![]()
Bihar Assembly Election-2025 : પૂર્ણિયાના સાંસદ અને જન અધિકાર પાર્ટીના નેતા પપ્પુ યાદવે ચોંકાવનારનું નિવેદન આપીને બિહારના રાજકારણ ખળભળાટ મચાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘જો NDA ગઠબંધન જીતશે તો પણ નીતીશ કુમાર મુખ્યમંત્રી નહીં બને. ભાજપ નીતીશ કુમારને સન્માન આપતી નથી અને તેમને માત્ર કોંગ્રેસ જ સન્માન આપી શકે છે.’
નીતિશ કુમારને કોંગ્રેસમાં આવવાની ઓફર
પપ્પુ યાદવે કહ્યું કે, ‘નીતીશ કુમાર કોંગ્રેસમાં આવવા પણ માંગે છે. જો તેઓ કોંગ્રેસમાં આવે છે, તો પાર્ટી તેમનું સ્વાગત કરશે. જો NDA જીતશે તો ચૂંટણી પછી નીતીશ કુમાર મુખ્યમંત્રી બિલકુલ નહીં બને. ભાજપ તેમને સન્માન આપતી નથી. નીતીશ કુમારને સન્માન માત્ર કોંગ્રેસ જ આપી શકે છે.’
VIDEO | Patna: Purnia MP Pappu Yadav says, “The way BJP and Chirag Paswan have isolated Nitish Kumar to maintain their strike rate, I don’t think Nitish Kumar will remain in the NDA after the elections. Only Congress will give Nitish Kumar the respect he deserves.”… pic.twitter.com/VNTuNrdquv
— Press Trust of India (@PTI_News) October 21, 2025
NDAએને હું એકલો ભારે પડીશ : પપ્પૂ યાદવ
શું મહાગઠબંધનમાં એકતા છે, તેવો પ્રશ્ન કરાતા પપ્પૂ યાદવે કહ્યું કે, ‘હું એકલે એનડીએ પર ભારે પડીશ. તમે મહાગઠબંધનની એકતા પર સવાલ કરો છો, પરંતુ અમારા ગઠબંધનને આવો સવાલ ન કરો, તમે ભાજપને પૂછો કે, તે લોકોની એકતા ક્યાં ગઈ છે? ભાજપ નીતિશને મુખ્યમંત્રી બનાવવા માંગતા નથી, તે સવાલ આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યો છે.’
રાહુલ-પ્રિયંકા-ખડગે બિહારમાં જનસભા સંબોધશે
તેમણે વધુમાં કહ્યું કે, ‘બિહારની પ્રજા એનડીએને નહીં મહાગઠબંધનને મત આપશે. છઠ્ઠ બાદ બિહારમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની જનસભા યોજાશે. મહાગબંધન મરી રહી છે કે જીવી રહી છે, તેની ચિંતા તમામ છોડી દેવી જોઈએ. 14 નવેમ્બરનું પરિણામ બતાવશે કે પ્રજા કોની સાથે છે.’
આ પણ વાંચો : બિહારમાં કોંગ્રેસ-RJD મહાગઠબંધનમાં પેચ ફસાયો! 11 બેઠકો પર ‘ફ્રેન્ડલી ફાઈટ’, NDAએ માર્યો ટોણો
બિહારની ચૂંટણી તારીખ અને મતદારોનો ડેટા
બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે, જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.
અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઑક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.
આ પણ વાંચો : બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો










