gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે ‘ચૂંટણીની રમત’ ગણાવી | Irfan Patha…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે ‘ચૂંટણીની રમત’ ગણાવી | Irfan Patha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)માં આવતીકાલે તા. 15 ફેબ્રુઆરીએ વર્ષ 2026-29ના સત્ર માટે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ‘રોયલ’ અને ‘સત્યમેવ જયતે’ વચ્ચે ગઠબંધન થયું છે, જ્યારે સામે ‘રિવાઇવલ’ જૂથ મેદાનમાં ઉતર્યું છે. બંને પક્ષો પોતાની સિદ્ધિઓ ગાઈ રહ્યા છે અને એકબીજા પર આક્ષેપોના તીર છોડતા મતદારોને રીઝવવા વચનોની વરસાદ કરી રહ્યા છે. 

હું જે છું તે બીસીએના કારણે છું: ઈરફાન પઠાણ

ઈરફાન પઠાણએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાવુક પોસ્ટ મૂકી બીસીએની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, બીસીએ એક ઐતિહાસિક ક્રિકેટ સંસ્થા છે, જ્યાંથી અનેક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધ્યા છે. “હું આજે જે કંઈ છું તે બીસીએના કારણે છું,” એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.

ઈરફાન પઠાણ બીસીએમાં CIC કમિટીના સભ્ય તરીકે પણ રહ્યા છે. અનેક કોચોના ઇન્ટરવ્યૂ લીધા, સુધારા માટે ઈમેલ્સ કર્યા, મિટિંગોમાં હાજરી આપી, પરંતુ પરિસ્થિતિ વધુ સારી બની શકે તેવી તક હોવા છતાં સુધારો થયો નથી, તેવી વ્યથા વ્યક્ત કરી.

નિયંત્રણની રાજનીતિ બંધ થવી જોઈએ: ઈરફાન પઠાણ

ઈરફાને સ્પષ્ટ કહ્યું કે, ‘વધુ રણજી મેચ રમેલા ખેલાડીઓને યોગ્ય સન્માન અને જવાબદારી મળવી જોઈએ. જો ઓછી મેચ રમેલા વ્યક્તિને સિલેક્ટર બનાવવામાં આવે તો તેને પાછળથી કંટ્રોલ કરવું સરળ બને છે, જે રમતના હિતમાં નથી. છ-સાત રણજી રમનારને ચેરમેન બનાવી પાછળથી નિયંત્રણ કરવું, એ બીસીએ માટે કમનસીબી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી પરિસ્થિતિ રહી છે, જેના કારણે વડોદરાના ખેલાડીઓ ક્વોલિફાય થવામાં પાછળ પડી રહ્યા છે.’

વડોદરાના કોચને અફઘાનિસ્તાનમાં સન્માન મળે છે, પોતાના શહેરમાં નહીં: ઈરફાન પઠાણ

ઈરફાન પઠાણે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન સાથેના પોતાના અનુભવોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘ત્યાં સ્વતંત્ર વિચાર અને કામ કરવાની તક મળી. પરિણામે ખેલાડીઓ સેમિફાઇનલ સુધી પહોંચ્યા અને આઈપીએલ જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં રમ્યા. જે કામ જમ્મુ-કાશ્મીરમાં કર્યું, તે વડોદરા માટે પણ કરવા માંગતા હતા, પરંતુ અહીં પરિસ્થિતિ અનુકૂળ નહોતી.’

ઈરફાને મતદારોને મેસેજ અને સવાલ પણ કર્યો કે, ‘બીસીએને આગળ વધારવા સારા ઓફિસ બેરર્સ અને મેમ્બર્સની પસંદગી અનિવાર્ય છે. વડોદરાના કોચ અફઘાનિસ્તાનમાં સન્માન મેળવે છે, પરંતુ પોતાના શહેરમાં યોગ્ય માન નથી મળતું – તેનું કારણ શું?’

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઈવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત

15મી તારીખે સમજદારીથી મત આપો: ઈરફાન પઠાણ

અંતમાં તેમણે અપીલ કરી કે 15મી ફેબ્રુઆરીએ સમજદારીપૂર્વક મત આપી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવો, જેથી વડોદરા ક્રિકેટ ફરી શિખરે પહોંચી શકે.

