gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in Business
0 0
0
ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મે મહિનો કંગાળ કામગીરીનો નીવડયો છે. ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા હોય એમ કામગીરી કથળવા લાગી છે. મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારોએ જંગી કુલ રૂ.૬૪,૦૦૪ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે, એટલે કે રિડમ્પશનનું મોટું દબાણ ઉદ્યોગમાં જોવાયું છે. આ ફેરફાર મુખ્યત્વે ડેટ ફંડ ફ્લોમાં તીવ્ર ઉલટફેર અને વિવિધ શ્રેણીઓમાં ઓછા આઉટફ્લોને કારણે થયો હતો. ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં ચોખ્ખું રોકાણ એપ્રિલના રૂ.૩૮,૪૪૦ કરોડની તુલનાએ ૪૦ ટકા ઘટીને રૂ.૨૨,૯૦૮ કરોડ નોંધાયું છે.

ઈક્વિટીમાં મિડ કેપ ફંડોમાં રૂ.૪૩૮૫ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૪૯૪૬ કરોડનું રોકાણ નોંધાયું છે. જો કે ફ્લેક્સી-કેપ ફંડોમાં રોકાણ રૂ.૧૦,૧૪૮ કરોડની તુલનાએ ઘટીને રૂ.૫૧૭૬ કરોડ અને સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ ૬૭ ટકા ઘટીને રૂ.૬૪૮ કરોડ રહ્યો છે. લાર્જ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૨૫૨૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૫૯૩ કરોડ રહ્યો છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડોએ એપ્રિલ ૨૦૨૬માં રૂ.૨.૪૭ લાખ કરોડનું ફંડ આકર્ષયા બાદ મે ૨૦૨૬ મહિનામાં રૂ.૯૬,૯૪૯ કરોડની ચોખ્ખી જાવક-આઉટફ્લો જોવાયો છે. મહિના દરમિયાન ઉદ્યોગના એકંદર આઉટફ્લો પાછળનું સૌથી મોટું કારણ તીવ્ર ટર્નઅરાઉન્ડ હતું. હાઈબ્રિક ફંડ્સમાંથી મે મહિનામાં રૂ.૧૦,૫૬૦  કરોડ આકર્ષયા, જે એપ્રિલમાં રૂ.૨૦,૫૬૫ કરોડ રહ્યા હતા, પરંતુ તે સકારાત્મક જોવાયું હતું.

અન્ય સ્કિમોમાં કે જેમાં ઈટીએફ અને ઈન્ડેક્સ લિન્ક્ડ પ્રોડક્ટસ છે, એમાં પણ એપ્રિલમાં રૂ.૨૦,૦૮૨ કરોડ અને માર્ચમાં રૂ.૩૦,૭૬૮ કરોડની તુલનાએ મે મહિનામાં રોકાણ પ્રવાહ નજીવો રૂ.૩૬૨ કરોડ રહ્યો છે. સોલ્યુશન લક્ષી સ્કિમોમાં જેમાં નિવૃતિ અને ચિલ્ડ્રન ફંડોનો સમાવેશ છે, તેમાં રોકાણ રૂ.૨૭૦ કરોડનું થયું છે. ક્લોઝ-એન્ડેડ અને ઈન્ટર્વલ સ્કિમોમાં એપ્રિલના રૂ.૪૪૬૭ કરોડની તુલનાએ મે મહિનામાં રૂ.૧૧૫૬ કરોડની ચોખ્ખી જાવક-ઉપાડ નોંધાયો છે.

