મુંબઈ : વૈશ્વિક મોરચે એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત રહ્યા સામે ટેરિફ મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર ૫૦ ટકા ટેરિફનો અમલ મોકૂફ રાખતાં યુરોપ, અમેરિકી બજારોમાં આજે રિકવરીથી વિપરીત ભારતીય શેર બજારોમાં એક દિવસ તેજી તો બીજા દિવસે મંદીનો વોલેટીલિટીનો ખેલ ચાલુ રહ્યો હતો. ફોરન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ખરીદી ધીમી પડયા સામે લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ખાસ સ્મોલ, મિડ કેપ શેરોમાં થયા સામે લાર્જ કેપ, સેન્સેક્સ, નિફટી શેરોમાં વેચવાલ બનતાં આજે ફરી ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાયો હતો.
ઈન્ટ્રા-ડે સેન્સેક્સ ૧૦૫૪ પોઈનટ તૂટી ૮૧૧૨૧ અને નિફટી સ્પોટ ૨૯૭ પોઈન્ટ તૂટી ૨૩૭૦૪ સ્પર્શયા
વોલેટીલિટીમાં આજે આરંભમાં સેન્સેક્સ એક તબક્કે ૧૦૫૪.૭૫ પોઈન્ટના કડાકે નીચામાં ૮૧૧૨૧.