
Delhi Pollution News : રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે આજથી (ગુરુવાર, 18 ડિસેમ્બર) અત્યંત કડક પાબંદીઓ અમલમાં મૂકી છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચતા સરકારે ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો જાહેર કર્યા છે.
ઓફિસો માટે ‘વર્ક ફ્રોમ હોમ’ ફરજિયાત
દિલ્હીના શ્રમ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે ગુરુવારથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ (ઘરથી કામ) ફરજિયાત રહેશે. જો કોઈ સંસ્થા આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.










