gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વટવામાં ડમ્પર નીચે કચડાતાં દીકરાની નજર સામે માતાનું મોત, લાંભામાં બોલોરોમાં મોપેડ ઘૂસતા યુવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ શહેરના વટવા અને લાંભા વિસ્તારમાં થયેલા 2 જુદા-જુદા અકસ્માતોમાં એક મહિલા સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વટવા-ગામડી ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતાં, ડમ્પરના ટાયર નીચે કચડાઈ જવાથી પુત્રની નજર સામે જ માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ અકસ્માતમાં પુત્ર અને 3 વર્ષની બાળકીને ઇજાઓ પહોંચી હતી. જ્યારે બીજા બનાવમાં, લાંભા પાસે રોડની સાઇડમાં ઉભેલી બોલેરો પીકઅપ વાનની પાછળ મોપેડ ઘૂસી જતાં એક યુવકનું મોત થયું હતું અને તેના 2 મિત્રો ઇજાગ્રસ્ત થયા હતા. ટ્રાફિક પોલીસે આ બંને બનાવો અંગે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ ગણીને વધુ તપાસ હાથ ધરી છે.

વટવામાં ડમ્પરની ટક્કરથી માતાનું કરુણ મોત

દસ્ક્રોઇના ગામડી ગામમાં રહેતા યુવકે ટ્રાફિક ‘J’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તા. 21ના રોજ બપોરે તેમની 3 વર્ષની ભાણીને હોસ્પિટલ લઈ જવાની હોવાથી, યુવક તેના પિતરાઈ ભાઈનું બાઇક લઈને માતા અને ભાણી સાથે વટવા જઈ રહ્યો હતો. તેઓ જ્યારે વટવા-ગામડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવી રહેલા એક આઇવા ડમ્પર ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ ત્રણેય રોડ પર પટકાયા હતા. જેમાં ફરિયાદીની માતા ડમ્પરના વ્હીલ નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે યુવક અને તેની બાળકીને સામાન્ય ઇજાઓ થઈ હતી.

લાંભામાં ઉભેલી પીકઅપ પાછળ મોપેડ ઘૂસ્યું

બીજા બનાવમાં, શાહવાડી વિસ્તારમાં રહેતો એક યુવક રવિવારે રાત્રે તેના 2 મિત્રો સાથે મોપેડ પર ‘ત્રિપલ સવારી’ બેસીને લાંભા તરફના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર પાર્ક કરેલી એક બોલેરો પીકઅપ ગાડીની પાછળ મોપેડ ધડાકાભેર ઘૂસી ગયું હતું. આ ગંભીર અકસ્માતમાં મોપેડ ચાલક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડ પર પાછળ બેઠેલા અન્ય બંને મિત્રોને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રાફિક ‘K’ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p…

પેવર બ્લોકની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતાર્યાનો આક્ષેપ | Allegations of contractor skimping on p...

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si…

ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન : કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર | India US Si...

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo…

કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

8 months ago
પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…

પંચમહાલ: શહેરાના પાલીખંડા રોડ પર ખેતરમાં ભીષણ આગ, કાળઝાળ ગરમી વચ્ચે પાક બળીને ખાખ | Crop Destroyed a…

5 months ago
ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a…

ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a…

1 year ago
ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

ટાટા ટ્રસ્ટનો ઐતિહાસિક નિર્ણય : હવે બિન-પારસીઓ પણ બની શકશે ટ્રસ્ટી, કાયદાકીય પ્રક્રિયા શરૂ | Tata Tr…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News