રોકડા રૃપિયા, મોબાઈલ,
મોટરસાયકલ મળી રૃ.૧,૧૩,૨૦૭ના
મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતા ગારિયાધારમાં બે અને નવસારી મળી ત્રણ અલગ-અલગ
સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા શખ્સ સામે ૬ જિલ્લામાં ૧૩ ગુનાઓ નોંધાયા
ગારિયાધાર અને નવસારીમાં ચોરીને અંજામ આપનારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિજયની
પોલીસ તપાસ કરતા તેની સામે ભાવનગર ઉપરાંત સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને ગીર સોમનાથ જિલ્લામાં અલગ-અલગ ૧૩
ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું.










