Domestic Violence Against Men Report : ઘરેલુ હિંસાનો મુદ્દો ચર્ચાય ત્યારે મોટાભાગના લોકોનું માનવું છે કે, મહિલાઓ પર જ અત્યાચાર થાય છે અને પુરુષ જ હિંસા કરે છે. જોકે સંયુક્ત રાષ્ટ્રએ એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ અનેક દેશોમાં મહિલાઓ પણ પુરુષો પર અત્યાચાર કરતી હોય છે અને ખાસ કરીને પતિ તેના અત્યાચાર સહન કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં ભારત ત્રીજા ક્રમાંકે છે, જ્યાં પત્ની દ્વારા પતીને મારમારવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે.
ઈજિપ્તમાં સૌથી વધુ પુરુષો ઘરેલુ હિંસાનો શિકાર, ભારત ત્રીજા સ્થાને
સંયુક્ત રાષ્ટ્રના ગુનાના ડેટા મુજબ, સૌથી વધુ ઘરેલું હિંસાના કેસો ઈજિપ્તમાં નોંધાયેલા છે અને અહીં પત્નીઓ કરતા સૌથી વધુ પતિઓ ઘરેલું હિંસાનો સામનો કરી રહ્યા છે. ઈજિપ્તની ફેમિલી કોર્ટના રિપોર્ટ મુજબ, 66 ટકા પુરુષો ઘરેલુ હિંસાનો શિકાર બન્યા છે અને છુટાછેડા માટે અરજીઓ આપે છે. આ યાદીમાં યુનાઈડેટ કિંગ્ડમ બીજા સ્થાને અને ભારત ત્રીજા સ્થાને છે. ભારત જેવા પારંપરિક સમાજમાં આ આંકડો ચોંકાવનારો છે, પરંતુ હકીકત એ છે કે, અનેક પુરુષો ઘરોમાં ચુપચાર અત્યાચાર સહી રહ્યા છે.
આ પણ વાંચો : ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર
મહિલાઓ જ નહીં, પુરુષો પણ શિકાર
સામાન્ય રીતે ઘરેલુ હિંસાનો અર્થ પતિ દ્વારા પત્ની પર હાથ ઉઠાવવાનો માનવામાં આવી રહ્યો છે, જોકે આ રિપોર્ટે સાબિત કર્યું છે કે, હિંસા લિંગ જોતી નથી અને આવી હિંસા કોઈપણ વ્યક્તિ કોઈના પણ વિરુદ્ધમાં કરી શકે છે. ઘણી વખત મહિલાઓ પણ ગુસ્સામાં કે પછી તણાવમાં આવી પતિઓ સાથે શારીરિક હિંસા કરતી હોય છે.
યુએનના ગુડવિલ એમ્બેસેડરે શું કહ્યું?
યુએનના ગુડવિલ એમ્બેસેડર એમા વૉટ્સને કહ્યું કે, ‘જો આપણે ખરેખર લિંગ સમાનતા તરફ આગળ વધવા ઈચ્છીએ છીએ, તો આપણે એ સમજવું જોઈએ કે, હિંસા કોઈ એક લિંગની સમસ્યા નથી. મહિલા સશક્તિકરણનો અર્થ પુરુષોને નબળા પાડવાનો નથી, પરંતુ તમામને સમાન અધિકાર અને સુરક્ષા આપવાનો છે. ઘરેલુ હિંસા સામેની લડાઈ અધૂરી છે જ્યાં સુધી પુરુષો સામેની હિંસાને સમાન રીતે ગંભીરતાથી લેવામાં ન આવે.
IPL ખતમ થતાં જ આ ખેલાડીઓના પત્તાં કાપવાની તૈયારીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, થશે કરોડોનું નુકસાન