gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer : દિલ્હીમાં જોવા મળ્યું ગ્રે હોર્નબિલ અને પાઇડ હોર્નબિલનું કો-પેરેન્ટિંગ, જાણો પક્ષી જગતનો…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in INDIA
0 0
0
Explainer : દિલ્હીમાં જોવા મળ્યું ગ્રે હોર્નબિલ અને પાઇડ હોર્નબિલનું કો-પેરેન્ટિંગ, જાણો પક્ષી જગતનો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

A Tale of Two Species, One Nest : કુદરતના ખોળે ક્યારેક એવી ઘટનાઓ આકાર લે છે જે વર્ષોના વૈજ્ઞાનિક સંશોધનો અને નિયમોને એક પળમાં પડકારી દે છે. આવું જ એક રોમાંચક અને અકલ્પનીય રહસ્ય દેશની રાજધાની દિલ્હીના પ્રખ્યાત લોધી ગાર્ડનમાં પ્રગટ થયું છે. મંગળવાર, 12 મે 2026 ના રોજ સામે આવેલી આ ઘટનાએ સમગ્ર ભારતના પક્ષી પ્રેમીઓ, ઓર્નિથોલોજિસ્ટ્સ (પક્ષીશાસ્ત્રીઓ) અને વિજ્ઞાનીઓને ભારે આશ્ચર્ય અને મૂંઝવણમાં મૂકી દીધા છે. બે અલગ-અલગ પ્રજાતિના હોર્નબિલ પક્ષીઓ વચ્ચે જોવા મળેલા અસામાન્ય તાલમેલે કુદરતની એક નવી જ બાજુ ઉજાગર કરી છે.

સામાન્ય સવારે જોવા મળ્યું અસામાન્ય દૃશ્ય

આ અદ્ભુત ઘટનાની શરૂઆત એક સામાન્ય સવારે થઈ હતી. નિવૃત્ત શાળાના આચાર્ય અને પક્ષીપ્રેમી અનુ માથુર દિલ્હીના લોધી ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યા હતા, જ્યારે તેમના પતિ નજીકની ક્લબમાં ગોલ્ફ રમી રહ્યા હતા. અનુ માથુર પોતાની સાથે કેમેરા લાવ્યા હતા, એમ વિચારીને કે કંઈક રસપ્રદ જોવા મળી જાય! સવારે 8.30 વાગ્યાની આસપાસ તેમણે એક ઝાડ પર થોડા હોર્નબિલ બેઠેલા જોયા. લોધી ગાર્ડનના જૂના અને ઊંચા વૃક્ષો પર આ પક્ષીઓ જોવા મળવા એ કોઈ નવી વાત નથી, પરંતુ અનુ માથુરનું ધ્યાન તેમના માળા તરફ ગયું ત્યારે વાતમાં એક રોમાંચક વળાંક આવ્યો.

હોર્નબિલના માળા અને બાળ ઉછેરની પ્રક્રિયા

સામાન્ય રીતે હોર્નબિલ પક્ષીઓમાં પ્રજનન અને માળો બનાવવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને કષ્ટદાયક હોય છે. હોર્નબિલ ઝાડના પોલાણમાં માળો બનાવે છે. ઈંડા મૂક્યા બાદ માદા હોર્નબિલ પોતાને આ પોલાણની અંદર બંધ (સીલ) કરી દે છે અને માત્ર એક નાની તિરાડ ખુલ્લી રાખે છે. જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી માદા અંદર રહીને ઈંડા સેવે છે. આ સમય દરમિયાન નર હોર્નબિલ એ નાનકડી તિરાડમાંથી માદાને દિવસો સુધી ખોરાક પૂરો પાડે છે. બચ્ચા જન્મે પછી માદા સીલ તોડીને બહાર આવે છે અને નર સાથે મળીને બચ્ચાનો ઉછેર કરે છે.

અનુ માથુરે જોયું કે એક નર ગ્રે હોર્નબિલ (Grey Hornbill) માદાને ખવડાવી રહ્યો હતો અને તેની આસપાસ બીજા થોડા કદમાં નાના હોર્નબિલ પણ હતા, જે કદાચ તેમના અગાઉના વર્ષના બચ્ચા હતા. પરંતુ ખરી નવાઈ તો ત્યારે લાગી જ્યારે એક માદા પાઇડ હોર્નબિલ (Pied Hornbill)એ એન્ટ્રી કરી!

આ પણ વાંચો : ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મંજૂરી

રહસ્યમય ‘ફોટો’ના કારણે પક્ષી પ્રેમીઓમાં ઉત્સાહ 

પાઇડ હોર્નબિલ કદમાં મોટું, કાળા અને સફેદ રંગનું પક્ષી છે અને એના માથા પર ‘કાસ્ક’ (casque – ચોટી, શિંગડા જેવી કલગી) હોય છે, જે ગ્રે હોર્નબિલ કરતાં સાવ અલગ દેખાય છે. આ અજાણ્યું પક્ષી ગ્રે હોર્નબિલના માળા પાસે શું કરી રહ્યું છે?… એમ વિચારીને અનુ માથુરે તરત જ એ અદ્ભુત દૃશ્ય કેમેરામાં કેદ કર્યું અને દિલ્હી-NCR પ્રદેશના પક્ષી નિરીક્ષકોના એક વૉટ્સએપ ગ્રૂપમાં એ તસવીરો શેર કરી.

