gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET-UG 2026 Paper Leak Case : નીટ-યુજી પરીક્ષાના બાયોલોજી પેપર લીક કેસમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ મૂળ મહારાષ્ટ્રના પૂણેની રહેવાસી એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર વિષયની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. શિક્ષિકા NTA પેનલની હોવાનું અને તે જ પેપર લીકની માસ્ટરમાઇન્ડ હોવાનો પણ ખુલાસો થયો છે.

NTAએ જ શિક્ષિકાની નિમણૂક કરી હતી

સીબીઆઇની તપાસમાં ખુલાસો થયો છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નીટ-યુજી-2026ની પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે મનીષાની નિમણૂક કરી હતી. તેમને વનસ્પતિશાસ્ત્ર (Botany) અને પ્રાણીશાસ્ત્ર (Zoology) પેપરની જવાબદારી સોંપવામાં આવી હતી.

બંને આરોપીએ ભેગા મળી વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું

તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે, મનીષા મંડહરે અને પૂણેની મનીષા વાઘમારએ નીટના વિદ્યાર્થીઓને એકઠા કર્યા હતા. પછી બંનેએ પૂણેના મકાનમાં વિશેષ કોચિંગ ક્લાસ શરૂ કરીને તેઓને માહિતી આપી હતી. મનીષા વાઘમરેની 14 મેએ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા

વિદ્યાર્થીઓને આપેલી માહિતી પેપર સાથે મેળ ખાતી હતી

આરોપીઓએ કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને બોટની અને ઝુઓલોજીના સવાલો આપ્યા, કેટલીક વિગતો પણ આપી અને પુસ્તકોમાં ટીકમાર્ક પણ કરાવ્યા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થીઓને આપેલી વિગતોમાંથી મોટાભાગની માહિતી નીટ-યુજી પરીક્ષાના પેપર સાથે મેળ ખાતી હતી.

CBIના દેશભરમાં 6 સ્થળોએ દરોડા

સીબીઆઇએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં છ સ્થળોએ દરોડા પાડ્યા છે. જેમાં અનેક દસ્તાવેજો, લેપટોપ, બૅંક સ્ટેટમેન્ટ, મોબાઇલ ફોન સહિત અનેક સામાન જપ્ત કરવામાં આવ્યા છે. હાલ તે સામાનની તપાસ ચાલી રહી છે. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગે નીટ-યુજી 2026નું પેપર લીક થયું હોવાની ફરિયાદ કર્યા બાદ સીબીઆઇએ 12 મેએ ફરિયાદ નોંધી હતી. ત્યારપછી સીબીઆઇએ તાત્કાલીક કાર્યવાહી શરૂ કરીને દેશભરમાં દરોડા શરૂ કરી દીધા હતા. અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે.

આ પણ વાંચો : NEETનું પેપર ફૂટ્યા બાદ હવે પરીક્ષા માટે નવી તારીખનું એલાન, જાણો હવે ક્યારે આયોજન

અત્યાર સુધીમાં કુલ 9 આરોપીની ધરપકડ

અત્યાર સુધીની તપાસ મુજબ, સીબીઆઇએ દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પૂણે અને અહિલ્યાનગરમાંથી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટ કાર્યવાહી પૂરી થયા બાદ આમાંથી પાંચ આરોપીઓને સાત દિવસના રિમાન્ડ પર મોકલાયા છે. સીબીઆઇએ કહ્યું છે કે, રસાયણશાસ્ત્ર (Chemistry) અને જીવવિજ્ઞાન (Biology) પેપર લીકના મુખ્ય ગુનેગારો અને વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરનારા વચેટીયાઓની ઓળખ કરી લેવાઈ છે. આરોપીઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને વિશેષ કોચિંગ ક્લાસ આપતા હતા અને તેઓ પરીક્ષામાં પુછાનાર પ્રશ્નોની વિદ્યાર્થીઓને માહિતી આપતા હતા.

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

આ પહેલા પેપર લીક કેસમાં CBIએ મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ પી.વી. કુલકર્ણી તરીકે થઈ છે, જે કેમિસ્ટ્રીનો લેક્ચરર છે અને NTAની પરીક્ષા પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી પી.વી. કુલકર્ણી, જે મૂળ લાતૂરનો રહેવાસી છે, તે પૂણેમાં કેમિસ્ટ્રી લેક્ચરર છે. તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતો, જેના કારણે તેની પહોંચ સીધી પ્રશ્નપત્રો સુધી હતી.

21 જૂને ફરી પરીક્ષા યોજાશે

ઉલ્લેખનીય છે કે, નીટ પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરિતીના આરોપો સામે આવ્યા બાદ, હવે નીટ-યુજીની પરીક્ષા 21 જૂને ફરી યોજવામાં આવશે. અગાઉ પરીક્ષા ત્રીજી મેએ યોજાવાની હતી. 

આ પણ વાંચો : ‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

એકતા નગરમાં જંગલ સફારીનો 'સમર પ્લાન': 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | ...

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an…

ત્રીજા બાળકના જન્મ પર રૂ.30 હજાર અને ચોથા પર રૂ.40 હજાર મળશે! આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત | an...

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો

10 months ago
વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

વાડી પોલીસે ચાર આરોપીઓને દારૃની ૩૮ બોટલ સાથે પકડયા | Wadi police arrested four accused with 38 bottl…

4 months ago
અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…

અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક…

1 month ago
PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

PM મોદી અને પુતિન વાત કરતા કરતા નીકળી ગયા અને પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહી ગયા | china sco summit p…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News