gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in INDIA
0 0
0
Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

The Duplicate Keytruda Scandal: ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં કિટ્રુડા (Keytruda) નામની એક દવા અનેક દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. તેનો 100 મિલિગ્રામની એક બોટલનો ભાવ રૂ. 1.5 લાખ જેટલી ઊંચી કિંમત ધરાવે છે. આટલી મોંઘી દવા સામાન્ય પરિવારને પરવડે જ નહીં, પણ જે લોકોને પરવડે એમ છે એ લોકો પણ એને ખરીદવામાં છેતરાઈ રહ્યા છે. તેનું કારણ છે કીટ્રુડાના કાળા બજાર! કેન્સર નિવારક આ દવાની શીશીમાં ભળતી જ દવા આપીને લાચાર દર્દીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે, જેના કારણે તેઓ જીવનદાન પામવાને બદલે મોતને ભેટી રહ્યા છે. 

ચંદીગઢનો કિસ્સો: 16 લાખમાં ખરીદેલી દવા નીકળી ‘નકલી’

વર્ષ 2022માં ચંદીગઢ નજીક રહેતી એક 56 વર્ષીય મહિલાને લિવર કેન્સર હતું. ડોક્ટરોએ તેને કિટ્રુડાના ડોઝ લેવાની સલાહ આપી. જો કે, તેમના માટે આ દવા ખૂબ મોંઘી હતી. આમ છતાં તેમણે ગમેતેમ કરીને નાણાંની વ્યવસ્થા કરીને સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2022 વચ્ચે એક મેડિકલ સ્ટોરમાંથી કિટ્રુડાની 12 બોટલ ખરીદી અને આ માટે રૂ. ₹16 લાખનો ખર્ચ કર્યો. થોડા દિવસો બાદ તેમના પર દિલ્હી પોલીસનો ફોન આવ્યો ત્યારે તેમને ખબર પડી કે જે દવા તેમણે લીધી હતી એ નકલી હતી. તેમાં કિટ્રુડા નહીં, પરંતુ એન્ટિ ફંગલ દવા હતી.

દર્દીઓને નકલી દવા પધરાવી દેવાની મોડસ ઓપરેન્ડી 

આ કૌભાંડની પોલીસ તપાસમાં એક ખતરનાક સાંઠગાંઠ બહાર આવી છે. આ નેટવર્ક કેવી રીતે કામ કરતું હતું તે વિગતવાર સમજીએ. 

1. સૌથી પહેલા કૌભાંડીઓ હોસ્પિટલોમાં કામ કરતા ફાર્માસિસ્ટ અને સ્ટાફ પાસેથી દર્દીઓએ ઉપયોગમાં લીધેલી કિટ્રુડાની ખાલી બોટલ અને બોક્સ એકત્રિત કરતા હતા.

2. પછી આ બોટલોમાં સસ્તી એન્ટિ ફંગલ દવા અથવા ક્યારેક તો ફક્ત સાદા પાણીથી ફરીથી ભરી દેવાતી હતી.

3. બોટલમાં નકલી દવા ભરીને અધિકૃત લેબલ, બેચ નંબર (દા.ત. X018554, W031928) અને પેકેજિંગનો ઉપયોગ કરીને આ નકલી દવાને ‘અસલી’નો દેખાવ અપાતો. 

4. છેલ્લે ડિસ્કાઉન્ટની લાલચ અપાતી. એટલે કે, નકલી દવા બજાર ભાવ કરતા 40% સુધી સસ્તી (આશરે ₹90,000માં) વેચી દેવાતી, જે અનેક લાચાર દર્દીઓ ખરીદી લેતા. 

આ પણ વાંચો : ‘લેબેનોનમાં સીઝફાયરની તારીખ ઈરાન નક્કી નહીં કરે’, ઈઝરાયલનો મોજતબા ખામેનેઈને આકરો મેસેજ

હોસ્પિટલના કર્મચારીઓ જ ગેરકાયદે વેપારમાં સામેલ 

વર્ષ 2024માં આ કૌભાંડની પોલીસ તપાસ દિલ્હીની ટોચની કેન્સર હોસ્પિટલો સુધી પહોંચી, જેમાં ‘રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ’ (RGCIRC) અને ‘વેંકટેશ્વર હોસ્પિટલ’ પણ સામેલ હતી. તપાસ અધિકારીઓને જાણવા મળ્યું કે, હોસ્પિટલના કર્મચારીઓ જ આ ગેરકાયદે વેપારમાં સામેલ હતા. અત્યાર સુધીની તપાસમાં ઘણાં પર્દાફાશ થઈ ચૂક્યા છે, જે પોલીસ ચોપડે નોંધાયા છે. જેમ કે… 

– RGCIRCમાંથી બે ફાર્માસિસ્ટ કોમલ તિવારી (39) અને અભિનય (30), અર્ધ-ભરેલી કિટ્રુડાની બોટલો અને ખાલી બોક્સ લઈ જતા પકડાયા.