એ તસવીરો જોતાં જ પક્ષી જગતમાં હલચલ મચી ગઈ. દિલ્હીના સીનિયર બર્ડવૉચર નિખિલ દેવસર આ પોસ્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ તરત જ લોધી ગાર્ડન દોડી ગયા અને પુષ્ટિ કરી કે અનુ માથુરનું અવલોકન 100% સાચું હતું. પ્રકૃતિ શિક્ષણશાસ્ત્રી અને વરિષ્ઠ પક્ષી નિરીક્ષક શીલા છાબરા પણ બીજા દિવસે ત્યાં પહોંચ્યા અને ત્યારથી તેઓ સતત આ માળા પર નજર રાખી રહ્યા છે.

રહસ્ય કેમ વધુ ઘેરું બન્યું?

એ અવલોકનો પરથી સ્પષ્ટ થયું છે કે આ માળો અને તેની અંદર રહેલા બચ્ચા ગ્રે હોર્નબિલના જ છે. આશ્ચર્યની વાત એ છે કે, માળાની અંદર બંધ માદા ગ્રે હોર્નબિલ પોતાના પતિ એટલે કે નર ગ્રે હોર્નબિલની સાથે, પાઇડ હોર્નબિલ માદા પાસેથી પણ ખોરાક સ્વીકારી રહી છે! જેની સાથે સંવનન કર્યું હોય એ સિવાયના નર કે માદા પક્ષી પાસેથી ખોરાક સ્વીકારવો એ પક્ષીજગતમાં અત્યંત અસામાન્ય વર્તન ગણાય છે. 

પક્ષીવિદો વિચારી રહ્યા છે કે શું આ બે અલગ પ્રજાતિ વચ્ચે ‘સહ-પાલન’ (Co-parenting) નો કિસ્સો છે? કે પછી કોઈ રાસાયણિક પ્રદૂષણને કારણે પાઇડ હોર્નબિલના હોર્મોન્સમાં એવો ફેરફાર થઈ ગયો છે કે, તે બીજાના બચ્ચાને પોતાના સમજીને ખોરાક આપી રહી છે?

પક્ષીઓના આવા વર્તનનું કારણ 

આ કિસ્સામાં જોઈએ તો, ઓરિએન્ટલ પાઇડ હોર્નબિલ મૂળ હિમાલયની તળેટીના વતની છે. પક્ષી શાસ્ત્રીઓમાં પ્રચલિત મુખ્ય સિદ્ધાંત પ્રમાણે, આવા કિસ્સામાં કોઈ ચોક્કસ પક્ષી ભૂતકાળમાં કેદમાંથી ભાગી ગયેલું હોઈ શકે છે. પોતાની પ્રજાતિના કોઈ સાથી કે આસપાસમાં કોઈ ઝુંડ નહીં હોવાના કારણે, તેઓ કદાચ તેમની નજીકની પ્રજાતિના પક્ષીઓના બચ્ચા ઉછેરવામાં મદદ કરી રહ્યા છે. ક્યારેક પશુ-પક્ષીઓમાં પણ કુદરતના સિદ્ધાંતથી ભટકી જઈને માતૃત્વની ભાવના (maternal instinct) તરફ વળી જવાનું વલણ જોવા મળે છે. 

પક્ષી ઇતિહાસનો અનોખો કિસ્સો

હવે માળાની અંદર રહેલી માદા સીલ તોડી રહી છે અને ગમે ત્યારે બહાર આવી શકે છે, તેથી આ રહસ્ય પરથી ટૂંક સમયમાં પડદો ઊંચકાશે. નિખિલ દેવસરે ખુશીથી કહ્યું છે કે, ‘કોઈને ખબર નથી કે ખરેખર શું થઈ રહ્યું છે, પરંતુ જે પણ થઈ રહ્યું છે, તે પક્ષી ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય નોંધાયું નથી.’

આ પણ વાંચો : લોકરમાં પડેલું સોનું કેવી રીતે બદલી શકે છે દેશનું નસીબ? જાણો PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ પાછળનું કારણ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું …

મોંઘવારી કંટ્રોલ ગુમાવશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ વધી શકે! રિપોર્ટમાં ગંભીર અનુમાન દર્શાવાયું ...

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ…

ખેડૂતોનું રૂ.2 લાખ સુધીનું દેવું થશે માફ, લાખોને થશે ફાયદો, દેવા માફી યોજનાને મહારાષ્ટ્ર કેબિનેટની મ...

‘બ્રહ્મોસ’ ડિપ્લોમસીથી ચીન અને તુર્કીમાં ફફડાટ! જાણો કેવી રીતે ભારત બદલી રહ્યું છે વૈશ્વિક સમીકરણ | …

'બ્રહ્મોસ' ડિપ્લોમસીથી ચીન અને તુર્કીમાં ફફડાટ! જાણો કેવી રીતે ભારત બદલી રહ્યું છે વૈશ્વિક સમીકરણ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

વૈશ્વિક સોનામાં ઉછાળો : ઘરઆંગણે ભાવ આરંભમાં વધ્યા પછી ફરી ઘટાડો | Global gold surges: Domestic price…

1 year ago
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા | india…

1 year ago
ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક | govt block illegal gambling sites

ગેરકાયદે જુગાર, સટ્ટાબાજી રમાડતી ૩૦૦ વેબસાઇટ-એપ્સ બ્લોક | govt block illegal gambling sites

4 months ago
અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News