gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
VIDEO| અમરેલી: ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત, વન વિભાગ સામે ભારે રોષ, પરિવારનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lioness Attack Incident In Bagasara: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામમાંથી વન્ય પ્રાણીના હુમલાની એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ઘંટીયાળ ગામની સીમમાં આવેલી પારસ સોજીત્રા નામના ખેડૂતની વાડીએ સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. સિંહણ આ 7 વર્ષના બાળકને ખેતરમાં દૂર સુધી ઢસડી ગઈ હતી અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક બાળક અહીં ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને શ્રમિકોમાં વન વિભાગ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે બાળકના શબને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

ઘંટીયાળ ગામમાં ત્રીજી અને બગસરા પંથકમાં 22મી ઘટના!

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર, વન્ય પ્રાણીઓના આતંકની આ કોઈ પ્રથમ ઘટના નથી. એકલા ઘંટીયાળ ગામે જ વન્ય પ્રાણી દ્વારા હુમલો કરાયો હોય તેવી આ ત્રીજી ઘટના છે. જ્યારે સમગ્ર બગસરા પંથકની વાત કરીએ તો, અત્યાર સુધીમાં વન્ય પ્રાણીઓના હુમલાની કુલ 22 જેટલી નાની-મોટી ઘટનાઓ ઘટી ચૂકી હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કોઈ નક્કર પગલાં ભરતું ન હોવાથી રોજબરોજ નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.

“અધિકારીઓ માત્ર ઠાલા આશ્વાસનો આપે છે, વનમંત્રી પોતે આવે”

આ કરુણ ઘટના બાદ મૃતક બાળકના પરિવારે અને સ્થાનિક આગેવાનોએ વન વિભાગ સામે આરપારની લડાઈ આદરી છે. તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા આક્રોશપૂર્વક જણાવ્યું છે કે, “જ્યારે પણ વન્ય પ્રાણીઓ હુમલો કરીને કોઈનો જીવ લે છે, ત્યારે વન વિભાગના અધિકારીઓ માત્ર ઘટનાસ્થળે આવીને ઠાલા આશ્વાસનો આપીને જતા રહે છે. પરંતુ હવે પાણી માથા પરથી ગયું છે.” પરિવારે માંગ કરી છે કે રાજ્યના વનમંત્રી પોતે અહીં આવે અને લેખિતમાં ખાતરી આપે કે ભવિષ્યમાં આવી ઘટના ફરી ક્યારેય નહીં બને, ત્યાર બાદ જ તેઓ બાળકના શબનો સ્વીકાર કરશે.

આ પણ વાંચો: વડોદરા: ‘ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી’, સીનિયર સિટીઝનની દૂષિત પાણીની રજૂઆત પર નેતાનો ઉદ્ધત જવાબ

ખેતરોમાં જવા ડરતા ખેડૂતો: વન વિભાગની કામગીરી સામે મોટા સવાલો

સિંહણના આ હુમલા બાદ સમગ્ર બગસરા પંથકના ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ખેડૂતો પોતાની વાડીએ જતાં પણ ફફડી રહ્યા છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મૂકવા અને માનવભક્ષી કે હિંસક બનેલા વન્ય જીવોને તાત્કાલિક પાંજરે પૂરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. હાલમાં ગામમાં ભારે તંગદિલી અને શોકનો માહોલ છે, અને તંત્ર દ્વારા પરિવારને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’
GUJARAT

AuraCam Unveils Ganesh Chaturthi Campaign: ‘Bappa Ki Aarti, AuraCam Ke Saath’

September 11, 2026
बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
Next Post
‘તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો…’, ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને …

'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ...

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં…

ઉનાળામાં તળાવોમાં માછલીઓના મોતનો સિલસિલો યથાવત : સમા તળાવમાં ફરી મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગં...

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: ઘોઘંબાના ગુણેસિયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 4 લાખથી વધુના જથ્થા સાથે એકની ધરપકડ | Panchm…

પંચમહાલ: ઘોઘંબાના ગુણેસિયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 4 લાખથી વધુના જથ્થા સાથે એકની ધરપકડ | Panchm…

3 months ago
સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent…

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent…

10 months ago
બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

11 months ago
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારો આરોપી ઝડપાયો | Accused of kidnapping and raping minor arrested

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારો આરોપી ઝડપાયો | Accused of kidnapping and raping minor arrested

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News