gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ | supreme court on res…

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in INDIA
0 0
0
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ | supreme court on res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on Reserved Category Candidates: સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ(ઓપન) કેટેગરીના કટ-ઑફ કરતાં વધુ માર્કસ મેળવે તો તેમને શોર્ટ લિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે. 

મેરિટ છતાં અન્યાય: વધુ માર્કસ લાવવા છતાં ટાઇપિંગ ટેસ્ટમાંથી બહાર

આ વિવાદ 2022માં રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરુ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે SC, OBC, MBC અને EWS જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઑફ જનરલ કેટેગરી કરતાં પણ ઊંચું ગયું હતું, જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઇપિંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા.

વધુ ગુણ મેળવનાર અનામત ઉમેદવાર હવે ‘જનરલ’ ગણાશે

અદાલતે આ મામલે ભારપૂર્વક જણાવ્યું કે ‘ઓપન કેટેગરી’ એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા(Merit) પર આધારિત છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતાં વધુ માર્કસ મેળવે છે, તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે. 

ભરતી પ્રક્રિયા માટે કોર્ટની સ્પષ્ટ ગાઇડલાઇન

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના એ ચુકાદા સાથે સહમતિ દર્શાવી કે ભરતી કરનાર સંસ્થાએ પહેલા મેરિટના આધારે જનરલ લિસ્ટ તૈયાર કરવું જોઈએ અને ત્યારબાદ જ અનામત વર્ગની યાદી બનાવવી જોઈએ. અદાલતે કહ્યું કે માત્ર ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી ઉમેદવાર ઓપન કેટેગરીમાં નોકરી મેળવવાનો હક ગુમાવતો નથી.

આ પણ વાંચો: સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર

‘ડોક્ટ્રિન ઓફ એસ્ટોપેલ’ના સિદ્ધાંત પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા

જસ્ટિસ દીપાંકર દત્તાએ ચુકાદામાં કહ્યું કે ‘ડોક્ટ્રિન ઑફ એસ્ટોપેલ’ (એટલે કે પ્રક્રિયા સ્વીકાર્યા પછી તેને પડકારી ન શકાય તેવો સિદ્ધાંત) અહીં લાગુ પડતો નથી, કારણ કે ભરતી પ્રક્રિયામાં જ ગેરકાયદેસરતા હતી. ઉમેદવારો એવી અપેક્ષા ન રાખી શકે કે જનરલ કેટેગરી કરતાં વધુ માર્કસ લાવવા છતાં તેમને અન્યાય થશે.’

યોગ્યતાના આધારે ઓપન કેટેગરીમાં નિમણૂક મેળવવાનો હક

કોર્ટે ‘ઈન્દ્ર સાહની’ અને ‘આર. કે. સભરવાલ’ કેસના જૂના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે જે ઉમેદવાર મેરિટમાં આગળ છે, તેને તેની જ્ઞાતિ કે સમુદાયના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘ઓપન’ એટલે ‘ઓપન’, જેમાં કોઈપણ જાતિ, જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર દરેક યોગ્ય ઉમેદવારને સ્થાન મળવું જોઈએ. જો કોઈ ઉમેદવાર ટાઇપિંગ ટેસ્ટ જેવા બીજા તબક્કે પણ શ્રેષ્ઠતા જાળવી રાખે, તો તેની અનામત કેટેગરીને બદલે ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ.

મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…
INDIA

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

June 25, 2026
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
Next Post
જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ...

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo…

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર | pm narendra mo...

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda…

વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 4 ઇજાગ્રસ્ત, 7 વિરૂદ્ધ ગુનો દાખલ | Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

6 months ago
બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

બોરસદના બોચાસણ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરના ક્લીનરનું મોત | Trailer cleaner dies in triple accide…

8 months ago
ટ્રમ્પના ટેરિફથી ભારતીય નિકાસકારો ચિંતિંત, આવક 35 ટકા ઘટવાની ભીતિઃ FIEO | india faces major export s…

ટ્રમ્પના ટેરિફથી ભારતીય નિકાસકારો ચિંતિંત, આવક 35 ટકા ઘટવાની ભીતિઃ FIEO | india faces major export s…

10 months ago
અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ…

અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News