gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
IDને કારણે રાજકોટમાં ક્રિકેટના કરોડોના સટ્ટાનાં વળતાં પાણી શરૂ | ID causes cricket betting worth cro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પકડાઇ જવાથી પંટરો પૈસા અને આબરૂ બંને ગુમાવે છે

પોલીસ પાસે ખંખેરાઈ જવાના ડરે રાજકોટના બુકીઓનું નવું સરનામું હવે દુબઇ, મુંબઇ અને ગોવા 

રાજકોટ: રાજકોટમાં  લાખો-કરોડો રૂપિયાનો ક્રિકેટનો સટ્ટો રમાય છે.  આઈડીનાં કારણે હવે તેનાં વળતા પાણી શરૂ થયાં છે. પંટરો ક્રિકેટનાં સટ્ટાથી ધીરે-ધીરે વિમુખ થઈ રહ્યા છે.

ક્રિકેટનાં સટ્ટા સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યું કે અગાઉ મોબાઇલ ફોન પર ક્રિકેટનાં સોદા થતા હતા. જેને કારણે સોદા કરનાર પંટર જે નંબર પર સોદા કરતો તેને પોતાનાં મોબાઇલમાંથી ડિલીટ કરી શકતો હતો. ત્યાર પછી આઈડી સિસ્ટમ આવતા પંટરને નાછૂટકે મોબાઇલમાં આઈડી રાખવી પડતી હતી. જેને કારણે પોલીસ મોબાઇલ ચેક કરે ત્યારે પકડાઇ જતા હતા. આ સ્થિતિમાં પોલીસ તે પંટર સામે કેસ કરે ન કરે તેને ખંખેરતી અચૂક હતી.

આઈડી આપનાર બૂકીને પણ પોલીસ ખંખેરતી હતી. જે રકમ ઘણી વખત છ  આંકડામાં રહેતી હતી.  પરિણામે પંટરોને મોટી રકમ ચૂકવવી પડતી હતી. સાથોસાથ કેસ થાય તો બદનામી પણ વ્હોરવી પડતી હતી.

 કોઇપણ જુગારનો વણલખ્યો નિયમ હોય છે કે તેમાં પંટરો એટલે જુગારીયાઓને સરવાળે પૈસા ગુમાવવા જ પડે છે. જુગારમાં છેલ્લે બૂકીઓ જ કમાતા હોય છે. આ નિયમ ક્રિકેટનાં સટ્ટામાં પણ લાગુ પડતો હોવાથી સમય જતાં પંટરો પાયમાલ થતા ગયા હતા અને તેની સામે બૂકીઓ કરોડપતિ થતાં ગયા છે.

 આ બધા કારણોસર પંટરો હવે ક્રિકેટ પર સટ્ટો રમવા બાબતે નિરસ થઇ ગયા છે.  હાલમાં ક્રિકેટનો ૮૦ ટકા સટ્ટો આઇડી પર અને ૨૦ ટકા સટ્ટો ફોન પર સોદા મારફત થાય છે.

બૂકીઓની વાત કરીએ તો ક્રાઇમ બ્રાંચનાં અંદાજ મુજબ રાજકોટમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાં બૂકીઓની સંખ્યા ૧૦૦થી વધુ છે. રાજકોટનાં ટોચ લેવલનાં ગણાય તેવા બૂકીઓએ દુબઈની વાટ પકડી છે.  તેની નીચેનાં લેવલનાં બૂકીઓનું મુંબઇ અને ગોવા નવું સરનામું બન્યું છે. મુંબઇ અને ગોવામાં બૂકીઓ ફલેટ કે હોટલનાં રૂમ ભાડે રાખી પોલીસના ડર વગર સટ્ટો રમાડી રહ્યા છે.

