gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ | supreme court…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ | supreme court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Assam False Police Encounters: સુપ્રીમ કોર્ટે મંગળવારે આસામમાં મે 2021થી ઓગસ્ટ 2022 દરમિયાન થયેલી 171 પોલીસ એન્કાઉન્ટર્સ અંગે ચિંતા વ્યક્ત કરીને આ મુદ્દો ‘ખૂબ ગંભીર’ ગણાવ્યો. કોર્ટે જણાવ્યું કે પોલીસ એન્કાઉન્ટરને પડકારતી અરજીઓ ફગાવી ના શકાય. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘની બે જજની બેન્ચે આસામ સરકાર પાસેથી આ એન્કાઉન્ટરની વિગતવાર માહિતી માંગી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે, ‘આ ખૂબ જ, ખૂબ જ ગંભીર મુદ્દો છે. 171 ઘટના ચિંતાજનક છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાની તપાસ કરવાનો આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ કર્યો હતો. 

ગુવાહાટી હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી 

આ બેન્ચ અરજદાર આરિફ એમડી યેસીન જવાદ્દર દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જેમનું પ્રતિનિધિત્વ એડવોકેટ પ્રશાંત ભૂષણે કર્યું હતું. જાન્યુઆરી 2023માં ગુવાહાટી હાઈકોર્ટે આસામ પોલીસ દ્વારા કરાયેલા એન્કાઉન્ટરને લગતી જનહિત અરજી ફગાવી દીધી હતી. આ કારણસર તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ સુનાવણીમાં ભૂષણે દલીલ કરી કે આસામ પોલીસે સુપ્રીમ કોર્ટના 2014ના ચુકાદામાં આપેલી માર્ગદર્શિકાઓનું પાલન કર્યું નથી. આસામમાં ચોક્કસ સમયગાળામાં આવા અનેક એન્કાઉન્ટર થયા હતા. 

આ અરજી પ્રિમેચ્યોર કહીને ફગાવી ના શકાયઃ સુપ્રીમ કોર્ટ  

ગુવાહાટી હાઈકોર્ટે ઉપરોક્ત અરજી ફગાવતી વખતે આપેલા આદેશમાં આસામ સરકાર દ્વારા રજૂ કરાયેલી એફિડેવિટનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે મે 2021થી ઓગસ્ટ 2022 દરમિયાન 171 એન્કાઉન્ટર થયા હતા, જેમાં 56 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પૈકી ચાર લોકો પોલીસ કસ્ટડીમાં હતા અને 145 લોકોને ઈજા થઈ હતી. 

આસામ સરકારના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે હાઈકોર્ટ આ અરજી ‘પ્રિમેચ્યોર’ ગણીને ફગાવી ચૂકી છે. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘આવી અરજીઓને પ્રિમેચ્યોર ગણીને ફગાવી ના શકાય.’ આ દરમિયાન પ્રશાંત ભૂષણે દલીલ કરી કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) અને આસામ માનવ અધિકાર આયોગ બંને પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે અને આ કેસોમાં કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી. સુપ્રીમ કોર્ટે પણ માનવાધિકાર પંચની ભૂમિકાને સંબોધીને ટિપ્પણી કરી કે, ‘નાગરિક સ્વતંત્રતાના મુદ્દામાં સુપ્રીમ કોર્ટ અપેક્ષા રાખે છે કે તમે પોતે જ જવાબદારીપૂર્વક વર્તીને આગળ વધો.’

નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ થવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસ અંગે રાજ્ય માનવાધિકાર આયોગને આદેશ આપ્યો કે તેઓ અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓમાં અખબારોમાં જાહેર નોટિસ આપે, જેથી અસરગ્રસ્ત પરિવારોનો અવાજ સાંભળી શકાય. આ ઉપરાંત રાજ્ય સરકારને કોઈપણ વહીવટી અવરોધો દૂર કરવા તેમજ સંપૂર્ણ ફોરેન્સિક સહાય અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ મામલે કોર્ટે કહ્યું કે, ‘આમાંની કેટલીક ઘટનાઓ ફેક એન્કાઉન્ટર હોઈ શકે છે તેવા આરોપો અત્યંત ગંભીર છે અને જો તે સાબિત થાય છે, તો તેને બંધારણની કલમ 21 હેઠળ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવશે. જોકે, એ પણ એટલું જ શક્ય છે કે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ પછી, કેટલાક કેસ કાયદેસર રીતે ન્યાયી અને જરૂરી હોઈ શકે છે. આથી દરેક કેસની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.’ 

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા

આ કેસની આગામી સુનાવણી 26 નવેમ્બરે નક્કી કરાઈ છે. નોંધનીય છે કે, અગાઉ હાઈકોર્ટ સમક્ષ પણ અરજદારે દલીલ કરી હતી કે, મે 2021 અને ઓગસ્ટ 2022 દરમિયાન આસામ પોલીસે 80થી વધુ ફેક એન્કાઉન્ટર કર્યા હતા, જેમાં 28 મોત થયા હતા. એ અરજીમાં નોંધ હતી કે, ‘દુઃખની વાત છે કે માર્યા ગયેલા કે ઈજાગ્રસ્ત થયેલા ઘણાં લોકો રીઢા ગુનેગારો ન હતા.’ એ અરજીમાં પણ સીબીઆઈ, એસઆઈટી કે અન્ય રાજ્યની પોલીસ ટીમ દ્વારા કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસની માંગ કરાઈ હતી. 

આસામ પોલીસ પર 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ, સુપ્રીમ કોર્ટે માનવ અધિકાર પંચને સોંપી તપાસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…
INDIA

મોંઘવારીએ માઝા મૂકી : પેટ્રોલ, ડીઝલ, ગેસ, વિમાન ભાડું… બધું મોંઘુ | Inflation has taken a toll: Pe…

April 2, 2026
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…
INDIA

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

April 2, 2026
માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…
INDIA

માર્ચમાં બેકારી વધી પણ જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. બે લાખ કરોડ ! | Unemployment increased in Marc…

April 2, 2026
Next Post
સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m…

સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં કરશે એન્ટ્રી! DMKએ ફાળવી બેઠક | tamil nadu kamal haasan m...

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય અને બોલિવૂડ એક્ટર મોટી મુશ્કેલીમાં ફસાયા! શિંદે જૂથના નેતાએ લગાવ્યો ગંભીર આરોપ

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

ભારતની હવા બની રહી છે ઝેરી? દેશમાં પ્રદૂષણના કારણે 17 લાખ લોકોએ ગુમાવ્યા જીવ: WHO | india air pollut…

5 months ago
આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

6 months ago
બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

બગસરા ST ડેપોમાં ટિકિટ મશીનની તંગીના કારણે 7 રૂટ બંધ કરાયા | 7 routes closed due to shortage of tick…

8 months ago
ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ | rain…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News