gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in Business
0 0
0
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી બિઝનેસ વૃદ્વિ તૂટવાની અને બેરોજગારી વધવાની સાથે ઉદ્યોગમાં સંકટ વધવાની ચિંતા બતાવાતા વૈશ્વિક બજારોમાં ગઈકાલે આઈટી શેરો ધડામ તૂટવા પાછળ ભારતીય શેર બજારોમાં આજ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. જેના પરિણામે બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી હતી. આઈટી શેરોમાં ઓફલોડિંગ સામે કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ તેજી કરતાં બજાર એકંદર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે સંમતિ સધાતા અને ભારત પરની અમેરિકી ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવતી ભારતીય ઉદ્યોગોને રાહત સાથે બન્ને દેશો વચ્ચેનો દ્વીપક્ષી વેપાર વધવાની અપેક્ષાએ પણ ફોરેન ફંડો શેરોમાં ગઈકાલે મોટાપાયે ખરીદદાર બન્યા બાદ આજે પણ ખરીદી કરી હતી. અલબત આઈટી શેરોએ બજારના સુધારાને બ્રેક લગાવી હતી. સેન્સેક્સ ૭૮.૫૬ પોઈન્ટ વધીને ૮૩૮૧૭.૬૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૪૮.૪૫ પોઈન્ટ વધીને ૨૫૭૭૬ બંધ રહ્યા હતા.

આઈટી ઈન્ડેક્સ ૨૦૪૦ તૂટયો : લેટેન્ટ રૂ.૩૬, ઈમુદ્રા રૂ.૪૧, ઈન્ફોસીસ રૂ.૧૧૯, ટીસીએસ રૂ.૨૨૪ તૂટયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી વિશ્વભરમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે બિઝનેસ વૃદ્વિનું મોટું સંકટ સર્જાવાની નિષ્ણાંતોની આગાહીએ અમેરિકી શેર બજારો સાથે યુરોપ, એશીયાના બજારોમાં આઈટી શેરો તૂટતા એની પાછળ ભારતમાં મોટું ઓફલોડિંગ થયું હતું. જેના પરિણામે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૦૪૦.૫૫ પોઈન્ટ તૂટીને ૩૫૧૦૯.૫૧ બંધ રહ્યો હતો. લેટેન્ટ વ્યુ રૂ.૩૬.૩૫ તૂટીને રૂ.૪૩૪.૩૦, ઈમુદ્રા રૂ.૪૦.૯૫ તૂટીને રૂ.૫૨૪.૯૫, ઈન્ફોસીસ રૂ.૧૧૯.૦૫ તૂટીને રૂ.૧૫૩૫.૯૦, ટીસીએસ રૂ.૨૨૩.૯૦ તૂટીને રૂ.૨૯૯૯.૮૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૭૧.૪૦ તૂટીને રૂ.૧૬૨૨.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૭૦.૬૫ તૂટીને રૂ.૧૬૪૫, વિપ્રો રૂ.૯.૦૫ ઘટીને રૂ.૨૩૩.૪૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૨૦.૧૦ ઘટીને રૂ.૩૨૦.૧૦, કોફોર્જ રૂ.૯૬.૭૫ તૂટીને રૂ.૧૬૧૪.૧૦, હેપ્પિએસ્ટ માઈન્ડ રૂ.૨૧.૪૦ તૂટીને રૂ.૩૯૭.૪૫, હેક્ઝાવેર રૂ.૩૬.૨૦ ઘટીને રૂ.૬૯૦.૩૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૨૯૪.૬૫ તૂટીને રૂ.૫૯૮૪.૬૫, એમ્ફેસીસ રૂ.૧૩૦.૭૫ તૂટીને રૂ.૨૬૮૯.૫૫ રહ્યા હતા.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સની ૧૩૩૮ પોઈન્ટની છલાંગ : ડિક્સન રૂ.૬૫૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૨૯ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં આજે વ્યાપક તેજી ચાલુ રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૬૪૯.૭૦ વધીને રૂ.૧૧,૬૮૧.૪૦, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૯.૧૫ વધીને રૂ.૫૯૧.૩૫, ક્રોમ્પ્ટન રૂ.૧૧.૦૫ વધીને રૂ.૨૪૪.૦૫, વોલ્ટાસ રૂ.૫૪.૪૫ વધીને રૂ.૧૪૨૦.૮૦, ટાઈટન રૂ.૭૦.૩૦ વધીને રૂ.૪૧૩૬.૫૫, એશીયન પેઈન્ટ રૂ.૨૬.૩૫ વધીને રૂ.૨૪૫૨.૫૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૩૩૭.૮૦ પોઈન્ટની છલાંગે ૫૭૯૭૬.૭૩ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ આકર્ષણ જળવાયું : બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ ખરીદી ચાલુ રહેતાં મજબૂતી જોવાઈ હતી. બેંક ઓફ બરોડા રૂ.૪.૮૫ વધીને રૂ.૨૯૦.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૯.૧૦ વધીને રૂ.૧૪૦૮.૭૦, યુનિયન બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૧૭૬.૦૫, એચડીએફસી બેંક રૂ.૫.૦૫ વધીને રૂ.૯૫૩.૪૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૭૪.૩૭ પોઈન્ટ વધીને ૬૭૬૯૯.૫૬ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં અવિરત તેજી : અમરરાજા એનજીૅ, ટીઆઈ ઈન્ડિયા, એક્સાઈડ, મારૂતી, ભારત ફોર્જ વધ્યા

