![]()
Jammu And Kashmir News : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનું નેટવર્ક ઝડપી પાડવા અને તેનો ખાતમો બોલાવવા માટે ચાલી રહેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. અવંતીપોરા પોલીસે સિક્યોરિટી ફોર્સે સાથે મળીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. ટીમે સ્થળ પરથી એક આતંકવાદી અને ખતરનાક હથિયારો-વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કર્યો છે.
ઘેરાબંધી બાદ સર્ચ ઓપરેશનમાં અડ્ડાનો પર્દાફાશ થયો
વાસ્તવમાં અવંતીપોરા પોલીસને નાનેર મિદૂરામાં આતંકવાદીઓ હોવાની પાક્કી માહિતી મળી હતી. ત્યારબાદ ટીમે વિસ્તારની ઘેરાબંદી કર્યા સર્ચ ઓપરેશન શરૂ કરતા આતંકી ઠેકાણાનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી નાનરના ગનાઈ મોહલ્લાનો રહેવાસી નઝીર અહેમદ ગનાઈની ધરપકડ કરી છે.
Jammu and Kashmir | District Police Awantipora tweets, “Acting on credible input, Police Awantipora, along with 42 RR & 180 Battalion CRPF, conducted a Cordon and Search Operation (CASO) in Naner Midoora, arresting JeM associate Nazir Ahmed Ganai. On his disclosure, a hideout was… pic.twitter.com/z4P18zAtXO
— ANI (@ANI) November 28, 2025
આ પણ વાંચો : લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ
ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ્ત
પોલીસે ઝડપાયેલા નજીરની સતત પૂછપરછ કરતા તેના બગીચામાં આતંકવાદી ઠેકાણું હોવાનો ખુલાસો કર્યો હતો. સિક્યોરિટી ફોર્સે આરોપીના અડ્ડા પરથી બે હેન્ડ ગ્રેનેડ, એક ડેટોનેટર અને અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી લીધી છે.
આ પણ વાંચો : સોના-ચાંદી ફરી મોંઘા, ભાવ ઓલટાઈમ હાઈની નજીક, જાણો 3 મોટા કારણ










