gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું, જાણો નિષ્ણાતોના મતે 2026માં શેમાં રોકાણ કરવું જોઈ…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in Business
0 0
0
Explainer: ચાંદી મોંઘી અને સોનું સસ્તું થઈ રહ્યું, જાણો નિષ્ણાતોના મતે 2026માં શેમાં રોકાણ કરવું જોઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold vs Silver in 2026 : વર્ષ 2025માં ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો. ચાંદીએ 150% થી વધુનું ભવ્ય વળતર આપીને રોકાણકારોને માલામાલ કરી દીધા. જો કે, આ ઉછાળાના કારણે ચાંદી ખૂબ જ મોંઘી થઈ ગઈ છે અને તેમાં રોકાણ કરવું જોખમભર્યું લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાની તુલનામાં હવે ચાંદી પ્રમાણમાં મોંઘી લાગે છે. તો વિગતવાર જાણીએ કે નવા વર્ષે શેમાં રોકાણ કરવું જોઈએ. 

સોના-ચાંદી ગુણોત્તર મહત્ત્વપૂર્ણ સંકેત આપે છે

સોના અને ચાંદીના ભાવની તુલના કરતો ‘ગોલ્ડ-સિલ્વર રેશિયો’ હવે ઐતિહાસિક સરેરાશ કરતાં ઘણો નીચે આવી ગયો છે. તેનો સીધો અર્થ એ છે કે સોનાની તુલનામાં ચાંદીના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. આથી, ચાંદી હવે ‘ઓવરવેલ્યુડ’ લાગે છે અને તેના ભાવમાં સુધારો (કરેક્શન) થવાની સંભાવના વધી ગઈ છે.

ચાંદીમાં વધારા પાછળના મહત્ત્વના કારણો 

1. પુરવઠામાં ઘટાડો: વૈશ્વિક સ્તરે ચાંદીનો પુરવઠો ઘટી રહ્યો છે. COMEX રજિસ્ટર્ડ રિઝર્વ 2020ની સરખામણીએ લગભગ 70% ઘટી ગયા છે.

2. ઔદ્યોગિક માંગ: સોલર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો અને અન્ય હાઇ-ટેક ઉદ્યોગોમાં ચાંદીની માંગ ખૂબ મજબૂત રહી.

3. ચીનના નવા નિયમો: જાન્યુઆરી 2026થી ચીન ચાંદીના નિકાસ પર કડક નિયમો લાગુ કરવાનું છે, જેથી ભવિષ્યમાં પુરવઠા પર દબાણ વધવાની શંકા છે.

વર્ષ 2026માં ચાંદીનું ભવિષ્ય શું? 

વૈશ્વિક નાણાકીય સંસ્થા Mirae Asset જેવી સંસ્થાઓ નવા રોકાણકારોને ચાંદીમાં મોટું રોકાણ કરવાની સલાહ આપતી નથી. તેનું કારણ એ છે કે, 2025 જેવું ભવ્ય વળતર 2026માં મળવાની શક્યતા ઓછી છે. ચાંદીના ભાવમાં સ્થિરતા અથવા સુધારો આવી શકે છે. જેઓ લાંબા ગાળા માટે ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, તેઓ માટે આ સમય ભાવ ઘટ્યા પછી ખરીદી કરવા અથવા નફો બુક કરવાનો પણ હોઈ શકે છે.

સોનામાં સકારાત્મક દૃષ્ટિકોણ

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ફુગાવો અને રાજકીય તણાવના વાતાવરણમાં સોનું ‘સલામત રોકાણ’ તરીકે ઓળખાય છે. આ પરિબળો 2026માં સોનાના ભાવને મજબૂત બનાવી શકે છે. 

– કેન્દ્રીય બેંકોની ખરીદી: દુનિયાની કેન્દ્રીય બેંકો તેમના સોનાના ભંડાર વધારી રહી છે.

– રાજકીય તણાવ: વૈશ્વિક સ્તરે ચાલુ તણાવગ્રસ્ત પરિસ્થિતિ.

– રોકાણકારોની પસંદગી: જોખમથી બચવા રોકાણકારો સુરક્ષિત સંપત્તિ તરીકે સોનું પસંદ કરી શકે છે.

2026 માટે રોકાણની વ્યૂહનીતિ સોનાની તરફેણમાં છે

Mirae Asset સલાહ આપે છે કે 2026 માં રોકાણકારોએ ધીરે ધીરે પોતાનું ધ્યાન ચાંદીથી હટાવી સોના તરફ કેન્દ્રિત કરવું જોઈએ. નવું રોકાણ કરતી વખતે સોનામાં વધુ ફાળવણી કરવી અને ચાંદીમાં જોખમ મર્યાદિત રાખવું, એ વધુ સુરક્ષિત રણનીતિ ગણાશે. જો તમે પહેલાથી જ ચાંદીમાં રોકાણ કર્યું છે, તો લાંબા ગાળાનું લક્ષ્ય રાખો અથવા નફો બુક કરવાનું વિચારો.

ડિસ્ક્લેમરઃ આ સમાચારમાં દર્શાવેલા મંતવ્યો અને વિશ્લેષણ વ્યક્તિગત છે. કોઈ પણ પ્રકારનું રોકાણ બજારના જોખમોને આધીન હોવાથી, કોઈ પણ નાણાકીય પગલું ભરતા પહેલા સેબી (SEBI) રજિસ્ટર્ડ અધિકૃત સલાહકારની સલાહ લેવી જરૂરી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ…

સુરત ધર્માંતરણ કૌભાંડ: માસ્ટરમાઈન્ડનો સાગરીત ઝડપાયો, અંગ્રેજીનો શિક્ષક રાખતો હતો કરોડોના ફંડનો હિસાબ...

શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record …

શેરબજારમાં તેજી: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટનો ઉછાળો | Nifty settles at record ...

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B…

બગદાણા મારામારી કેસ: જયરાજ આહીરનો વીડિયો વાઈરલ, 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર | Bagdana Navneet B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીટી અંડર – 15ની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ મેદાન માર્યું | West Bengal players enter TT Under…

ટીટી અંડર – 15ની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ મેદાન માર્યું | West Bengal players enter TT Under…

6 months ago
રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

રાણપુરની કિનારા ચોકડી નજીક ગોઝારો અકસ્માત, ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ, 3ના મોત | A major accident …

4 days ago
અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like …

અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ | Horrible scene like …

1 week ago
વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

વડોદરામાં હવા પ્રદૂષણ ચિંતાજનક: એ.ક્યુ.આઈ. મધ્યમથી વધુ જોખમી સ્તરે પહોંચ્યો | Air pollution in Vadod…

16 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News