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે સંમતિ અને ટેરિફ ઘટાડાનો ઓટોમોબાઈલ ઉદ્યોગને ફાયદો થવાના પોઝિટીવ પરિબળે ફંડોની ઓટો શેરોમાં આજે અવિરત ખરીદી રહી હતી. અમરરાજા એનજીૅ એન્ડ મોબિલીટી રૂ.૪૭.૬૫ ઉછળીને રૂ.૮૮૫.૪૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૩૨.૬૫ વધીને રૂ.૨૬૩૭.૨૦, એક્સાઈડ રૂ.૧૩.૬૫ વધીને રૂ.૩૪૧.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૯.૧૦ વધીને રૂ.૨૬૬૯.૩૫, ભારત ફોર્જ રૂ.૫૩.૭૦ વધીને રૂ.૧૫૯૨.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૯૧.૯૫ વધીને રૂ.૫૮૫૭.૪૦, અપોલો ટાયર રૂ.૭.૪૫ વધીને રૂ.૫૧૨.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૫.૯૦ વધીને રૂ.૩૫૭૩.૮૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૭૪૪.૧૩ પોઈન્ટ વધીને ૬૧૭૩૨.૬૦ બંધ રહ્યો હતો.

ફંડોનું સ્મોલ, મિડ કેપ શેરોમાં આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૬૬૭ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીની તીવ્રતા ઘટયા સાથે ઘણા શેરોમાં નફારૂપી વેચવાલી સામે ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે આકર્ષણ જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૭૧  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૬૭  અને ઘટનારની સંખ્યા ૧૫૩૫  રહી હતી.

રૂપિયો મજબૂત થતાં ઓઈલ-ગેસ શેરો માં તેજી : ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, આઈઓસી વધ્યા

અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડિલથી હવે ભારત માટે ઓઈલ આયાત માટેના અમેરિકા અને વેનેઝુએલાના સ્ત્રોત પણ ઉપલબ્ધ થતાં એનજીૅ સિક્યુરિટી વધુ મજબૂત થવાના પોઝિટીવ પરિબળે અને અમેરિકી ડોલર સામે રૂપિયા ઝડપી ઉછળતાં આયાત સસ્તી થવાના પોઝિટીવ ડેવલપમેન્ટે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે ખરીદી જળવાઈ રહી હતી. ઓએનજીસી રૂ.૯.૯૦ વધીને રૂ.૨૬૭, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૮.૫૦ વધીને રૂ.૫૦૭.૨૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૫.૨૦ વધીને રૂ.૧૭૨.૭૫, બીપીસીએલ રૂ.૯.૨૦ વધીને રૂ.૩૮૨.૪૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૪૫૬.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૬૭૦.૯૧ પોઈન્ટ વધીને ૨૯૦૨૩.૮૦ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં સતત આકર્ષણ : લોઈડ્સ મેટલ રૂ.૧૧૬ ઉછળીને રૂ.૧૨૮૪ : એનએમડીસી, સેઈલ વધ્યા

સોના-ચાંદીના ભાવો ફરી ઉછળતાં અને વૈશ્વિક નોન-ફેરસ મેટલના ભાવો પણ મજબૂત થવા સાથે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે પ્રોત્સાહનો સાથે અમેરિકા-ભારત વચ્ચે ટ્રેડ ડિલના પોઝિટીવ ડેવલપમેન્ટે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી જળવાઈ હતી. લોઈડ્સ મેટલ રૂ.૧૧૬.૨૫ ઉછળીને રૂ.૧૨૮૪, એનએમડીસી રૂ.૪.૩૪ વધીને રૂ.૮૫.૯૬, સેઈલ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૫૭.૨૦, વેદાન્તા રૂ.૧૨.૨૦ વધીને રૂ.૬૮૭.૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૭.૧૫ વધીને રૂ.૨૨૨૮.૮૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૯૮.૩૮ પોઈન્ટ વધીને ૩૯૬૩૯.૪૧ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૩૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૫૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૯.૭૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૮,૪૫૩.૦૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૪૨૩.૨૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૨૪૯.૫૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૮,૬૩૧.૭૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૩૮૨.૨૪ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૦૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૧૬ લાખ કરોડ

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે સંમતિ, ટેરિફ ઘટાડાની પોઝિટીવ અસરે આજે આઈટી સિવાય શેરોમાં સતત  તેજી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૨  લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૧૬ લાખ કરોડ પહોંચ્યું હતું. આમ ત્રણ દિવસમાં રૂ.૨૦.૫૫ લાખ કરોડનો સંપતિમાં વધારો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
‘જય’ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st…

'જય'ના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર, આરોપીઓને છાવરવાનો પ્રયાસ : પરિવાર | College st...

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic's AI tool causes uproar...

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો યુવક, બહેને કર્યો આપઘાતનો પ્રયાસ, 6 સામે FIR | Man …

મ્યુઝિક આલ્બમ બનાવવા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયો યુવક, બહેને કર્યો આપઘાતનો પ્રયાસ, 6 સામે FIR | Man …

6 months ago
સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

સેફ એન્ડ સિકયોર પ્રોજેકટ અંતર્ગત અમદાવાદમાં નવા ૧૦૦ જંકશન ઉપર CCTV કેમેરા લગાવાશે | Under the Safe a…

8 months ago
સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore …

સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! | 23 crore …

8 months ago
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News