![]()
NEET UG 2026 Re-Exam Date Announced: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026ને લઈને એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની મંજૂરી બાદ, NTAએ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે.
પરીક્ષા ક્યારે યોજાશે?
નવી જાહેરાત મુજબ, NEET (UG) 2026ની રી-એક્ઝામ હવે 21 જૂન, 2026, રવિવારના રોજ યોજવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે, તેઓએ આ નવી તારીખની ખાસ નોંધ લેવી.
સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો
NTAએ ઉમેદવારો અને વાલીઓને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અન્ય બિનસત્તાવાર સ્ત્રોતો પર આવતી અફવાઓથી દૂર રહેવું. પરીક્ષા સંબંધિત કોઈપણ સચોટ માહિતી માટે માત્ર NTAની સત્તાવાર ચેનલ્સ અને વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
આ પણ વાંચો: ના હોય! NEET 2025નું પેપર પણ લીક થયું હતું? ગેરન્ટીવાળા કોચિંગ સેન્ટરોએ ‘ખેલ’ કર્યાનો દાવો
મદદ માટે સંપર્ક ક્યાં કરવો?
જો વિદ્યાર્થીઓને પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તેઓ નીચે આપેલા સત્તાવાર માધ્યમો દ્વારા NTAનો સંપર્ક કરી શકે છે:
ઇ-મેઇલ: neet-ug@nta.ac.in
હેલ્પલાઇન નંબર: 011-40759000 અથવા 011-69227700










