gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
VIDEO: દાંડિયાનું ગઢ ગોધરા: નવરાત્રિનું આ ઘરેણું કોમી એકતાની છે મિસાલ, વિદેશમાં પણ તેની ભારે માગ | N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલી અનેક બાબતોની ચર્ચા થવા લાગે છે. આ તહેવારમાં રાસ અને ગરબાનું અનેરું મહત્વ છે, અને આ રાસને રમવા માટે સૌથી મહત્વની વસ્તુ છે દાંડિયા. ગુજરાતના ગોધરા શહેરના દાંડિયા વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તે કોઈ સામાન્ય દાંડિયા નથી, પરંતુ તે કોમી એકતાનું પ્રતીક છે જે દેશમાં જ નબીં પણ વિદેશમાં પણ મોટી માત્રા સપ્લાય કરવામાં આવે છે.

નવરાત્રિનું ઘરેણું દાંડિયા 

ગુજરાત નવલી નવરાત્રિને આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે યુવક-યુવતીઓ ટ્રેડિશનલ પહેરવેશની તૈયારીઓમાં જોતરાયા છે. નવરાત્રિમાં દાંડિયા રાસ રમતા યુવાનો હૈયા મન મૂકીને ગરબે ઘૂમે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ નવરાત્રિ પોતાના સાથી મિત્રો સખીઓ સાથે દાંડિયાની રમઝટ રમાડવા ગોધરાના મુસ્લિમ કારીગરોની મહેનત રંગ લાવે છે. ગોધરા શહેર એક કલા વારસાની નગરી છે. નવરાત્રિ એ દરેક ગુજરાતીઓ માટે અનેરો તહેવાર છે, નવરાત્રિમાં યુવાનો મન હિલોળે ચઢે છે ત્યારે દાંડિયા નવરાત્રિનું ઘરેણું છે. જૂની પરંપરા અનુસાર નવરાત્રિ દાંડિયા વિના અધૂરી ગણાતી પરંતુ ટ્રેડિશનલ ટ્રેન્ડ આવી જવાથી હાલ દાંડિયા નામશેષ થઈ જવા પામી છે. ત્યારે નવરાત્રિના દાંડિયાનું ઉત્પાદન બાબતે ગોધરાનું યોગદાન ઘણું મોટું છે. 

કોમી એકતાની અનોખી મિસાલ

ગોધરામાં દાંડિયા બનાવવાનો વ્યવસાય ખૂબ જ મોટા પાયે ચાલે છે. અહીં અંદાજે 250થી 300 જેટલા દાંડિયા બનાવવાના કારખાના છે, જ્યાં લગભગ 700થી 1000 જેટલા મુસ્લિમ કારીગરો આ કળાને જીવંત રાખે છે. આ કામમાં મુસ્લિમ મહિલાઓ પણ સહભાગી બને છે. આ કારીગરો અથાક મહેનતથી રંગબેરંગી દાંડિયા તૈયાર કરે છે. ખાસ કરીને ગોધરાના સ્ટેશન વિસ્તાર, મોહમ્મદી મહોલ્લા, શેખ કબ્રસ્તાન, બોનમિલ પાછળ, હયાતની વાડી, ગુહયા મહોલ્લા, સાતપુલ, વગેરે વિસ્તારોમાં આ કામ જોરશોરથી ચાલે છે. તેઓ નવરાત્રી શરૂ થવાના 4થી 6 મહિના પહેલા જ દાંડિયા બનાવવાની તૈયારીમાં લાગી જાય છે.

વિદેશમાં પણ કરાય છે સપ્લાય

આ દાંડિયા માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ગોધરાના દાંડિયાની માંગ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મુંબઈથી લઈને અમેરિકા, દુબઈ, બ્રિટન અને જાપાન જેવા દેશોમાં પણ છે.

આ પણ વાંચો: ઓનલાઇન સ્કીમમાં સ્કેમ: તહેવારોમાં ઈ-ચીટિંગના કિસ્સા 60% વધે, આવા પૈંતરાથી સાવધાન

નવરાત્રી એ દરેક ગુજરાતીઓ માટે એક ખાસ તહેવાર છે, અને દાંડિયા વિના તે અધૂરો ગણાય છે. દાંડિયા રાસ દ્વારા યુવાનો અને યુવતીઓ હૈયું ખોલીને ગરબે ઘૂમે છે. આ વર્ષે પણ દાંડિયાની સારી માંગને કારણે કારીગરોને સારો એવો નફો મળ્યો છે. આ દાંડિયા માત્ર એક રમવાનું સાધન નથી, પરંતુ તે કોમી સૌહાર્દ અને સહજીવનનું ઉત્તમ ઉદાહરણ છે. એક તરફ હિંદુઓનો સૌથી મોટો તહેવાર અને બીજી તરફ મુસ્લિમ કારીગરોની મહેનત, આ જ સાચી ભારતની સંસ્કૃતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પોલીસના મામાના દીકરા… નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, યુઝર્સના આકરા પ્રહાર | …

પોલીસના મામાના દીકરા... નંબર પ્લેટ વિના ફરતા વાહનો સામે પોલીસના આંખ આડા કાન, યુઝર્સના આકરા પ્રહાર | ...

BIG NEWS | હવેથી આરક્ષિત ટિકિટ માટે પણ આ દસ્તાવેજ જરૂરી, 1 ઓકટોબરથી રેલવેમાં નવા નિયમો | Indian Rail…

BIG NEWS | હવેથી આરક્ષિત ટિકિટ માટે પણ આ દસ્તાવેજ જરૂરી, 1 ઓકટોબરથી રેલવેમાં નવા નિયમો | Indian Rail...

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી | Geeta Lodge…

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે ગીતા લોજ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી | Geeta Lodge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૮મા ‘ભારતીય આર્મી ડે’ ની ઉજવણી કરાઈ

જામનગરની સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૮મા ‘ભારતીય આર્મી ડે’ ની ઉજવણી કરાઈ

5 months ago
અમદાવાદમાંથી ગેરકાયદેસર સોનુ અને મોંઘી ઘડિયાળો સહિત આશરે 100 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કરતી ATS અને DRI

અમદાવાદમાંથી ગેરકાયદેસર સોનુ અને મોંઘી ઘડિયાળો સહિત આશરે 100 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત કરતી ATS અને DRI

1 year ago
સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

સુરતમાં મેયર સહિતના પદ માટે સેન્સ પ્રક્રિયા: 58 મહિલા કોર્પોરેટરોમાંથી કોને લાગશે લોટરી? દાવેદારોમાં…

2 months ago
દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

દિલ્હીમાં રહસ્યમય વિસ્ફોટ : 10નાં મોત, અનેક ઘાયલ | Mysterious explosion in Delhi: 10 dead many injur…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News