gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFOનો નિર્ણય : નોકરી કરવી હોય તો ઉમંગ એપ ફરજિયાત, PF માટે ચહેરાની ઓળખ જરૂરી | EPFO Makes UMANG App …

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in Business
0 0
0
EPFOનો નિર્ણય : નોકરી કરવી હોય તો ઉમંગ એપ ફરજિયાત, PF માટે ચહેરાની ઓળખ જરૂરી | EPFO Makes UMANG App …
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કચેરીએ ઉંમગ મોબાઈલ એપ્લિકેશન ચાલુ કરીને નોકરીમાં લાગતા દરેક કર્મચારીઓના યુનિવર્સલ એકાઉન્ટ નંબર શરૂ કરાવવા માટે ચહેરાની ઓળખ ફરજિયાત બનાવવાની સિસ્ટમ 15 ઓગસ્ટ, 2025થી ફરજિયાત બનાવી દીધી છે. તેના માટે આધારકાર્ડ આધારિત ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સરકારે ચાલુ કરેલી નવી ઉમંગ એપમાં જઈને નવા કર્મચારી કે શ્રમિકોના નામની પ્રોવિડન્ટ ફંડ કચેરીના સભ્ય તરીકે નોંધણી કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ રીતે પ્રોવિડન્ટ ફંડનું એકાઉન્ટ ધરાવનારા દરેક ખાતેદારની ફોટો સાથેની ઓળખ ઊભી કરવામાં આવશે.સમય જતાં આ કર્મચારીઓને એમ્પ્લોયી સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના લાભ પણ આ જ વિગતોનો ઉપયોગ કરીને આપવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.

ચહેરાની ઈમેજ પર મૂંઝવણ

પ્રોવિડન્ટ ફંડના દરેક નવા એકાઉન્ટ ખોલવા માટે માત્ર ને માત્ર ઉમંગ એપનો જ ઉપયોગ કરવાની નક્કી કરવામાં આવ્યું છે. ઉમંગ એપ પરથી તેમનું એકાઉન્ટ ખોલાવતી વખતે જ તેમનો ફોટો પણ એપ પર લઈ લેવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડમાં રજિસ્ટર થયેલા દરેક કર્મચારીઓને તેના માધ્યમથી ડિજિટલ સર્વિસ આપવાનો સરકારનો ઈરાદો છે. હવે ઓગસ્ટ 2025 પહેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર મેળવી લેનારા કર્મચારીઓનો ચહેરાની ઈમેજ રાખવી ફરજિયાત છે કે નહીં તે હજીય સ્પષ્ટ થતું નથી.

આ પણ વાંચોઃ આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ

અધિકારીઓને તાલીમ આપ્યા વિના એપ ચાલુ કરી દીધી

ઉમંગ એપ અંગે પ્રોવિડન્ટ ફંડ કચેરીના અધિકારીઓને પણ તાલીમ આપ્યા વિના એપ ચાલુ કરી દેવામાં આવી હોવાથી તેની સામે નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાતોરાત આ સિસ્ટમનો અમલ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ એપ અભણ કે ભણેલા કર્મચારીઓને ડાઉનલોડ કરીને તેના પર રજિસ્ટ્રેશન કરાવવાનું ન ફાવે તેવી પણ શક્યતા રહેલી છે. બીજું, પ્રોવિડન્ટ ફંડ માટે રજિસ્ટ્રેશન લેનારાઓ ભણેલા નથી. તેમને ઉમંગ એપ ચલાવતા નથી આવડતી. તેમ જ તેમની પાસેના ફોન નંબર સમયે સમયે બદલાઈ જતાં હોવાનું બને છે. આમ તેમને ફોન નંબર બદલાય ત્યારે તેઓ યુએએન નંબર સાથે તેને લિન્ક નહીં કરાવે તો સમય જતાં તેમને પ્રોવિડન્ટ ફંડના નાણાં મેળવવામાં તકલીફ પડી શકે છે. 

આ પણ વાંચોઃ વિદેશમાં ભારતીય હળદરનું વધી રહેલું આકર્ષણ, વૈશ્વિક નિકાસમાં પણ હિસ્સો વધ્યો

લેબર લૉ એડવાઈઝર અને એમ્પ્લોયર્સ એસોસિયેશને પતાની રજૂઆતમાં કહ્યું હતું કે, ગરીબ કર્મચારીઓ પાસે UANમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે જરૂરી સ્માર્ટ ફોન પણ નથી. તેમણે રજિસ્ટ્રેશન કરાવવા માટે બીજા પર નિર્ભર રહેવું પડશે. કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટની વ્યવસ્થિત સુવિધા નહીં હોય તો તેમના ઓનલાઈન કે ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવશે તે પણ એક સમસ્યા જ છે. ભારતમાં આજની તારીખે પણ ડિજિટલ શિક્ષણ ઓછું છે. તેથી પણ ઉમંગ એપ મારફતે પ્રોવિડન્ટ ફૂડમાં રજિસ્ટ્રેશન કરાવવું સંખ્યાબંધ લોકો માટે કઠિન બનશે.

ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવામાં કઈ તકલીફો પડશે

  • મોબાઈલ આધારકાર્ડ સાથે લિન્ક થયેલો નહીં હોય તો ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવું તકલીફ દાયક બની જશે. 
  • ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અન્ય કેટલીક એપ પણ ડાઉનલોડ કરવી પડશે.
  • ઈન્ટરનેટની અવિરત સેવા તમામ વિસ્તારમાં મળતી હોવી પણ જરૂરી બનશે.
  • ઉમંગ એપમાં ટ્રાફિક વધી જાય ત્યારે કનેક્ટિવિટી નથી મળતી. ઓટીપી મેળવવામાં મુશ્કેલી પડે છે.
  • કોઈપણ જાતની ટેક્નિકલ ભૂલ વિના સફળ રજિસ્ટ્રેશન કરાવવું કઠિન છે.
  • ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવી શકનારા કર્મચારીઓ પ્રોવિડન્ટ ફંડના લાભથી વંચિત થઈ શકે છે.
  • કર્મચારીએ પોતે જ નહીં, કંપનીના માલિકના માધ્યમથી તેમનું રજિસ્ટ્રેશન કરાવવાની સિસ્ટમ લાવવી જરૂરી.
  • ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે કોમન સર્વિસ સેન્ટર ચાલુ થવા જરૂરી છે.
  • ઇપીએફઓમાં હેલ્પ ડેસ્ક ચાલુ કરવું જરુરી છે.
  • કર્મચારીઓમાં ઉમંગ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
‘નંદ ઘેર આનંદ ભયો…’ : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash…

'નંદ ઘેર આનંદ ભયો...' : આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે | krishna janmash...

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha...

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of…

ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of…

11 months ago
જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

જામનગર અને આસપાસના વિસ્તારમાં દિવાળીની રાત્રે 30 સ્થળોએ લાગી આગ, ફટાકડાના કારણે બની ઘટના | Jamnagar …

5 months ago
વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…

વડોદરાના અકોટામાં ડી માર્ટની સામે જાહેરમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને પોલીસે માફી મંગાવી |…

6 months ago
દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News