gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
ભારત-પાકિસ્તાને મળીને યુદ્ધવિરામનો નિર્ણય લીધો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં: સરકારે કરી સ્પષ્ટતા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Pakistan Ceasefire : ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય મહત્ત્વની પોષ્ટ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી (યુદ્ધવિરામ) રોકવાનો નિર્ણય બંને દેશોએ વાતચીત બાદ લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની મધ્યતાથી યુદ્ધવિરામ થઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા ન હોવાની માહિતી શેર કરી છે.

યુદ્ધવિરામમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી : માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આજે (10 મે) સાંજે 6 વાગ્યાને 7 મિનિટે એક પોસ્ટ કરવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે બંને દેશો વચ્ચે સીધી ચર્ચા થઈ હતી. પાકિસ્તાનના ડીજીએમઓએ આજે ​​બપોરે કોલ કર્યો હતો, ત્યારબાદ ચર્ચા થઈ હતી અને સમજૂતી થઈ હતી. અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’

યુદ્ધવિરામમાં અમેરિકાની મધ્યસ્થીનો ટ્રમ્પે કર્યો હતો દાવો

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના’ 

આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ

અમેરિકાના વિદેશ મંત્રીએ પણ કર્યો હતો દાવો

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે ‘છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપપ્રમુખ જે. ડી. વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરાઈ છે. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે રાજી થયા છે.’ 

ભારત-પાકિસ્તાનની યુદ્ધ વિરામની જાહેરાત

ટ્રમ્પની પોસ્ટ બાદ ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધ વિરામની જાહેરાત કરતાં કહ્યું છે કે, ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશને (DGMO) ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો દ્વારા જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે. હવે બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.’

આ પણ વાંચો : પાકિસ્તાનના DGMOએ ભારતને ફોન કર્યો, બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ લાગુ: ભારતીય વિદેશ મંત્રાલય

બંને દેશો વચ્ચેના સંઘર્ષમાં પાકિસ્તાનને ઘણું નુકસાન

ભારતીય વિદેશ મંત્રાલયે આજે સવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ જણાવ્યું કે, પાકિસ્તાન સેનાના અગ્રીમ વિસ્તારમાં સેનાની તહેનાતી વધારાઈ રહી છે, જે સ્થિતિને ભડકાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ સામાન્ય નાગરિકો અને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવાઈ રહ્યા છે. શુક્રવારે રાત્રે 1:40 વાગ્યે પાકિસ્તાને પંજાબના એરબેઝ પર હાઇસ્પિડ મિસાઇલ છોડી હતી, જેને નષ્ટ કરી દેવાઈ છે. ત્યારબાદ ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ પાકિસ્તાનના 6 સ્થળે હુમલા કર્યા. આ હુમલામાં પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન પર ભારત વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો. આ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના તમામ ખોટા દાવાની પોલ ખોલી હતી. 

આ પણ વાંચો : VIDEO : ‘ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું’, ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- 'આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે' | Akhil...

Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી | IMD Monsoon 2…

Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી | IMD Monsoon 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest …

વાપીમાં રેલવે ફલાય ઓવરની કામગીરી મંથરગતિએ અને બિસ્માર માર્ગ સામે કોંગ્રેસના ધરણા | Congress protest …

9 months ago
ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni…

ભાવનગર મહાપાલિકા ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડે છે પરંતુ સ્પોર્ટસ કોટામાં ભરતી કરાતી નથી | Bhavnagar Muni…

6 months ago
સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia …

સાઉદી તેમજ યુએઈ ખાતેથી ક્રુડ તેલની આયાતમાં ઘટાડો | Reduction in crude oil imports from Saudi Arabia …

1 month ago
વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News