– પરવેઝ (33) નામનો એક પૂર્વ ફાર્માસિસ્ટ હોસ્પિટલ છોડ્યા બાદ પણ જૂના સંપર્કોની મદદથી આ રેકેટ ચલાવતો. તે હોસ્પિટલ સ્ટાફને દરેક ખાલી બોટલ માટે રૂ. 3000 આપતો. ભરેલી બોટલ કે ઇન્જેક્શન માટે તે રૂ. 40થી 50 હજાર પણ ખર્ચી નાંખતો. આ રીતે કોમલે પરવેઝને લગભગ 10-12 ભરેલી અને 120-125 ખાલી બોટલ આપી હતી.

– રોહિત સિંહ બિષ્ટ (36) નામનો નર્સિંગ ટીમ લીડર તેની દેખરેખ હેઠળના વોર્ડમાંથી દવાઓ ચોરતો હતો.

– સ્ટાફના સભ્યોને હોસ્પિટલોમાંથી ખાલી બોટલો અને બોક્સ બહાર લઈ જવામાં કોઈ મુશ્કેલી નહોતી પડતી કારણ કે, વપરાયેલી બોટલોની ગણતરી માટે કોઈ સત્તાવાર પ્રક્રિયા કે પ્રોટોકોલ ન હતા. 

– આ કેસમાં પોલીસે નીરજ ચૌહાણ (38) નામના ડિસ્ટ્રિબ્યુટર અને પરવેઝને મુખ્ય આરોપી બનાવીને અન્ય 9 લોકોની ધરપકડ કરી હતી. નીરજના ઘરમાં એક કબાટમાંથી કિટ્રુડાના લેબલ ધરાવતી 46 બોટલ, 165 ખાલી બોટલ અને 239 પેકિંગ બોક્સ મળ્યા છે.  

સિસ્ટમમાં ખામી: હોસ્પિટલો પાસે કેમ નહોતી ગણતરી?

હવે પ્રશ્ન એ થાય એમ છે કે આટલી મોંઘી દવાઓ પર કોઈ નજર કેમ નથી રાખતું? હોસ્પિટલના અધિકારીઓએ પોલીસને જણાવ્યું કે દરેક વપરાયેલી બોટલોની ગણતરી કરવી ‘વ્યવહારિક રીતે શક્ય’ નહોતી. આ જ ખામીએ આ સિન્ડિકેટને તક આપી. જો કે, હવે હોસ્પિટલોમાં કેટલાક ચોક્કસ નિયમો બનાવાયા છે. હવે મોંઘી દવાઓનો ઉપયોગ દર્દી કે તેના સંબંધીઓની સામે જ કરાય છે, જ્યારે ખાલી બોટલોને લોક કરીને રખાય છે.

આ પણ વાંચો : ‘હોર્મુઝ અમારા માટે ખુલ્લુ છે, તેમાં કોઈ દખલગીરી ના કરે’, ટ્રમ્પની ધમકી પર ચીન ભડક્યું

કેન્સર સામે રક્ષણ આપતી કિટ્રુડા શું છે? 

કિમોથેરાપી સીધા કેન્સરના કોષોને મારે છે, જ્યારે કિટ્રુડા એક એવી ઇમ્યુનોથેરેપી દવા છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સર કોષોને શોધવા અને લડવામાં મદદ કરે છે. કિટ્રુડા (પેમ્બ્રોલિઝુમાબ) શરીરની રોગપ્રતિકારક શક્તિ (T-Cells) ને ‘ઓળખ’ આપે છે. કેન્સરના કોષો PD-L1 નામનું પ્રોટીન બનાવીને T-Cells ને ‘હું તમારો પોતાનો છું, મારા પર હુમલો ન કરશો’ એવો સંદેશ આપીને છેતરે છે. કિટ્રુડા આ ‘છેતરપિંડી’ને અટકાવે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને કેન્સરના કોષો પર હુમલો કરવા માટે સક્રિય કરે છે. કિટ્રુડાને સૌપ્રથમ વર્ષ 2014માં સ્કિન કેન્સરની સારવાર માટે મંજૂરી મળી હતી. હવે, તેનો ઉપયોગ વિશ્વભરમાં વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે થઈ રહ્યો છે.

આ દવા આટલી મોંઘી કેમ છે?

