gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘દેશથી શું છૂપાવવામાં આવ્ય…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in INDIA
0 0
0
CDSના નિવેદનનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- ‘દેશથી શું છૂપાવવામાં આવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mallikarjun Kharge Questions: ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે શનિવારે સિંગાપોરમાં એ દાવાને ફગાવ્યો હતો કે જેમાં પાકિસ્તાને 6 ભારતીય ફાઇટર જેટ તોડી પાડવાની વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનનો આ દાવો તદ્દન ખોટો છે. 

મલ્લિકાર્જુન ખડગે શું કહ્યું?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સીડીએસ ચૌહાણ દ્વારા સિંગાપુરમાં આપવામાં આવેલા ઈન્ટરવ્યૂથી કેટલાક મહત્ત્વના સવાલ ઉભા થઈ રહ્યા છે, જેને પૂછવા જરૂરી છે. આ સવાલ ત્યારે જ પૂછી શકાય છે, જ્યારે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. મોદી સરકારે દેશના ગુમરાહ કર્યો છે, પરંતુ હવે ધીરે ધીરે બધુ સ્પષ્ટ થઈ રહ્યું છે.

આપણા ભારતીય વાયુસેનાના જવાનએ દુશ્મનો સાથે લડતા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. હવે કેટલીક ક્ષતિ પણ પહોંચી, પરંતુ આપણા જવાન સુરક્ષિત છે. સીડીએસના ઈન્ટરવ્યૂ અનુસાર, આપણે એક ભૂલને સુધારી, તેને ફરી લાગુ કરાય અને પછી બે દિવસ બાદ પોતાના વિમાનોને ઉડાવ્યા અને દુશ્મન પર લાંબા અંતરથી હુમલા કર્યા.

ખડગેએ માગ કરી છે કે, સમગ્ર સ્થિતિને લઈને એક સ્વતંત્ર વિશેષજ્ઞ સમિતિ દ્વારા રક્ષા તૈયારીઓની મોટા પ્રમાણમાં સમીક્ષા થવી જોઈએ. જેમ કે કારગિલ સમીક્ષા સમિતિ દ્વારા કરાઈ હતી.

યુદ્ધવિરામને લઈને કોંગ્રેસે ફરી મોદી સરકારને ઘેરી

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની વાત કરી ફરી કહી છે. જો એવું હોય તો આ શિમલા સમજૂતી (1972)નું ઉલ્લંઘન છે. ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટતા આપવાની જગ્યાએ ભારત સરકાર, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. આ મુદ્દે સરકાર તરફથી પારદર્શકિતા નથી દેખાઈ રહી. ત્યાં સુધી કે અમેરિકન વાણિજ્ય સચિવે પણ એક કોર્ટમાં દાખલ સોગંદનામામાં યુદ્ધવિરામની પુષ્ટિ કરી.

ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી હાલના દિવસોમાં ચૂંટણીમાં વ્યસ્ત છે અને સુરક્ષાદળોની વીરતાનો વ્યક્તિગત શ્રેય લઈ રહ્યા છે. જવાનોની બહાદુરીને છૂપાવવામાં આવી રહી છે અને યુદ્ધવિરામની રૂપરેખાને સ્પષ્ટ રીતે બતાવવાથી બચી રહ્યા છે.

જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોદી સરકારના 11 વર્ષના કાર્યકાળને અઘોષિત ઇમરજન્સી ગણાવી છે. તેમણે X પર પોસ્ટ કરતા મોદી સરકાર પર સીડીએસના નિવેદનના નિવેદનને લઈને પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું કે, 11 વર્ષથી ચાલી રહેલી અઘોષિત ઇમરજન્સી પર આ એક અસાધારણ સ્થિતિ છે કે વડાપ્રધાન ન તો સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે છે, ન તો સંસદને ભરોસામાં લે છે- પરંતુ દેશના ઓપરેશન સિંદૂરના પહેલા તબક્કાની માહિતી સિંગાપુરમાં આપવામાં આવેલા CDSના ઇન્ટરવ્યૂ દ્વારા મળે છે. શું વડાપ્રધાન વિપક્ષી નેતાઓને પહેલાથી જ વિશ્વાસમાં નથી લઈ શકતા?