ઈરફાન પઠાણના નામે ચૂંટણી ગરમાઈ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ચરમસીમાએ છે. આ દરમિયાન હરીફ જૂથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં હરીફ જૂથે ઈરફાન પઠાણના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રેસ કોન્ફરન્સ અને ઈરફાનના વીડિયો અંગે ઉઠેલા વિવાદે ચર્ચાનો પારો વધુ ચઢાવ્યો છે. ત્યારે બીસીએ સત્તા પક્ષનો દાવો છે કે, ‘ઈરફાનનો વીડિયો તો જૂનો અને ફેક છે, પેટમાં દુખ્યું એટલે વિદેશમાં બેસી આક્ષેપ કરી રહ્યા છે’ તેવું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રણવ અમીને ઈરફાન સાથે કરી ટેલિફોનિક વાતચીત

આ સમગ્ર મામલે વિવાદ વકરતા પ્રણવ અમીને ટેલીફોનિક સંપર્ક કરતાં ઈરફાન પઠાણે સ્પષ્ટતા કરી હતી કે પ્રેસ કોન્ફરન્સમાં પોતાના નામના ઉપયોગ અંગે તેને કોઈ જાણ નથી અને તે સાઉદી અરેબિયામાં હોવાનું જણાવ્યું હતું. ઈરફાને પૂછ્યું કે, ‘તમે શું આશા રાખો છો?’ ત્યારે પ્રણવ અમીને જવાબ આપ્યો કે ‘આ ઇલેક્શન છે, તમે ઇન્ટરનેશનલ ક્રિકેટર છો; તમારી છબી ન બગડે તે માટે ન્યુટ્રલ રહેજો — બીજી કોઈ આશા નથી.’

વાતચીત દરમિયાન ઈરફાને ‘બરાબર છે, બીજું કાંઈ હોય તો જણાવો’ એમ કહી સહમતી દર્શાવી. પ્રણવ અમીને કહ્યું કે ‘વડોદરા આવો ત્યારે સાથે ચા પીશું.’ ઈરફાન પઠાણે પોતાના ફોટા અને નામના ઉપયોગ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ‘મને જાણ કર્યા વગર ઉપયોગ કર્યો છે; મેં તેમને કહ્યું છે કે મારું કંઈ યુઝ કરવું નહીં.’

આ પણ વાંચો: મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત

અટકળો વચ્ચે ઈરફાનનો વીડિયો આવ્યો સામે

આ તમામ વચ્ચે એક વાત ઉડીને આંખે વળગે તેવી એ પણ છે કે ઈરફાન પઠાણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાક કલાકો પહેલા જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં હરીફ જૂથનું બનેર જોવા મળે છે. આ સાથે રોયલ સત્યમેવ જયતે ગૃપના સોશિયલ મીડિયા પેજ પર પણ ઈરફાનનો આ વીડિયો જોવા મળે છે.

BCAની ચૂંટણી પૂર્વે ઈરફાન પઠાણની સિસ્ટમ સામે નારાજગી, સત્તા પક્ષે 'ચૂંટણીની રમત' ગણાવી 2 - image

બરોડા ક્રિકેટ એસોસિએશનની આ ચૂંટણી માત્ર પદ માટેની લડાઈ નહીં, પરંતુ સંસ્થાના ભવિષ્યનો રસ્તો નક્કી કરતી ક્ષણ બની રહી છે. હવે જોવું રહ્યું કે મતદારો કોને આશીર્વાદ આપે છે અને વડોદરા ક્રિકેટનું ભવિષ્ય કઈ દિશામાં વળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
‘ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે’, અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર | Amreli C…

'ગોપાલ ઈટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે', અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર | Amreli C...

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po…

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po...

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત | Fatal…

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો અકસ્માત, બેફામ કાર ઝાડમાં ઘૂસી જતાં યુવકનું મોત | Fatal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય | d…

બળાત્કારની ફરિયાદ બાદ ડો.ચિરાગ બારોટ ફરાર, મોબાઇલ સ્વીચ ઓફઃડિપાર્ટેન્ટના સેમિનારમાં હાજર નહિ હોય | d…

11 months ago
ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

ઓવરલોડ,સ્પીડ સહિત નિયમનો ભંગ વાહન ચાલકોને રૃા. ૫૪૨ કરોડ દંડ | A atai ekkewe alluk Rs 542 crore moni

6 months ago
મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં …

મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ ચુડાસમાને પોલીસ સમન્વય એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં …

1 year ago
વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

વડોદરા જેલના સિપાઇને ગોધરા જેલમાં મોકલી આપવામાં આવ્યો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News