gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’ | Pahalg…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’ | Pahalg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi Speech On Water Issue With Pakistan : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન પર આકરી કાર્યવાહી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાને રાખી આવતીકાલે (7 મે) દેશભરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાવાની છે. દેશના લોકો માંગ કરી રહ્યા છે કે, આ વખતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. બીજીતરફ પાકિસ્તાનને ડર છે કે, ભારત ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.

પીએમ મોદીએ પાકિસ્તાનને આપ્યો જવાબ

આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરતાં પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે, ત્યારે આજે એક ખાનગી ચેનલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણી નદીઓનું પાણી દાયકાઓથી વિવાદ અને ઝઘડાનો વિષય બની ગયો છે, પરંતુ આપણી સરકારે રાજ્ય સરકારો સાથે મળીને નદીઓને જોડવાનું એક મહાઅભિયાન શરૂ કર્યું છે.

ભારતનું પાણી હવે ભારતના હકમાં જ વહેશે : પીએમ મોદી

તેમણે કહ્યું કે, ‘કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, પાર્વતી-કાલીસિંધ ચંબલ લિંક પ્રોજેક્ટથી લાખો ખેડૂતોને ફાયદો થશે. આજકાલ મીડિયામાં પાણી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલા જે પાણી ભારતનું હતું તે પણ બહાર જતું હતું, હવે ભારતનું પાણી ભારતના હકમાં વહેશે અને ભારત માટે જ ઉપયોગી થશે.’

આ પણ વાંચો : બ્લેક આઉટ સમયે નાગરિકોએ શું કરવું? ઘરો, ઑફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરવી, લિફ્ટનો ઉપયોગ ના કરવો, જાણીલો ઉપયોગી માહિતી

દેશવાસીઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો લાભ મળી રહ્યો છે : પીએ મોદી

આપણા દેશના પૂર્વ વડાપ્રધાને સ્વીકાર્યું હતું કે, ‘જો સરકાર ગરીબ વ્યક્તિને એક રૂપિયો મોકલે છે, તો તેમાંથી 85 પૈસા લૂંટાઈ જાય છે. સરકારો બદલાતી રહી, વર્ષો વીતતા રહ્યા, પરંતુ ગરીબોને તેમના હકની સંપૂર્ણ રકમ મળે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ નક્કર કાર્ય કરાયું નહીં. ગરીબોને બધા પૈસા મળવા જોઈએ. જો દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે છે, તો દરેક પૈસો તેમના સુધી પહોંચવો જોઈએ. આ માટે અમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સિસ્ટમ બનાવી, જેના કારણે સરકારી લાભાર્થીઓ સીધો લાભ પહોંચી રહ્યો છે.’

ભારતના બંદરો પર પણ પાકિસ્તાનને નો એન્ટ્રી

પહલગામ હુમલા બાદ સુરક્ષા મામલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાન સાથે વર્ષ 1960માં કરેલા સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સમજૂતી સસ્પેન્ડ જ રહેશે. કેન્દ્ર સરકારની કાર્યવાહી બાદ હવે પાકિસ્તાની જહાજો ભારતીય બંદરો પર આવી શકશે નહીં. વિદેશ વેપાર મહાનિર્દેશાલય એટલે કે DGFT એ પાકિસ્તાન સાથેની તમામ પ્રકારની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે.

આ પણ વાંચો : યુદ્ધના ભણકારા વચ્ચે ભારત સરકારે NOTAM જારી કર્યું, વાયુ સેના કાલે પાકિસ્તાન બોર્ડર પાસે કરશે યુદ્ધાભ્યાસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us
INDIA

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us

February 6, 2026
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi
INDIA

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

February 6, 2026
મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
Next Post
BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન…

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું ન...

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror…

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror...

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack …

મોદીને પહલગામ હુમલાની જાણ હતી તેથી કાશ્મીર પ્રવાસ રદ કરેલો : ખડગે | Modi knew about Pahalgam attack ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા, ગાંધીનગર FSLમાં કાગળ કાર્યવાહી શરૂ | Gan…

2 months ago
વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

વલભીપુર પંથકમાં દિવાળીનાં મહાપર્વ નાં દિવસે કાર ચાલકે બે પરિવારના દીપકો સદાય માટે બુઝાયા

4 months ago
ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T…

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T…

4 weeks ago
ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

ભાજપમાં આંતરિક મતભેદના લીધે 4 વર્ષથી આણંદ એપીએમસીમાં વહીવટદારનું શાસન | Administrator rule in Anand …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News