gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
BAPSના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે અભૂતપૂર્વ ભાગવતી દીક્ષા મહોત્સવ સંપન્ન
1
VIEWS
Share on FacebookShare on Twitter

ડોક્ટર, આર્કિટેક્ટ અને ૧૩ એન્જિનિયરો સહિત ૩૩ યુવાનોએ સ્વીકાર્યો ત્યાગનો માર્ગ

સારંગપુરમાં ભવ્ય ‘ભાગવતી દીક્ષા’ મહોત્સવ

કેનેડાના ૪ NRI અને ઉચ્ચ શિક્ષિત ૩૩ યુવાનો BAPSની સંત પરંપરામાં જોડાયા

 પરદેશના અનેક ભક્તોની સાથે હજારો ભક્તો રહ્યા ઉપસ્થિત

સારંગપુર: તા. ૪ માર્ચ ૨૦૨૬

આજે સવારે BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં વધુ એક ઐતિહાસિક ‘ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) મહોત્સવ’ અત્યંત ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઐતિહાસિક પ્રસંગે ૩૩ નવયુવાન સુશિક્ષિત પાર્ષદોને પ.પૂ. મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે સંત દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ ૩૩ યુવાનોએ બે વર્ષ પૂર્વે પાર્ષદી દીક્ષા પ્રાપ્ત કરી હતી.

આજે દીક્ષિત થયેલા આ ૩૩ યુવાનો ભૌતિક અને શૈક્ષણિક રીતે અત્યંત સમૃદ્ધ બેકગ્રાઉન્ડ ધરાવે છે. જેમાં ૧૩ એન્જિનિયર્સ, ૧૧ ગ્રેજ્યુએટ્સ, ૩ માસ્ટર્સ ડિગ્રી ધારક, ૧ ડોક્ટર, ૧ આર્કિટેક્ટ અને અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા ૪ યુવાનોનો સમાવેશ થાય છે.

આ નવદીક્ષિત સંતોમાં કેનેડામાં ઉછરેલા ૪ NRI યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પોતાની ઉજ્જવળ કારકિર્દી અને ભૌતિક સુખોને તિલાંજલિ આપીને ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરા સહર્ષ અપનાવી છે. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

દીક્ષા મહોત્સવનો પ્રારંભ આજે વહેલી સવારે ૬ વાગ્યે વૈદિક મહાપૂજા વિધિથી થયો હતો. દીક્ષા સમારોહ અંતર્ગત વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠી, ઉપવસ્ત્ર અને પાઘ ધારણ કરાવી હતી તેમજ ભાલ અને બંને હાથે ચંદનની અર્ચા કરી હતી. ત્યારબાદ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે નવદીક્ષિત સંતોને ‘અક્ષરમ્ અહં પુરુષોત્તમ દાસોસ્મિ’ (અર્થાત્: હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું) નો ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ઐતિહાસિક સભામાં દીક્ષાર્થી પાર્ષદોના પિતાશ્રીઓને સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનું વરિષ્ઠ મહિલા અગ્રણીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પૂર્વે મહંતસ્વામી મહારાજે ૨૯ યુવાનોને પાર્ષદી દીક્ષા આપી હતી. આજની દીક્ષા સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે અત્યાર સુધીમાં કુલ ૩૫૨ યુવાનો દીક્ષિત થયા છે. આ સાથે જ BAPS સંસ્થાના સંતોની કુલ સંખ્યા ૧૨૩૪ ના આંકડા પર પહોંચી છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN) માં માન્યતા ધરાવતી BAPS સંસ્થાના આ ઉચ્ચ શિક્ષિત સંતો એક પણ દિવસની રજા કે કોઈપણ પ્રકારના વેતન વિના સમગ્ર જીવન ગુરુની આજ્ઞા મુજબ સેવા અને ભક્તિમાં વિતાવે છે. આ સંતો ચારિત્ર્યવાન, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક રીતે જાગૃત એવા સમાજના નિર્માણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

એટલું જ નહીં, ભૂકંપ, સુનામી, પૂર કે યુક્રેન-રશિયા યુદ્ધ જેવી વૈશ્વિક આફતો હોય, કે પછી સમાજમાં વ્યસનમુક્તિ અને પર્યાવરણ જતનનું કાર્ય હોય – આ સંતોના નેતૃત્વમાં BAPS સંસ્થાએ વૈશ્વિક સ્તરે માનવ સેવાની ભાગીરથી વહાવી છે. સનાતન ધર્મનાં મૂલ્યો આજે પણ જીવંત છે, તેની પ્રતીતિ આ યુવાન સંતોના અદભુત સમર્પણ પરથી થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!
GUJARAT

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

September 13, 2026
ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન
GUJARAT

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

September 13, 2026
Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…
GUJARAT

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

September 12, 2026
Next Post
VIDEO: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા | 210 G…

VIDEO: યુદ્ધ વચ્ચે સાઉદીથી 210 ગુજરાતીઓની વતન વાપસી, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો સર્જાયા | 210 G...

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit…

બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરની શક્યતા, નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડી શકે! | Bihar politics Nit...

તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli…

તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 1…

જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 1…

8 months ago
જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસેથી એક ‘નકલી પોલીસ’ ને અસલી રેલવે પોલીસે ઝડપી લીધો | ‘fake police…

10 months ago
અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

અયોધ્યામાં ફરી મોટો ઉત્સવ : એક સાથે 14 મંદિરોમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સમગ્ર કાર્યક્રમ | Utta…

1 year ago
એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…

એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે | digital tax on online advertisements to be abo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News