gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Ghee Racket Busted in Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે સતત બીજા દિવસે નકલી ઘી બનાવતા તત્વો સામે લાલ આંખ કરી છે. કઠવાડા વિસ્તારમાં આવેલા સત્ય-2 ઈન્ડસ્ટ્રીઅલ પાર્કના શેડ નંબર C/73માં ચાલતી ‘શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ’ નામની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિંતનભાઈ દ્વારા ચલાવવામાં આવતી આ ફેક્ટરીમાંથી ફૂડ વિભાગે Rs. 2.85 લાખની કિંમતનું 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે.

એક્સપાયર્ડ લાયસન્સ અને ગેરકાયદે ઉત્પાદન

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ ફેક્ટરી પાસેનું ફૂડ સેફ્ટી લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું અને તેમાં જે સરનામું હતું તે પણ અલગ જ સ્થળનું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, લાયસન્સમાં શુદ્ધ ઘીના ઉત્પાદનનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ નહોતો, છતાં ત્યાં મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું. આ સાથે જ ત્યાં સ્વચ્છતા અને હાઈજીનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું પણ સામે આવ્યું છે.

જાણીતી બ્રાન્ડના નામે પેકિંગ

આ ફેક્ટરીમાં ‘કાઉઝ પ્યોર ઘી’ નામથી ‘માખન મીસરી’ અને ‘સ્વામિનારાયણ’ બ્રાન્ડના 500 મિલી અને 1 લિટરના જાર તેમજ લૂઝ જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ તમામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી, તેના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે અને હાલ ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે.

પ્રથમ દિવસે CTM, વટવા અને દૂધેશ્વરમાંથી Rs. 31.81 લાખનું ઘી પકડાયું હતું

આ અગાઉ, પ્રથમ દિવસે ફૂડ વિભાગે અમદાવાદના CTM, વટવા અને દૂધેશ્વર વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. જ્યાંથી Rs. 31.81 લાખની કિંમતનો ગાયનો 4,850 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બે દિવસમાં લાખો રૂપિયાનું નકલી ઘી પકડાતા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે થતા મોટા ચેડાં સામે આવ્યા છે.

સરકારી તંત્ર અને આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

કાગળ પર ‘ઝીરો ટોલરન્સ’, વાસ્તવિકતા અલગ: આરોગ્ય વિભાગ ભલે ‘ઝીરો ટોલરન્સ’ની મોટી-મોટી વાતો કરતું હોય, પણ વાસ્તવિકતા એ છે કે કાયદાના રક્ષકોની ઢીલી નીતિના કારણે જ આવા નફાખોરો બેફામ બન્યા છે. ભેળસેળિયાઓને સરકાર કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી.

આ પણ વાંચો: ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા

સ્થાનિક તંત્ર ઊંઘમાં, ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડ દોડાવવી પડે છે: અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં છે. સ્થાનિક અધિકારીઓની નજર સામે જ ફૂડ લાયસન્સ વિના જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘી બિન્દાસ વેચાય છે. જ્યારે સ્થાનિક તંત્ર કશું જ નથી કરતું, ત્યારે છેક ગાંધીનગરથી ફ્લાઈંગ સ્ક્વોડને દરોડા પાડવા આવવું પડે છે.

તંત્રની મિલીભગતની શંકા: બજારમાં સસ્તા ભાવે જે ઘી વેચાય છે, તેમાં ઘી ઓછું અને કેમિકલ-ચરબી જેવું ઝેર વધારે હોય છે એ સામાન્ય માણસ પણ સમજી શકે છે. છતાં સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરે છે, જે સાબિત કરે છે કે કાં તો સ્થાનિક તંત્ર સદંતર નકામું છે અથવા તો ભેળસેળિયાઓની કમાણીમાં તેમનો પણ સરખો હિસ્સો છે.

રોજબરોજ પકડાતા આવા જથ્થા બાદ પણ તંત્ર કોઈ કડક દાખલો બેસાડવાના બદલે માત્ર કાગળ પર કામગીરી બતાવીને સંતોષ માની રહ્યું છે, જેના કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J...

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ …

વડોદરા નજીક હાઇવે પર અકસ્માતના બનાવો જારી, GSFC પાસે ટ્રેલર ખાડામાં ઉતરી જતાં ડ્રાઇવર-ક્લિનરનો બચાવ …

10 months ago
જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસો? એક વકીલ સહિત ચાર સા…

જામનગરના વસઈ ગામમાં રહેતા વૃદ્ધ મહિલાની આશરે 10 કરોડની જમીન પચાવી પાડવાના કારસો? એક વકીલ સહિત ચાર સા…

7 months ago
માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

માંગરોળના બારાબંદર દરિયા પટ્ટી પર ગઈકાલે બે બિનવારસી નાની હોડીઓ (હોળી)માંથી વિદેશી દારૂ ભરેલો મોટો જ…

10 months ago
દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News