કોંગ્રેસે વીડિયો શેર કરી સવાલ કર્યો

આ મામલે કોંગ્રેસે પણ વીડિયો શેર કરી સરકાર સામે સવાલ કર્યા છે. કોંગ્રેસે કહ્યું છે, કે ‘અનિલ ચૌહાણ તેમના નિવેદનમાં માની રહ્યા છે કે ભારતે ફાઈટર જેટ ગુમાવ્યાં છે. તો પછી મોદી સરકાર આ વાત કેમ છુપાવી રહી છે?’  

વિમાન પડ્યા મહત્ત્વના નથી, અમે શું શીખ્યા એ મહત્ત્વનું: CDS જનરલ અનિલ ચૌહાણ

CDS જનરલ અનિલ ચૌહાણે ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘કોઈ પણ યુદ્ધ નુકસાન વગર લડી શકાય નહીં. ભારતે પાકિસ્તાનને જે પ્રભાવી રૂપથી જવાબ આપ્યો. મહત્ત્વની વાત એ છે કે અમે ભૂલોને સમજી તેમાં સુધારો કરી શકીએ છીએ.’ પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતના છ ફાઇટર જેટ તોડી પાડ્યા છે. જેના જવાબમાં અનિલ ચૌહાણે કહ્યું છે, કે ‘તદ્દન ખોટું. ગણતરી મહત્ત્વની નથી, મહત્ત્વનું એ છે કે વિમાન કેમ પડ્યા અને અમે શું શીખ્યા? અને તેમાં શું સુધારો કર્યો.’ 

નોંધનીય છે કે આ ઈન્ટરવ્યૂ પહેલા CDS જનરલ અનિલ ચૌહાણે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાનને ઉઘાડું પાડ્યું હતું. સિંગાપોરમાં આયોજિત 22માં શાંગરી-લા ડાયલોગમાં તેમણે કહ્યું હતું, કે ‘પાકિસ્તાનને અનેક વખત ભારતને દગો આપ્યો. ભારત નથી બદલાયું, પણ અમારી રણનીતિ બદલાઈ છે. આજે ભારત વિવિધતા છતાં આર્થિક, સામાજિક, GDP તથા માનવ વિકાસ સહિત તમામ મોરચે પાકિસ્તાનથી ક્યાંય આગળ છે.’ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…
INDIA

AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી… PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ | pm modi sweden…

May 18, 2026
પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…
INDIA

પ્રેમથી માની જાઓ તો સારું, નહીંતર…: રસ્તા પર નમાઝ મુદ્દે યુપીના CM યોગીની ચેતવણી | yogi adityanath…

May 18, 2026
Next Post
ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી | heavy rai…

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે પૂર્વોત્તરમાં તબાહી, 20 લોકોના મોત, અનેક ઘર-હોટલો ધરાશાયી | heavy rai...

BREAKING: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો | lpg cylinder…

BREAKING: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો | lpg cylinder...

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

નાગાલેન્ડમાં અજિત પવારને મોટો ઝટકો, NCPના તમામ ધારાસભ્યો NDPPમાં સામેલ, CM રિયોને મળી પૂર્ણ બહુમતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

3 months ago
રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

રાજસ્થાનની પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આગ, વડાપ્રધાન મોદી આવતીકાલે કરવાના હતા લોકાર્પણ | pachpadra refine…

4 weeks ago
આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether …

આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether …

8 months ago
અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી | Vacancies for doctors and various staff in health centers and hospitals in Ahmedabad

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી | Vacancies for doctors and various staff in health centers and hospitals in Ahmedabad

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News