gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા | EV Sa…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
Explainer: EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા | EV Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

How Safe Are EVs? 23,865 Accidents, 26 Fires Reported in India | ભારત સહિત સમગ્ર વિશ્વમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) પ્રત્યે લોકોનો રસ ઝડપથી વધ્યો છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ, પ્રદૂષણ ઘટાડવાનું દબાણ અને સરકારની પ્રોત્સાહક યોજનાઓને કારણે ઘણાં લોકો EV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનોમાં અવાજ ઓછો થાય છે, ધુમાડો નથી નીકળતો અને લાંબા ગાળે ખર્ચ પણ ઓછો રહે છે, આ કારણો EV ને લોકપ્રિય બનાવી રહ્યા છે. પરંતુ ઝડપથી વધતી લોકપ્રિયતા સાથે EV સંબંધિત કેટલાક જોખમો પણ છે. ખાસ કરીને બેટરીને કારણે લાગતી આગ અને અકસ્માતની ઘટનાઓએ EVની સલામતી સામે મોટું પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું છે.

દેશમાં 3 વર્ષમાં 23,865 અકસ્માત! 

કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલય (Ministry of Heavy Industries) દ્વારા સંસદમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે, દેશમાં ત્રણ વર્ષમાં EV સાથે સંકળાયેલા કુલ 23,865 માર્ગ અકસ્માત નોંધાયા છે. તેમાંથી 26 ઘટનાઓમાં આગ લાગી હતી. આંકડા કહે છે કે, EVના વધતા વેચાણને લીધે અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે. 

EV સંબંધિત અકસ્માત અને આગની વર્ષવાર માહિતી

– 2023 – 5,594 અકસ્માત, 8 આગ

– 2024 – 7,817 અકસ્માત, 9 આગ

– 2025 – 10,454 અકસ્માત, 9 આગ

કુલ- 23,865 અકસ્માત, 26 આગ

આ આંકડા ચિંતા ઉપજાવે એવા છે. આ માહિતી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના ઇલેક્ટ્રોનિક અકસ્માત અહેવાલ પોર્ટલ પરથી લેવાઈ છે. 14 નવેબ્મર, 2022થી EV સંબંધિત અકસ્માતોની વિગતો અલગથી નોંધવામાં આવે છે. 

Explainer:  EV કેટલા સલામત! 3 વર્ષમાં 23,865 ઘટનામાં 26 લોકો જીવતા સળગી ગયા, જુઓ સરકારી આંકડા 2 - image

EVમાં આગનું મુખ્ય કારણ, જે ચલાવે એ જ જલાવે

નિષ્ણાતોના મતે, EVમાં આગ લાગવાનું મુખ્ય કારણ લિથિયમ-આયન બેટરી હોઈ શકે છે. 

– બેટરીમાં ગરમી વધવી, ટેક્નિકલ ખામી સર્જાવી, ઓવરચાર્જિંગ અથવા અકસ્માત દરમિયાન બેટરીને નુકસાન થવું, એવા બધા કારણો આગ લગાડતા હોવાની સૌથી વધુ શક્યતા છે. 

– ક્યારેક બેટરીમાં થતી ‘થર્મલ રનઅવે’ પ્રક્રિયા આગને ઝડપથી ફેલાવે છે, જેના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બને છે. થર્મલ રનઅવે (Thermal Runaway) એટલે એવી પ્રક્રિયા જેમાં બેટરીની અંદર તાપમાન અચાનક અને બેકાબૂ રીતે વધવા લાગે છે, જેના કારણે આગ કે વિસ્ફોટ થઈ શકે છે.

વૈશ્વિક સ્તરે EV માં લાગેલી આગના આંકડા

EVમાં આગ લાગવી એ માત્ર ભારતની સમસ્યા નથી; વિશ્વભરમાં આવા કિસ્સા નોંધાયા છે.

– અમેરિકામાં થયેલા સંશોધન મુજબ દર 1 લાખ EV વાહનોમાં અંદાજે 25 આગની ઘટનાઓ નોંધાય છે. તેની સામે, પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં આ દર પ્રતિ 1 લાખે 1,500 જેટલો છે. 

