gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in INDIA
0 0
0
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yoga Narasimha Swamy Temple Theft: અયોધ્યાના રામમંદિર બાદ  કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાપૂર્વક ચઢાવવામાં આવતા દાનપાત્ર(હુંડી)માંથી ચોરી થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મંદિરના મુખ્ય પૂજારી સહિત કુલ છ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ડ્યુટીમાં બેદરકારી બદલ લેવાયા કડક પગલાં

મંદિર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કડક પગલાં હાલમાં ચોરીમાં સીધી સંલિપ્તતાના કારણે નહીં, પરંતુ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં રાખવામાં આવેલી ઘોર બેદરકારી અને વહીવટી જવાબદારીઓ નિભાવવામાં થયેલી ચૂક બદલ લેવામાં આવ્યા છે. માંડ્યાના ડેપ્યુટી કમિશનર(ઉપાયુક્ત) દ્વારા આ સુરક્ષા ખામીને અત્યંત ગંભીર ગણાવવામાં આવી હતી. ત્યારબાદ મંદિરના કાર્યકારી અધિકારી શીલા દ્વારા આ તમામ છ લોકોના સસ્પેન્શનનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલા 6 કર્મચારીઓની યાદી

દાનપાત્રની સુરક્ષામાં બેદરકારી બદલ જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં નીચે મુજબના નામો સામેલ છે:

1. નારાયણ ભટ્ટ (મંદિરના મુખ્ય પૂજારી)

2. શ્રીધર (મંદિર પ્રશાસન કર્મચારી)

3. તિરુવેંકટાચાર (મંદિર પ્રશાસન કર્મચારી)

4. ગંગાધર (સુરક્ષા ગાર્ડ)

5. બસવરાજૂ (સુરક્ષા ગાર્ડ)

6. કસ્તૂરી શ્રીનિવાસન (મંદિર પ્રશાસન કર્મચારી)

સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો અને તપાસ ચાલુ

યોગ નરસિમ્હા સ્વામી મંદિર કર્ણાટકના સૌથી પ્રમુખ ધાર્મિક સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે અને મોટું દાન ચઢાવે છે. આવા પ્રતિષ્ઠિત મંદિરની અંદર સીસીટીવી અને સુરક્ષાકર્મીઓની હાજરી હોવા છતાં દાનપાત્રમાંથી ચોરી કેવી રીતે થઈ, તે વહીવટીતંત્ર માટે મોટો સવાલ બન્યો છે. હાલમાં પોલીસ અને વહીવટી એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે. તપાસનો આખરી અહેવાલ આવ્યા બાદ આ કેસમાં વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…

June 19, 2026
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…
INDIA

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

June 19, 2026
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…
INDIA

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર પહેલી લેનમાં 60 કિ.મી.થી વધુ સ્પિડે કાર નહીં ચલાવી શકાય, 170થી વધુને દં…

June 19, 2026
Next Post
સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ…

સાબરકાંઠા: પ્રાંતિજમાં ખાતર માટે ઓનલાઈન એપનું સર્વર ડાઉન થતાં હોબાળો, કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બ...

રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An…

રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An...

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે' | Ram Man...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

4 months ago
‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

‘પાકિસ્તાન ચૂપ નહીં બેસે, એ પણ જવાબ આપશે…’ પહલગામ હુમલા અંગે શરદ પવાર આ શું બોલી ગયા | sharad pawa…

1 year ago
પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

પાટણમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા, કંટાળીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | …

9 months ago
વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch ‘One…

વડોદરા કોર્પોરેશન દર અઠવાડિયે ‘વન ડે વન વોર્ડ’ અભિયાન શરૂ કરશે | Vadodara Corporation to launch ‘One…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News