Rain News: દેશમાં હાલ વહેલા આવેલું ચોમાસું પૂર્વોત્તરમાં તબાહી મચાવી રહ્યું છે. ગત દિવસોમાં પૂર્વોત્તરના મણિપુર, મિઝોરમ, આસામ, અરૂણાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરામાં સતત ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરમાં 20 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 12 હજારથી વધુ પરિવાર અસરગ્રસ્ત થયા છે. આ રાજ્યોમાં અનેક ઘર પડવાથી મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા છે. નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે તમામ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે.