gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

G METRO NEWS by G METRO NEWS
September 24, 2026
in GUJARAT
0 0
0
આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત ભાદરવી પૂનમના મહાકુંભમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વાસ્થ્ય સુરક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક તેમજ સુસજ્જ આયોજન કરવામાં આવ્યું છે. દુર-દૂરથી ચાલતા આવતા પદયાત્રીઓને રસ્તામાં કે ધામમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગની ટીમો ચોવીસે કલાક તૈનાત રહીને સરાહનીય કામગીરી કરી રહી છે.

મેળા દરમિયાન સમગ્ર વિસ્તારમાં કુલ ૨૭ જેટલા આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કેન્દ્રો પર ૨૪x૭ અલગ-અલગ તબીબી ટીમો દ્વારા નિરંતર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૨ લાખથી વધુ ભક્તોએ આ આરોગ્ય સેવાઓનો લાભ લીધો છે.

ભક્તોની સુવિધા માટે અંબાજી મંદિરના મુખ્ય ચાચર ચોક ખાતે પણ વિશેષ આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં દૈનિક ૧૫૦૦થી વધુ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. આ ઉપરાંત, ગંભીર સ્થિતિ ધરાવતા દૈનિક સરેરાશ ૫૦ જેટલા ઇમરજન્સી દર્દીઓને ત્વરિત પ્રાથમિક સારવાર આપી વધુ ઉપચાર અર્થે આગળની હોસ્પિટલોમાં રેફર કરવામાં આવે છે.

મેડિકલ ઓફિસર સુનિલ સોલંકીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “મંદિર પરિસરમાં જો કોઈ ભક્તની તબિયત લથડે તો સૌથી પહેલાં ચાચર ચોક સ્થિત આરોગ્ય કેન્દ્ર ખાતે તેમની તબીબી તપાસ કરવામાં આવે છે. જો વધુ સારવારની જરૂરિયાત જણાય તો ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દર્દીને તાત્કાલિક અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે.”

આ ઉપરાંત, આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે અંબાજી, હડાદ અને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની વિશેષ ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે.

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના આ સુચારુ આયોજન અને ત્વરિત કામગીરીને કારણે મા અંબાના દર્શને આવતા લાખો ભક્તોને મોટી રાહત મળી રહી છે અને મહાકુંભમાં આરોગ્ય વિષયક સેવાઓ સુચારુ રૂપે ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા ...

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરાઈ | 18 h…

4 months ago
વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

10 months ago
પંજાબના લુધિયાણામાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર, બબ્બર ખાલસા અને ISI સાથે છે કનેક્શન | punjab ludhiana…

અંબાજી મંદિરની પોતાની મોબાઈલ એપ લોન્ચ: પ્રસાદ બુકિંગ, દાન અને દર્શનના સમયની વિગતો આંગળીના ટેરવે મળશે…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News