અમેરિકામાં મર્ક નામની કંપની દ્વારા શોધાયેલી આ દવાની વૈશ્વિક સ્તરે અલગ અલગ કિંમત છે. અમેરિકામાં તેની કિંમત $6,000 (લગભગ રૂ. 5 લાખ) પ્રતિ બોટલ સુધી પહોંચી શકે છે, જ્યારે ઇન્ડોનેશિયામાં તે $850 (લગભગ રૂ. 70,000 ) છે. આટલો તફાવત કેમ? આ માટે જવાબદાર છે પેટન્ટ (એકાધિકાર). ‘મર્ક’ કંપની પાસે કિટ્રુડાની પેટન્ટ છે, એટલે કે અન્ય કોઈ કંપની આ દવાની નકલ કરીને સસ્તી દવા નથી બનાવી શકતી. મર્કનો દાવો છે કે તેણે આ દવા બનાવતા $46 બિલિયનનું રોકાણ કર્યું છે, જ્યારે સ્વતંત્ર સંશોધનો કહે છે કે એ માટેનો ખર્ચ માત્ર $1.9 બિલિયન હતો.

વૈશ્વિક સ્તરે ઊભી થઈ અસમાનતા 

કિટ્રુડાની ઊંચી કિંમતે વિશ્વમાં એક મોટી અસમાનતા ઊભી કરી છે. સમૃદ્ધ દેશોમાં જ્યાં વીમો છે, ત્યાં લોકો આ દવા લઈ શકે છે. ગરીબ અને વિકાસશીલ દેશોમાં સરેરાશ વ્યક્તિની એક વર્ષની આવક પણ કિટ્રુડાના એક ડોઝ જેટલી નથી હોતી. તેથી લાચાર અને મજબૂર દર્દીઓ તેમની પ્રોપર્ટી વેચી રહ્યા છે, ક્રાઉડફંડિંગ કરી રહ્યા છે અથવા તો કાળા બજારમાં મળતી સસ્તી દવાનો આશરો લઈ રહ્યા છે. જો કે, એ સસ્તી દવાઓ સાચી હોવાની ખાતરી નથી હોતી.

પેટન્ટનો ‘કિલ્લો’ ધરાશાઈ થશે? 

કિટ્રુડાની મુખ્ય પેટન્ટ 2028માં સમાપ્ત થઈ રહી છે, પરંતુ ‘મર્ક’ કંપનીએ તેના માટે અલગ અલગ ફોર્મ્યુલા અને ઉપયોગોની 1,200થી વધુ પેટન્ટ ફાઇલ કરી છે, જે 2042 સુધી ટકી શકે છે. આને ‘પેટન્ટ ફોર્ટ્રેસ’ (કિલ્લો) કહેવામાં આવે છે, જે સસ્તી જેનરિક દવાઓને બજારમાં આવતા રોકે છે. 

જો કે, આર્જેન્ટિનાની સ્થાનિક કંપનીએ પેટન્ટ સંબંધિત લૂપ હોલ્સનો ફાયદો ઉઠાવીને ‘પેમ્બ્રોક્સ’ નામની દવા બજારમાં મૂકી છે. તેમણે ‘મર્ક’ને પડકાર ફેંક્યો છે, જેને લીધે ત્યાં કિટ્રુડાના ભાવમાં 50% જેટલો ઘટાડો થયો છે. આ કારણથી આશા છે કે એક દિવસ આ ‘જાદુઈ’ દવા દરેક દર્દી માટે સુલભ બનશે અને એના કાળા બજારને કારણે કોઈ દર્દી મોતને નહીં ભેટે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…
INDIA

જો જીતનું અંતર 2% હોય અને 15% લોકો વોટ ન આપી શકે તો શું?, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને સવ…

April 13, 2026
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…
INDIA

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

April 13, 2026
મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…
INDIA

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

April 13, 2026
Next Post
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?...’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ...

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી 'મ્યુલ એકાઉન્ટ' રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી ...

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…

કંપનીઓ દ્વારા ECB ઋણ લેવાનો ઈરાદો ઘટીને માત્ર 2.9 અબજ ડોલર : RBI | Companies’ intention to borrow EC…

10 months ago
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી 10 ઓગસ્ટથી 15 દિવસ માટે યોજાનારા શ્રાવણી લોક મેળાની તડામાર તૈયારીઓ …

8 months ago
છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

છાણી જકાત નાકા પાસે આવેલા આલ્ફા હીલિંગ સેન્ટરમાં સારવાર માટે આવેલી વિદ્યાર્થિની પર બળાત્કાર | A girl…

5 months ago
લાલ માંડવા ગામમાં 37 વૃક્ષોનું ગેરકાયદે છેદન કરાતા કાર્યવાહી | Action taken against illegal felling …

લાલ માંડવા ગામમાં 37 વૃક્ષોનું ગેરકાયદે છેદન કરાતા કાર્યવાહી | Action taken against illegal felling …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News