જે  નાનાપાયે સટ્ટો રમાડે છે તેવા બૂકીઓએ પણ રાજકોટને અલવિદા કહી ગીર સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા શહેરોમાંથી સોદો લેવાનું શરૂ કર્યું છે. એવી પણ ચર્ચા છે કે, ‘સિસ્ટમ’ બંધ હોવાથી હવે બૂકી કે પંટર પકડાય ત્યારે પોલીસ મોટુ મોઢુ ફાડે છે. આ કારણથી પણ બૂકીઓએ હવે રાજકોટમાં રહી સોદા લેવાનું બંધ કર્યું છે.

પોલીસ સાથે ગોઠવણ એટલે ‘સિસ્ટમ’, તેમાં ધંધાની વણલખી છૂટ

રાજકોટ: શહેરમાં એક સમયે પોલીસની ‘મંજૂરી’થી સટ્ટો  રમાતો હતો. જેને પોલીસની ભાષામાં ‘સિસ્ટમ’ કહેવાય છે. ‘સિસ્ટમ’માં રહેનાર બૂકીઓને નક્કી કરેલો હપ્તો દર મહિને પોલીસને ચૂકવવો પડતો હતો. બદલામાં તે બૂકીને ‘ધંધો’ કરવા માટે પીળો પરવાનો આપી દેવાતો હતો. આવા બૂકીઓ પોલીસનાં ડર વગર સટ્ટો રમાડતા હતા. તેમની પાસે સટ્ટો રમનાર પંટરોને પણ પોલીસ નહીં પકડે તેવી ખાતરી અપાતી હતી, પરંતુ છેલ્લા ઘણાં સમયથી નવા આવેલા પોલીસ અધિકારીઓએ આ ‘સિસ્ટમ’ બંધ કરાવી દેતા બૂકીઓએ ધીરે ધીરે રાજકોટમાંથી ‘હિજરત’ શરૂ કરી દીધી હતી. આ જ કારણથી હવે મોટાભાગના બુકીઓ રાજકોટ છોડી બીજા શહેરો કે દેશોમાંથી ઓપરેટ કરી રહ્યા છે. 

‘સિસ્ટમ’માં રહેતા બૂકીઓનું લિસ્ટ ભૂલથી જાહેર થઇ ગયું હતું

રાજકોટ: એક સમયે પોલીસની મંજૂરીથી ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો. જેને કારણે ‘સિસ્ટમ’માં રહેલા બૂકીઓનું લીસ્ટ એક વખત એક પોલીસ અધિકારીએ ભૂલથી વોટ્સએપ પર શેર કરી દીધું હતું. છાનેખૂણે સહુ કોઇ જાણતા હતા કે પોલીસની મંજૂરીથી જ ક્રિકેટનો સટ્ટો રમાય છે. પરંતુ  લીસ્ટ જાહેર થઇ જતાં જ તેની પુષ્ટિ થઇ ગઇ હતી. જો કે તે અધિકારીને ભૂલનું ભાન થતાં થોડીક વારમાં જ લીસ્ટ ડીલીટ કરી નાખ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…
GUJARAT

હરણીના વિઝા કન્સલન્ટને ધમકી,તારી પાસે 30 કલાક છે,પછી હું રૃબરુમાં આવું છું | threat to visa counsult…

May 26, 2026
મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …
GUJARAT

મોડીરાત્રે સાંકરદા ગામે રાહદરીનું વાહનની અડફેટે મોત | Pedestrian dies after being hit by vehicle in …

May 26, 2026
નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું
GUJARAT

નર્મદા નદીમાં વસવાટ કરતા ઝીંગા અને કરચલામાંથી માઈક્રોપ્લાસ્ટિક મળ્યું

May 26, 2026
Next Post
રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing...

ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવાસ યોજનામાં ભાડૂઆતના મામલે મહાપાલિકાએ 23 ફલેટને સીલ માર્યા | Municipal Corporation seals 23 flats …

આવાસ યોજનામાં ભાડૂઆતના મામલે મહાપાલિકાએ 23 ફલેટને સીલ માર્યા | Municipal Corporation seals 23 flats …

3 months ago
ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

4 months ago
વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling from Vithalpura and Hal…

વિઠ્ઠલપુરા અને હલદરવાસથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling from Vithalpura and Hal…

4 months ago
જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News