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ એપ્રિલના રૂ.૩૦૪૦ કરોડની તુલનાએ મે મહિનામાં ચોખ્ખો રૂ.૭૨૫ કરોડનો ઉપાડ-રિડમ્પશન જોવાયું છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ એપ્રિલના રૂ.૩૧૧૧૫ કરોડની તુલનાએ નજીવું ઘટીને રૂ.૩૦,૯૫૪ કરોડ રહ્યું છે. આ ઘટાડો ઈક્વિટી ફંડના પ્રવાહમાં વ્યાપક ઘટાડા સાથે આવ્યો, જે મહિના દરમિયાન ૪૦ ટકા ઘટયો છે. જો કે એકંદર ઈક્વિટી પ્રવાહમાં તીવ્ર મંદીની તુલનાએ એસઆઈપી યોગદાનમાં ઘટાડો પ્રમાણમાં સાધારણ રહ્યો હતો. 

એસઆઈપી પ્રવાહ પણ સતત ત્રીજા મહિને રૂ.૩૦,૦૦૦ કરોડના આંકથી ઉપર રહ્યો છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારો મોટાપાયે નફો બુક કર્યો છે. જેમાં જાન્યુઆરીમાં રૂ.૨૪,૦૪૦ કરોડ અને એપ્રિલમાં રૂ.૩૦૪૦ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.

મ્યુચ્યુઅલ ફંડોમાં વિવિધ કેટેગરીમાં કેટલું રોકાણ-ઉપાડ

ફંડ કેટેગરી

મે

એપ્રિલ

માર્ચ

–

૨૦૨૬

૨૦૨૬

૨૦૨૬

ઈક્વિટી ફંડો

૨૨,૯૦૭

૩૮,૪૪૦

૪૦,૪૫૦

ડેટ ફંડ કેટેગરી

-૯૬,૯૪૮

૨,૪૭,૪૯૦

-૨,૯૪,૯૮૭

હાઈબ્રિડ ફંડો

૧૦,૫૬૦

૨૦,૫૬૫

-૧૬૫૩૮

અન્ય સ્કિમો

૩૬૨

૨૦,૦૮૨

૩૦,૭૬૭

સોલ્યુશન. સ્કિમો

૨૭૦

૩૦૭

૨૫૬

ક્લોઝ એન્ડેડ-ઈન્ટર્વલ

-૧૧૫૫

-૪૪૬૭

૨૨૬

કુલ રોકાણ/ઉપાડ

-૬૪,૦૦૩

૩,૨૨,૪૧૭

-૨,૩૯,૮૨૬

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore
Business

દર વર્ષે ગ્રાહકોને રૂ. 28,000 કરોડનું નુકસાન | Every year consumers lose Rs 28 000 crore

June 11, 2026
સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…
Business

સોના-ચાંદીમાં કડાકો, સેન્સેક્સ અને નિફ્ટી પણ તૂટ્યા, રૂપિયો કમજોર થયો તો ક્રૂડ ઓઇલ મોંઘો | Middle Ea…

June 11, 2026
સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73983 | Sensex rises 64 points to 73983
Business

સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73983 | Sensex rises 64 points to 73983

June 11, 2026
Next Post
ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed...

‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s…

'હોમ મેકર' નહીં 'નેશન બિલ્ડર' કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s...

મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી | TMC Cri…

મમતાની TMC સંકટમાં, અઠવાડિયામાં ત્રીજું મોટું રાજીનામું, સાંસદ પ્રકાશ બરાઈકે રાજ્યસભા છોડી | TMC Cri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

157 શાળામાં તમામ વિદ્યાર્થી નાપાસ: બે વર્ષ જૂના પરિણામના આધારે અખિલેશે ‘ગુજરાત મોડલ’ પર ઉઠાવ્યા સવાલ…

1 year ago
નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય…

નેશનલ હાઇવે નં.48 ઉપર અકસ્માત : ફિલ્મ રોલ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી ખાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય…

10 months ago
૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

૨૭ ટકા ઓ.બી.સી.નો અમલ થતાં અમદાવાદના ૧૭ વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે | With the im…

7 months ago
યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…

યુનિવર્સિટીના આઉટ સોર્સ નાના કર્મચારી ગાર્ડ બે માસથી પગાર વિહોણા | University outsourced junior staf…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News