– ચીનમાં EVના ઉપયોગમાં ભારે વધારો થયો છે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેટરીમાં આગ લાગવાના અનેક કેસ નોંધાયા છે. ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.

– યુરોપિયન દેશોમાં EV આગના કેસો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કદાચ એટલા માટે કેમ કે ત્યાં સલામતી નિયમો વધુ કડક છે.

વૈશ્વિક આંકડા દર્શાવે છે કે EVમાં આગનું જોખમ તો છે, પરંતુ EVની તુલનામાં પરંપરાગત ઇંધણવાળા વાહનોમાં આગની સંભાવના વધુ છે, એ પણ હકીકત છે.

આગના કારણો શોધવા નિષ્ણાતોની તપાસ

ભારતમાં EVમાં આગ લાગવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે 2022માં વિશેષ તપાસ સમિતિ રચી હતી, જેમાં DRDO, IISc બેંગ્લોર અને નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી, વિશાખાપટ્ટનમના નિષ્ણાતોને સામેલ કરાયા હતા. આ સમિતિ બેટરીમાં આગ લાગવાના કારણો શોધીને બેટરી ડિઝાઇન, ઉત્પાદન પ્રક્રિયા, ચાર્જિંગ પદ્ધતિ અને વાહન સુરક્ષા જેવા સલામતી ધોરણોનો અભ્યાસ કરવાનું કામ કરે છે. 

સલામતી નિયમોમાં સુધારા કરાયા

નિષ્ણાતોની ભલામણ પછી સરકારે EV સલામતી માટે નવા નિયમો અમલમાં મૂક્યા.

– 28 સપ્ટેમ્બર, 2022ના રોજ ટ્રેક્શન બેટરી માટે નવા ટેક્નિકલ ધોરણો જાહેર કરાયા.

– 1 ડિસેમ્બર, 2022ના રોજ નવા બેટરી સલામતી નિયમો અમલમાં આવ્યા.

– 19 ડિસેમ્બર, 2022ના રોજ તમામ EV ઉત્પાદકો માટે સુરક્ષા ધોરણોનું પાલન ફરજિયાત બનાવાયું.

આ નિયમો ટુ-વ્હીલર, ફોર-વ્હીલર, પેસેન્જર અને કાર્ગો EV માટે લાગુ પડે છે.

ઉત્પાદકો માટે કડક નિયમો બનાવાયા

હવે EV બનાવતી કંપનીઓએ ફરજિયાતપણે દરેક વાહનનું સલામતી પરીક્ષણ કરવું પડે છે, જેમાં બેટરીની ગુણવત્તા, હીટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ઓવરચાર્જ પ્રોટેક્શન જેવી બાબતોનો સમાવેશ થાય છે.

શું EVનું ભવિષ્ય ધૂંધળું છે? 

સરકારે સ્પષ્ટ કર્યું છે કે EVના ઉપયોગ અથવા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનો કોઈ વિચાર નથી. સરકારનું મુખ્ય ધ્યાન સલામતી સુધારવા, પ્રદૂષણ ઘટાડવા અને આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા પર છે. EV ભવિષ્યમાં પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે, પરંતુ સલામતી અને ટેક્નોલોજી સુધારવા માટે સતત પ્રયાસ પણ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર...

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat...

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu…

વડાપ્રધાન મોદીએ તારિક રહેમાન સાથે કરી વાતચીત, BNPની પ્રચંડ જીત પર આપ્યો ખાસ મેસેજ | PM Modi Congratu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું | company…

ચોટીલાના સુરૈઈ ગામની સીમમાં પ્રદુષણ ફેલાવતી અને આરોગ્યને જોખમી કંપનીને સીલ મારવામાં આવ્યું | company…

7 months ago
બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

બનાવટી ચલણી નોટ પ્રકરણમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ | ahmedabad crime branch nabbed another accuse…

4 days ago
ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

8 months ago
LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

LPGનો પૂરતો જથ્થો હોવાની કેન્દ્રની ખાતરી છતાં અરાજકતા

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News